________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
२४ त णं ते माकंदिय दारया तत्थ वि स वा जाव अलभमाणा जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छंति । तत्थ णं वावीसु य जाव आलीघरएसु य विहरति ।
૨૬૬
ભાવાર્થ :- ત્યાર પછી તે માદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં ઉત્તરદિશાના વનખંડમાં ગયા. ત્યાં જઈને વાવડીઓમાં યાવત્ વલ્લીમંડપમાં વિચરણ કરવા લાગ્યા.
२५ तणं ते मागंदियदारया तत्थ वि सई वा जाव अलभमाणा जेणेव पच्चत्थमिल्ले वणसंडे तेणेव उवागच्छंति जाव विहरति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં પશ્ચિમદિશાના વનખંડમાં ગયા અને વલ્લી મંડપાદિમાં વિચરવા લાગ્યા.
२६ तए णं ते माकंदिय दारया तत्थ वि सई वा जाव अलभमाणा अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे रयणद्दीवदेवया एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! सक्कस्स वयण-संदेसेणं सुट्ठिएण लवणाहिवइणा णिउत्ता जावमा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । तं भवियव्वं एत्थ कारणेणं । तं सेयं खलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्ति कट्टु अण्णमण्णस्स एयमठ्ठे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ:- ત્યાર પછી માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં તેઓ એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને કહ્યું છે કે– હે દેવાનુપ્રિયો ! શક્રના આજ્ઞાવચનથી લવણાધિપતિ સુસ્થિતદેવે મને સમુદ્રની સ્વચ્છતાના કાર્યમાં નિયુક્ત કરી છે યાવત્ તમે દક્ષિણ દિશાના વનખંડમાં જતાં નહીં. ત્યાં તમારા શરીરનો વિનાશ થઈ જશે. આ કથનમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. તેથી દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જઈને તે રહસ્ય જાણવું, તે આપણા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે પરસ્પરના વિચારનો સ્વીકાર કરીને, તેઓ દક્ષિણ દિશાના વનખંડ તરફ જવા રવાના થયા.
દક્ષિણી વનખંડનું રહસ્ય :
२७ त णं गंधे णिद्धाइ से जहाणामए अहिमडे इ वा जाव अणिट्ठतराए चेव । तए णं ते मागंदियदारया तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं-सएहिं उत्तरिज्जेहिं आसाई पिर्हेति, पिहित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव उवागया ।
ભાવાર્થ :- ત્યાર પછી દક્ષિણ દિશા તરફ જતાં સર્પાદિના મૃત ક્લેવરની દુર્ગંધથી પણ અધિક અનિષ્ટ દુર્ગંધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગંધથી વ્યાકુળ બનીને પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખને(નાકને) ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા.
२८ तत्थ णं महं गं आघायणं पासंति, पासित्ता अट्ठियरासिसक्संकुलं भीमदरिसणिज्जं । एगं च तत्थ सूलाइयं पुरिसं कलुणाई कट्ठाई विस्सराइं कूवमाणं पासंति, भीया जाव संजायभया जेणेव से सूलाइपुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं सूलाइयं पुरिसं