________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पि य णं अहं जिणरक्खियस्स इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा । णिच्चं पि य णं ममं जिणरक्खिए इट्ठे कंते, पिए, मणुण्णे, मणामे । जइ णं ममं जिणपालिए रोयमाणि कंदमाणि सोयमाणिं तिप्पमाणिं विलवमाणि णावयक्खड़, किं णं तुमं जिणरक्खिया ! ममं रोयमाणि जाव णावयक्खसि ?
૨૭૨
ભાવાર્થ :- ત્યાર પછી રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતનું મન(કંઈક શિથિલ) જોયું. જોઈને તે આ પ્રમાણે કહેવા લાગી– હું હંમેશાં જિનપાલિત માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર લાગતી હતી અને જિનપાલિત પણ મારા માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમનોહર હતો પરંતુ જિનરક્ષિતને તો હું હંમેશાં ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ અને મનોહર લાગતી હતી અને જિનરક્ષિત પણ મને ઇષ્ટ, કાંત મનોજ્ઞ અને મનોહર લાગતો હતો. તેથી જો જિનપાલિત રોતી, આક્રંદ કરતી, શોક કરતી, અનુતાપ પામતી અને વિલાપ કરતી મારી પરવાહ ન કરે પણ હે જિનરક્ષિત ! તું પણ રોતી, આક્રંદ કરતી યાવત્ મારી પરવાહ કરતો નથી ? અર્થાત્ મારી સામે જોતો નથી ?
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રત્નાદેવીએ માકંદીપુત્રોને આપેલા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે. કેટલીક પ્રતોમાં અનુકૂળ ઉપસર્ગોના સૂત્રપાઠમાં આઠ શ્લોક પ્રાપ્ત થાય છે. તે શ્લોક ગદ્ય-પદ્યના મિશ્રણરૂપ છે. વૃત્તિકારે આ ગદ્ય-પદ્યાત્મક શ્લોકોને વાચનાંતરરૂપે સ્વીકાર્યા છે. જેમ કે– રૂત્યાદ્રિ સૂત્ર વાચનાંતરે રૂપા વિશેષ દ્વય પ્રતિ રોતિ । તે ગાથાઓ આ પ્રમાણે છે—
सा पवररयणदीवस्स देवया ओहिणा उं जिणरक्खियस्स मणं । णाऊण वधणिमित्तं उवरि माकंदिय-दारयाणं दोन्हं पि ॥ १ ॥
અર્થ– ત્યાર પછી– ઉત્તમ રત્નદ્વીપની તે દેવી અવધિજ્ઞાન દ્વારા જિનરક્ષિતનું મન જાણીને, બન્ને માકંદી પુત્રોનો વધ કરવાના નિમિત્તે (વિચારથી)
दोसकलिया सललियं, णाणाविहचुण्णवासमीसियं दिव्वं । घाणमणणिव्वुइकरं सव्वोउयसुरभिकुसुमवुट्ठि पहुंचमाणी ॥२॥
અર્થ– દ્વેષથી યુક્ત તે દેવીએ લીલા સહિત, વિવિધ પ્રકારના સુગંધી ચૂર્ણથી મિશ્રિત, નાસિકા અને મનને તૃપ્તિ દેનારી અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત ફૂલોની વૃષ્ટિ કરી.
णाणामणि- कणग-रयण- घंटिय- खिखिणि - णेउर - मेहल - भूसणरवेणं । दिसाओ विदिसाओ पूरयंती वयणमिणं बेति सा सकलुसा ॥३॥
અર્થ— વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘૂઘરીઓ, ઝાંઝર અને મેખલા – આ બધા આભૂષણોના મંજુલ અવાજથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી કલુષિત ચિત્તવાળી તે દેવી આ પ્રમાણે કહેવા લાગી.
હોલ । વસુલ । મોલ । ખાહ । વત, પિય મળ અંત સામિય ખિષણ સ્થિવા छिण्ण णिक्किव अकयण्णु य सिढिलभाव णिल्लज्ज लुक्ख, अकलुण जिणरक्खिय ! मज्झं हिययरक्खगा ॥४॥