________________
| અધ્ય—૯ઃ માર્કદીય
[ ૨૬૭ ]
एवं वयासी- एसणं देवाणुप्पिया !कस्साघायणे? तुमंचणं के, कओ वा इह हव्वमागए? केण वा इमेयारूवं आवई पाविए? ભાવાર્થ:- તેઓએ એક મોટું વધસ્થાન જોયું. સેંકડો હાડકાંના ઢગલાથી વ્યાપ્ત અને જોવામાં ભયંકર એવા તે સ્થાને શૂળી પર ચઢાવેલા એક પુરુષને જોયો. તે કરુણાજનક દશ્ય જોઈને તેઓ ડરી ગયા, ભયાકુળ બની ગયા. પછી તેઓએ શૂળી પર ચઢાવેલા પુરુષ પાસે જઈને તેને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય! આ વધસ્થાન કોનું છે? તમે કોણ છો? તમે અહીં શા માટે આવ્યા છો અને તમારી આવી હાલત કોણે કરી છે?
२९ तए णं से सूलाइयपुरिसे माकंदिय दारए एवं वयासी- एस णं देवाणुप्पिया ! रयणद्दीवदेवयाए आघायणे । अहण्णं देवाणुप्पिया ! जंबुद्दीवाओ भारहाओ वासाओ कागंदीए आसवाणियए विपुलं पणियभंडमायाए पोयवहणेणं लवणसमुदं ओयाए ।
तए णं अहं पोयवहणविवत्तीए णिब्बुद्धभंडसारे एगं फलगखंडं आसाएमि । तए णं अहं ओवुज्झमाणे ओवुज्झमाणे रयणदीवंतेणं संवूढे । तए णंसा रयणद्दीवदेवया ममं ओहिणा पासइ, पासित्ता ममं गेण्हइ, गेण्हित्ता मए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरइ।
तए णं सा रयणद्दीवदेवया अण्णया कयाइ अहालहुसगंसि अवराहसि परिकुविया समाणी ममं एयारूवं आवई पावेइ । तंणणज्जइ णंदेवाणुप्पिया ! तुम्हं पिइमेसिंसरीरगाणं का मण्णे आवई भविस्सइ ? ભાવાર્થ - ત્યારે શૂળી પર ચઢેલા તે પુરુષે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્વીપની દેવીનું વધસ્થાન છે. હે દેવાનુપ્રિયો ! હું જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સ્થિત કાકંદી નગરીનો રહીશ છું અને અશ્વોનો વ્યાપારી છું. હું ઘણા અશ્વો અને ભંડોપકરણો જહાજમાં ભરીને વેપાર માટે લવણ સમુદ્રના માર્ગે નીકળ્યો. ત્યાર પછી જહાજ ભાંગી જવાથી મારા સર્વ ભંડોપકરણો ડૂબી ગયા અને મને લાકડાનું એક પાટિયું મળી ગયું. તેના સહારે તરતા-તરતાં હું રત્નદ્વીપની સમીપે આવી પહોંચ્યો. તે જ સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઈને તેણીએ મને પોતાના કબજામાં કરી લીધો, તે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતી રહેવા લાગી.
ત્યાર પછી રદ્વીપની તે દેવીએ કોઈ એકવાર મારા નાના એવા અપરાધથી અત્યંત ગુસ્સે થઈને મારી આ હાલત કરી છે. હે દેવાનુપ્રિયો ! ખબર નથી તમારા શરીરની પણ કેવી દુર્દશા થશે? ३० तए णं ते माकंदियदारया तस्स सूलाइयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म बलियतरं भीया जाव संजातभया सूलाइयं पुरिसं एवं वयासी- कहं णं देवाणुप्पिया! अम्हे रयणदीवदेवयाए हत्थाओ साहत्थि णित्थरिज्जामो ? ભાવાર્થ:- ત્યાર પછી તે માકંદીપુત્રો શુળી પર રહેલા તે પુરુષ પાસેથી આ વૃત્તાંત સાં પર ગંભીરતાથી વિચાર કરતાં ખૂબ જ ભયભીત થયા, ભયાકૂળ બનીને તેઓએ શૂળી પર રહેલા તે પુરુષને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય ! અમે રદ્વીપની દેવીના સકંજામાંથી કઈ રીતે છૂટી શકીએ ? અર્થાત્ શું તેનાથી છૂટકારો મેળવવાનો કોઈ ઉપાય છે.?