________________
૨૮
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
શૈલક યક્ષની આરાધના :
३१ तए णं से सूलाइए पुरिसे ते माकंदियदारगे एवं वयासी- एस णं देवाणुप्पिया ! पुरच्छिमिल्ले वणसंडे सेलगस्स जक्खस्स जक्खाययणे सेलए णामं आसरूवधारी जक्खे परिवसइ ।
तए णं से सेलए जक्खे चोद्दसमुद्दिट्ठपुण्णमासिणीसु आगयसमए पत्तसमए महया महया सद्देणं एवं वयइ - कं तारयामि ? कं पालयामि ?
ભાવાર્થ :- ત્યારે શૂળી પર રહેલા તે પુરુષે માકંદીપુત્રોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વરૂપધારી શૈલક નામનો યક્ષ નિવાસ કરે છે.
તે શૈલક યક્ષ ચૌદશ, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે કોઈ એક નિયત સમયે મોટેથી खाप्रमाणे जोसे छे - होने तारुं ? होने पाणुं ?
३२ तं गच्छ णं तुभे देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंड सेलगस्स जक्खस्स महरिहं पुप्फच्चणियं करेह, करित्ता जण्णुपायवडिया पंजलिउडा विणएणं पज्जुवासमाणा चिट्ठह।
जाणं से सेल जक्खे आगयसमए एवं वएज्जा - कं तारयामि ? कं पालयामि ? ता तुब्भेवदह- अम्हे तारयाहि, अम्हे पालयाहि । सेलए भे जक्खे परं रयणदीवदेवया हत्थाओ साहत्थि णित्थारेज्जा । अण्णहा भे ण याणामि इमेसि सरीरगाणं का मण्णे आवई भविस्स ।
ભાવાર્થ :- તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વદિશાના વનખંડમાં જાઓ અને શૈલક યક્ષની મહાન પુરુષોને યોગ્ય પુષ્પપૂજા કરો અને પગે પડીને, બન્ને હાથ જોડી, વિનયપૂર્વક તેમની સેવા કરતા રહો.
જ્યારે શૈલક યક્ષ નિયત સમયે આવે અને કહે કે— “કોને તારું, કોને પાળું” ત્યારે તમે વિનંતિ કરતાં કહેજો કે અમને તારો, અમને પાળો(અમારું રક્ષણ કરો). કેવળ શૈલક યક્ષ જ રત્નદ્વીપની દેવીના હાથમાંથી, તમારો નિસ્તાર કરી શકશે. અન્યથા ખબર નથી કે તમારા શરીરની કેવી દુર્દશા થશે ? |३३| तए णं ते माकंदियदारगा तस्स सूलाइयस्स पुरिसस्स अंतिए एयमट्ठ सोच्चा णिसम्म सिग्घं चंडं चवलं तुरियं वेइयं जेणेव पुरच्छिमिल्ले वणसंडे, जेणेव पोक्खरिणी, तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोक्खरिणि ओगाहंति, ओगाहित्ता जलमज्जणं करेंति, करित्ता जाईं तत्थ उप्पलाई जावगेण्हंति, गेण्हित्ता जेणेव सेलगस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता आलोए पणामं करेंति, करिता महरिहं पुप्फच्चणियं करेंति, करित्ता जण्णुपायवडिया सुस्सूसमाणा णमंसमाणा पज्जुवासंति ।
भावार्थ : :- ત્યાર પછી તે માકંદીપુત્રો શૂળી પર ચઢેલા તે પુરુષ પાસેથી આ વૃત્તાંત સાંભળીને, મનમાં ધારણ કરીને શીવ્ર, પ્રચંડ, ચપલ, ત્વરિત અને વેગવાળી ગતિથી પૂર્વદિશાના વનખંડમાં પુષ્કરિણી સમીપે આવ્યા. પુષ્કરિણીમાં ઉતરીને, સ્નાન કરીને, ત્યાં ઉગેલા ઉત્પલ આદિ અનેક જાતના કમળોને ગ્રહણ