________________
| २७०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી શૈલક યક્ષે ઈશાનકોણમાં જઈને વૈક્રિય સમુદુઘાત કરીને સંખ્યાત યોજનાનો દંડ કરીને, બીજીવાર સમુઠ્ઠાત કરીને એક મોટા અશ્વના રૂપની રચના કરી. પછી માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું- હે માકંદીપુત્રો! હે દેવાનુપ્રિયો! મારી પીઠ પર બેસી જાઓ. ३७ तएणं से माकंदियदारया हदूतुटु सेलगस्स जक्खस्स पणामं करेति, करित्ता सेलगस्स पिटुं दुरुढा । तएणं से सेलए ते मार्कदियदारए पिढेि दुरुढे जाणित्ता सत्तट्ठतालप्पमाणमेत्ताई उड्टुं वेहायं उप्पयइ, उप्पइत्ता य ताए उक्किट्ठाए तुरियाए दिव्वाए देवगईए लवणसमुई मज्झमज्झेणं जेणेव जंबुद्दीवे दीवे, जेणेव भारहे वासे, जेणेव चंपाणयरी तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- ત્યારે માર્કદીય પુત્રો હર્ષિત અને સંતુષ્ટ થતાં શૈલક યક્ષને પ્રણામ કરીને, શૈલક યક્ષની પીઠ પર આરૂઢ થઈ ગયા. ત્યારે તે શૈલયક્ષે માર્કદીય પુત્રોને પોતાની પીઠ પર સવાર થઈ ગયેલા જાણીને સાત-આઠ તાડ વૃક્ષ પ્રમાણ આકાશમાં ઉપર ઊડીને પોતાની ઉત્કૃષ્ટ, શીવ્રતાવાળી, દિવ્ય ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અને ચંપાનગરી તરફ ચાલવા લાગ્યો. દેવી દ્વારા માર્કદીય પુત્રોને ઉપસર્ગો:३८ तए णं सा रयणद्दीवदेवया लवणसमुदं तिसत्तखुत्तो अणुपरियट्टइ, जंजत्थ तणं वा जावएडेइ, एडित्ता जेणेव पासायवडेंसए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेमाकंदियदारया पासायवडेंसए अपासमाणी जेणेव पुरच्छिमिल्ले वणसंडे जाव सव्वओ समंता मग्गण-गवेसणं करेइ, करित्ता तेसिं माकंदियदारगाणं कत्थइ सुई वा(खुह वा पउत्तिं वा) अलभमाणी जेणेव उत्तरिल्ले वणसंडे, एवं चेव पच्चस्थिमिल्ले वि जाव अपासमाणी
ओहिं पउंजइ, पउंजित्ता तेमाकंदियदारए सेलएणंसद्धिं लवणसमुईमझमज्झेणं वीइवयमाणे वीइवयमाणे पासइ, पासित्ता आसुरुत्ता असिखेडगं गेण्हइ, गेण्हित्ता सत्तट्ठ जाव उप्पयइ, उप्पइत्ता ताए उक्किट्ठाए जेणेव माकंदियदारगा तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी
हं भो माकंदियदारगा ! अपत्थियपत्थिया ! किं णं तुब्भे जाणह ममं विप्पजहाय सेलए णं जक्खेणं सद्धिं लवणसमुदं मॉमज्झेण वीईवयमाणा? तं एवमवि गए जइ णं तुब्भे मम अवयक्खह तो भे अस्थि जीवियं । अहण्णं णावयक्खह तो भेइमेण णीलुप्पलगवल जावए डेमि। ભાવાર્થ:- ત્યાર પછી રત્નદ્વીપની દેવી લવણસમુદ્રની ચારે બાજુ એકવીસ વખત ફરીને, તેમાં જે તૃણાદિ કચરો હતો યાવત તે દૂર કરીને પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવી. ઉત્તમ પ્રાસાદમાં માર્કદીયપુત્રો ન દેખાતા પૂર્વદિશાના વનખંડમાં ગઈ કાવતુ ચારેબાજુ માર્ગણા–ગવેષણા (શોધખોળ) કરી. શોધખોળ કરતાં માર્કદીય પુત્રોની વાતચીતનો, છીંકાદિનો અવાજ અને કોઈ પ્રવૃત્તિ ક્યાંય પણ ન દેખાતા તે ઉત્તરદિશાના વનખંડમાં ગઈ. તે જ પ્રમાણે પશ્ચિમ દિશાના વનખંડમાં પણ ગઈ પરંતુ તેઓ ક્યાંય દેખાયા નહીં, ત્યારે તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. અવધિજ્ઞાન દ્વારા તેણે માર્કદીય પુત્રોને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની