SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય—૯: માકડીયa. [ ૨૭૧ ] મધ્યમાં થઈને ચાલ્યા જતા જોયા. જોઈને તે તત્કાલ ગુસ્સે થઈને ઢાલ-તલવાર લઈને આકાશમાં સાત-આઠ તાડ જેટલી ઊંચાઈ સુધી ઉપર ઊડીને ત્યાર પછી ઉત્કૃષ્ટ યાવતું શીધ્રગતિએ માકંદીય પુત્રો સમીપે પહોંચી ગઈ અને આ પ્રમાણે કહેવા લાગી હે માકંદીય પત્રો ! હે મોતની કામના કરનારા ! શું તમે એમ માનો છો કે મારો ત્યાગ કરીને, શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં થઈને ચાલ્યા જશું? ભલે તમે આટલું ચાલ્યા આવ્યા, પરંતુ જો તમે જીવવાની આશા રાખતા હો તો મારી સામે જુઓ. જો તમે મારી સામે જોશો નહીં તો આ નીલકમલ અને ભેંસના શીંગડા જેવી કાળી તલવારથી યાવત્ તમારા માથા કાપીને ફેંકી દઈશ. ३९ तए णं ते माकंदियदारए रयणद्दीवदेवयाए अंतिए एयमटुं सोच्चा णिसम्म अभीया अतत्था अणुव्विग्गा अक्खुभिया असंभंता रयणद्दीवदेवयाएएयमटुंणो आढ़ति, णोपरियाणंति, णो अवेक्खंति, अणाढायमाणा अपरियाणमाणा अणवेक्खमाणा सेलएण जक्खेण सद्धिं लवणसमुदं मझमज्झेणं वीइवयंति । ભાવાર્થ:- તે સમયે તે માર્કદીય પુત્રો રદ્વીપની દેવીના આ વચનોને સાંભળી હૃદયમાં ધારણ કરીને ભય પામ્યા નહીં, ત્રાસ પામ્યા નહીં, ઉદ્વિગ્ન થયા નહીં કે ભ્રાંત થયા નહીં. તેઓએ રત્નદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, તેની સામે જોયું નહીં. તેનો આદર ન કરતાં, સ્વીકાર ન કરતાં, તેની સામે ન જોતાં શેલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને તેઓ બંને પોતાનો પંથ કાપતા રહ્યા. ४० तए णं सा रयणद्दीवदेवया ते माकंदिय दारए जाहे णो संचाएइ बहूहिं पडिलोमेहि य उवसग्गेहि य चालित्तए वा खोभित्तए विपरिणामित्तए वा लोभित्तए वा ताहे महुरेहि सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गेउं पयत्ता यावि होत्था __ हं भो माकंदियदारगा ! जइ णं तुब्भेहिं देवाणुप्पिया ! मए सद्धिं हसियाणि य, रमियाणि य, ललियाणि य, कीलियाणि य, हिंडियाणि य, मोहियाणि य, ताहे णं तुब्भे सव्वाइं अगणेमाणा ममं विप्पजहाय सेलएणं सद्धिं लवणसमुई मज्झमज्झेणं वीइवयह? ભાવાર્થઃ- ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા વિચલિત કરવા, ભિત કરવા, મન બદલાવવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે તેણીએ પોતાના મધુર શૃંગારમય(કામોત્પાદક) અને કરુણાપૂર્ણ અનુકૂળ ઉપસર્ગો આપવા શરૂ કર્યા. | હે માંકદીયપુત્રો! હે દેવાનુપ્રિય તમે મારી સાથે હાસ્યવિનોદ કર્યા છે, ચોપાટ આદિ રમતો રમ્યા છો, સાથે જમવા રૂપ લીલાઓ કરી છે, ઝૂલા આદિ ઉપર ઝૂલવારૂપ અને જળક્રીડારૂપ ક્રીડાઓ કરી છે, ઉદ્યાનમાં ભ્રમણ કર્યું છે, રતિક્રીડા કરી છે, આ સર્વની ઉપેક્ષા કરીને, મને નિરાધાર બનાવીને શૈલકયક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છો? ४१ तएणंसा रयणदीवदेवया जिणरक्खियस्समणं ओहिणा आभोएइ, आभोएत्ता एवं वयासी-णिच्चं पि य णं अहं जिनपालियस्स अणिट्ठा, अकंता, अप्पिया, अमणुण्णा, अमणामा, णिच्चं मम जिणपालिए अणिढे अकंते, अप्पिए, अमणुण्णे, अमणामे । णिच्चं
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy