________________
અધ્ય—૯ : માર્કદીય
૨૦૫
દક્ષિણ દિશાના વનખંડમાં એક મોટો સર્પ રહે છે. તે સર્પનું વિષ દુર્ધર હોવાથી તે ઉગ્રવિષવાળો, તેનું વિષ શીઘ્ર ફેલાતું હોવાથી ચંડવિષવાળો, હજારો મનુષ્યોનો ઘાતક હોવાથી ઘોર વિષવાળો અને જંબૂઢીપ પ્રમાણે વિષને શરીરમાં ફેલાવામાં સમર્થ હોવાથી મહાવિષવાળો, અતિ મોટા શરીરવાળો; આ રીતે શ્રી ભગવતી સૂત્રના પંદરમા તેજ–નિસર્ગ શતક પ્રમાણે સર્પનું વર્ણન જાણવું યાવત્ (તે સર્પ કાજલ, ભેંસ અને કસોટી પથ્થર સમાન કાળો છે. નેત્રના વિષથી અને ક્રોધથી પરિપૂર્ણછે. તેની આભા કાજલના ઢગલાની સમાન કાળી છે. તેની આંખો લાલ રહે છે. પૃથ્વીરૂપી સ્ત્રીની વેણીના સમાન(કાળો ચમકદાર અને પૃષ્ઠ ભાગમાં સ્થિત) છે. તે સર્પ ઉત્કટ—અન્ય બળવાન દ્વારા પણ રોકી ન શકાય તેવો, ફ્રૂટ–પ્રયત્ન-કૃત હોવાના કારણે પ્રગટ, કુટિલ–વક્ર, જટિલ, કર્કશ–કઠોર અને વિકટવિસ્તાર વાળી ફેણ ફેલાવવામાં દક્ષ છે. જેમ લુહારની ભઠ્ઠીમાં નાખવામાં આવતું લોઢું 'ધમ ધમ' શબ્દ કરે છે તેમ તે સર્પ પણ તેવો જ 'ધમ ધમ' શબ્દ કરતો રહે છે. તેના પ્રચંડ અને તીવ્ર રોષને કોઈ રોકી શકતું નથી. કૂતરીનાં ભસવા સમાન શીવ્રતા અને ચપલતાથી તે ધમ ધમ શબ્દ કરતો રહે છે.) તેની દષ્ટિમાં વિષ છે અર્થાત્ તે જેના તરફ જુએ તેને વિષની અસર થાય છે. તેથી ક્યારેય તમારે ત્યાં જવું નહિ. અન્યથા તમારા શરીરનો વિનાશ થઈ જાશે. | २२ ते माकंदियदारए दोच्चं पि तच्चं पि एवं वदइ, वदित्ता वेडव्वियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता ताए उक्किट्ठाए जावदेवगईए लवणसमुद्दं तिसत्तखुत्तो अणुपरियट्टेउ पयत्ता यावि होत्था ।
ભાવાર્થ :- રત્નદ્વીપની દેવીએ આ વાત બે-ત્રણવાર તે માકંદીપુત્રોને કહી. ત્યાર પછી તે દેવી વૈક્રિય સમુદ્દાત કરીને ઉત્કૃષ્ટ–ઉતાવળી યાવત્ દેવગતિથી એકવીસ વખત લવણ સમુદ્રમાં ચક્કર લગાવવામાં પ્રવૃત્ત થઈ ગઈ.
માર્કદી પુત્રોનું વનખંડમાં ભ્રમણ :
|२३ त णं ते माकंदियदारया तओ मुहुत्तंतरस्स पासायवर्डिसए सई वा रई वा धिरं वा अलभमाणा अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! रयणद्दीवदेवया अम्हे एवं वयासी- एवं खलु अहं सक्कवयणसंदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा जाव मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंड गमित्त, अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव पुरच्छिमिल्ले वणसंडे तेणेव उवागच्छित्ता तत्थ णं वावीसु य जाव आलीघरएसु य अभिरममाणा - अभिरममाणा विहरंति । ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદી પુત્રોને એક મુહૂર્તમાં જ તે ઉત્તમ મહેલમાં સુખરૂપ સ્મૃતિ, મન પ્રસન્નતારૂપ રતિ અને ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ, પ્રાપ્ત ન થતા એક બીજાને આ રીતે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને આ પ્રમાણે કહ્યું છે કે શક્રેન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે મને આ કાર્ય સોંપ્યું છે યાવત્ દક્ષિણદિશાના વનખંડમાં જવું નહીં, કારણ કે ત્યાં તમારા શરીરનો વિનાશ થઈ ન જાય. તો હે દેવાનુપ્રિય ! આપણે પૂર્વદિશાના વનખંડમાં જઈએ. બન્ને ભાઈઓએ પરસ્પરના આ વિચારનો સ્વીકાર કરીને પૂર્વદિશાના વનખંડમાં આવ્યા, તે વનની અંદર વાવડી આદિમાં ક્રીડા કરતાં-કરતાં વલ્લીમંડપ આદિમાં વિચરવા લાગ્યા.