________________
૨૬૪
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
નામના લાલ રંગના કીડા ઉત્પન્ન થાય છે. તે પર્વત ઈન્દ્રગોપ રૂપી મણિઓથી વિવિધ વર્ણવાળો છે. તે દેડકાના સમૂહ રૂપ ઝરણાઓથી શબ્દાયમાન છે, જે વૃક્ષો ઉપર મયૂરો બેઠા છે તે વૃક્ષો જ વર્ષારૂપ પર્વતના શિખરો છે.//રો.
જો તમે ત્યાં પણ કંટાળી જાઓ, મનોરંજનની ઇચ્છા થાય કે ક્રીડા કરવાની અભિલાષા જાગે, તો તમે ઉત્તરદિશાના વનખંડમાં જજો. ત્યાં શરદ અને હેમંત, આ બે ઋતુઓ હંમેશાં સ્વાધીન–વિદ્યમાન હોય છે. હે દેવાનુપ્રિયો! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવતુ ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવતુ ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો.
ઉત્તર દિશાના વનખંડમાં શરદ ઋતુરૂપી ગોપતિ–વૃષભ હંમેશાં વિચરતો રહે છે. શણ અને સદ્ધચ્છદ વૃક્ષોના ફૂલ તેની ખાંધ છે, નીલવર્ણ ઉત્પલ, પદ્મ અને નલિન તેના શીંગડા છે, સારસ અને ચક્રવાક પક્ષીઓનું કુંજન જ તેનો ઘોષ છે.//all ત્યાં હેમંત ઋતુરૂપી ચંદ્ર હંમેશાં પ્રકાશતો રહે છે. શ્વેત કુંદના સફેદ ફૂલો જ તેની જ્યોત્સના-ચાંદની છે. વિકસિત લોધવન જ તેનું મંડલતલ(બિંબ) છે, ઝાકળ અને ઠારની ધારા જ તેના પુષ્ટ કિરણો છે.ll૪ll
જો તમે ત્યાંથી પણ કંટાળી જાઓ યાવત ક્રીડા માટે અભિલાષા જાગે તો તમે પશ્ચિમદિશાના વનખંડમાં જજો. ત્યાં વસંત અને ગ્રીષ્મ આ બે ઋતુઓ સદા વિદ્યમાન હોય છે. હે દેવાનુપ્રિયો ! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવતુ ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવતું ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો.
પશ્ચિમ દિશાના વનખંડમાં વસંતઋતુ રૂપીરાજા સદા વિચરણ કરે છે, આંબાની મંજરીઓ તેના મનોહર હારો છે, કિંશુક (પલાશ), કણેર અને અશોકના પુષ્પો તેના મુકુટ છે, ઊંચા-ઊંચા તિલક અને બકુલ વૃક્ષોના પુષ્પો તેના છત્ર છે. //પ ગ્રીષ્મ ઋતુરૂપી સાગર સદા લહેરાતો રહે છે. પાટલ અને શિરીષના ફલો તેનું પાણી છે, મલ્લિકા અને વાસંતિકી લતાઓ તેના કિનારા છે, શીતલ અને સુરક્ષિત પવન મગરોનું સંચરણ છે. la] २१ जइ णं तुब्भे देवाणुप्पिया! तत्थ वि उव्विग्गा उस्सुया भवेज्जाह, तओ तुब्भे जेणेवपासायवडिसए तेणेव उवागच्छेज्जाह, ममंपडिवालेमाणा पडिवालेमाणा चिट्ठज्जाह, मा णं तुब्भे दक्खिणिल्लं वणसंडं गच्छेज्जाह ।
तत्थ णं महं एगे उग्गविसे चंडविसे घोरविसे महाविसे अइकाय-महाकाए, एवं जहा तेयणिसग्गे जाव (मसिमहिसामूसाकालए नयणविसारोसपुण्णे अंजणपुंजनियरप्पगासे रत्तच्छे जमलजुयलचंचलचलंतजीहे धरणियलवेणिभूए उक्कडफुडकुडिल जडिलाकक्खङ वियडफडाडोवकरणदच्छे लोहागारधम्ममाणधमधर्मेतघोसे अणागलियचंडतिव्वरोसे समूहि तुरिय चवलं धमघमंत)दिट्ठीविसे सप्पे य परिवसइ । मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । ભાવાર્થ:- હે દેવાનુપ્રિયો! જો ત્યાં પણ તમને ગમે નહીં, ક્રીડા માટે ઉત્સુક બની જાઓ તો તમે આ ઉત્તમ પ્રાસાદમાં આવતા રહેજો. અહીં રહીને મારી રાહ જોજો પણ દક્ષિણ દિશાના વનખંડ તરફ જતાં નહીં.