SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય–૯: માકદીય _. | ૨૭૩ | અર્થ– હોલ– હેમુગ્ધ ! વસુલ– હે સુકુમાર!, ગોલ– હે કઠોર, હે નાથ !દયિત- હે પ્યારા!, હે પ્રિય! હે રમણ ! હે કા! હે સ્વામિનું અધિપતિ), હે નિર્ઘણ (સ્નેહવતી એવી મને ત્યાગ કરવાને કારણે નિર્દય!) હે નિત્યક્ર-અવસરને ન જાણનાર? હે ત્યાન-નિર્દય હૃદયવાળા, હે દયાહીન ! હે અકૃતજ્ઞ! શિથિલભાવવાળા, હે નિર્લજ્જ! હે રુક્ષ! પ્રેમ શૂન્ય, હે અકરુણ નિદર્ય! હે જિનરક્ષિત ! હે મારા હૃદયના રક્ષક. ण हु जुज्जसि एक्कियं अणाहं, अबंधवं तुज्झ चलणओवायकारियं उज्झिउमहणं । गुणसंकर ! अहं तुमे विहूणा, ण समत्था वि जीविउं खणं पि ॥५॥ અર્થ– અનાથ, એકલી, બાંધવહીન, તમારા ચરણોની સેવા કરનારી એવી મને અધન્યાને ત્યાગી દેવી તમારા માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ ! તમારા વિના હું ક્ષણભર પણ જીવિત રહેવામાં સમર્થ નથી. इमस्स उ अणेगझस-मगर-विविधसावय-सयाउलघरस्स रयणागरस्स मज्झे अप्पाणं वहेमि तुज्झ पुरओ एहि, णियत्ताहि जइ सि कुविओ खमाहि एक्कावराहं मे ॥६॥ અર્થ 'અનેક સેંકડો મસ્યો, મગરો અને વિવિધ હિંસક જલચર પ્રાણીઓથી વ્યાપ્ત, મસ્યાદિના ઘરસ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં તમારી સામે જ મારો વધ કરું છું. મારો વધ ઈચ્છતા ન હો તો આવો, પાછા ફરો. અગર તમે કુપિત થઈ ગયા હો તો મારો એક અપરાધ ક્ષમા કરો.' तुज्झ य विगयघण-विमलससिमंडलगार-सस्सिरीयं, सारयणवकमल-कुमुद-कुवलय-विमलदलणिकरसरिस-णिभं । णयणं वयणं पिवासागयाए सद्धा मे पेच्छिउं जे अवलोएहि ता इओ ममं णाह जा ते पेच्छामि वयणकमलं ॥७॥ અર્થ– તમારું મુખ મેઘ વિહીન વિમલ ચંદ્રની સમાન છે. તમારા નેત્ર શરદઋતુના સધ વિકસિત કમલ, કુમુદ અને કુવલયની પાંદડીઓની સમાન અત્યંત શોભાયમાન છે. તમારા મુખને જોવાની ઈચ્છાથી હું અહીં આવી છું. હે નાથ ! તમે મારી તરફ જુઓ, હું તમારું મુખ કમલ જોઈ લઉં. एवं सप्पणयसरलमहुराई पुणो पुणो कलुणाई वयणाई। जंपमाणी सा पावा मग्गओ समण्णेइ पावहियया ॥८॥ અર્થ– એવી રીતે વારંવાર પ્રેમપૂર્ણ, સરલ અને મધુર વચન બોલતી તે પાપિણી, પાપપૂર્ણ હૃદયવાળી તે દેવી માર્ગમાં તેઓની પાછળ પાછળ ચાલવા લાગી. ઉપસર્ગમાં ચલિત જિનરક્ષિત:४२ तएणं से जिणरक्खिए चलमणेतेणेव भूसणरवेणंकण्णसुहमणोहरेणं तेहि यसप्पणय सरलमहुस्भणिएहिं संजायविगुणरागे रयणदीवस्स देवयाए तीसे सुंदरथण जहण वयण करचरणणयण-लावण्ण-रूव-जोव्वणसिरिं च दिव्वं सरभस उवगूहियाइं जाई विब्बोय P NI
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy