________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
संजायभया करयल जाव एवं वयासी - जं णं देवाणुप्पिया वइस्ससि तस्स आणा-उववायवयण- णिसे चिट्ठिस्सामो ।
૨૨
ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદીપુત્રો રત્નદ્વીપની દેવી પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ભયભીત થઈ ગયા. તેઓએ હાથ જોડી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જે કહેશો, તે તમારી આજ્ઞા, સેવા, અને આદેશ પ્રમાણે અમો કાર્ય કરવા તત્પર રહેશું અર્થાત્ આપના સર્વ આદેશોનું પાલન કરશું. | १७ तणं सा रयणद्दीवदेवया ते माकंदियदारए गेण्हइ, जेणेव पासायवर्डेसए तेणेव उवागच्छइ, उवागच्छित्ता असुभपुग्गलावहारं करेइ, करिता सुभपोग्गलपक्खेवं करेइ, तओ पच्छा तेहिं सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरइ । कल्लाकल्लि च अमयफलाई उवणे ।
ભાવાર્થ :- ત્યાર પછી રત્નદ્વીપની દેવી તે માર્કદીય પુત્રોને સાથે લઈને, પોતાના ઉત્તમ મહેલમાં આવી. તે બંનેના અશુભ પુદ્ગલોને દૂર કર્યા અને શુભ પુદ્ગલોનું પ્રક્ષેપણ કર્યું. પછી તેમની સાથે વિપુલ કામભોગોનું સેવન કરતી રહેવા લાગી. પ્રતિદિન તેઓને અમૃત જેવા મધુર ફળ આપવા લાગી.
| १८ तणं सा रयणीवदेवया सक्कवयण-संदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा लवणसमुद्दे तिसत्तखुत्तो अणुपरियट्टियव्वे त्ति जं किंचि तत्थ तणं वा पत्तं वा कटुं वा कयवरं वा असुइं पूइयं दुरभिगंधमचोक्खं, तं सव्वं आहुणिय- आहुणिय तिसत्तखुत्तो एगंते एडेयव्वं ति कट्टु णिउत्ता ।
ભાવાર્થ: :– ત્યાર પછી શક્રેન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવે રત્નદ્વીપની દેવીને કહ્યું કે તમે આ લવણ સમુદ્રમાં એકવીસ વખત ચક્કર મારો. એકવીસ વખત ફરતાં-ફરતાં તેમાં જે ઘાસ, પાંદડા, કાષ્ઠ, કચરો, અશુચિ, સડી ગયેલી વસ્તુઓ અને દુર્ગંધી વસ્તુઓ હોય, તેને ઉપાડીને નિર્જન સ્થાને ફેંકી દો અર્થાત્ લવણ સમુદ્રને ૨૧ વાર સાફ કરો; આ પ્રમાણે કહીને રત્નદ્વીપ દેવીને સમુદ્રની સફાઈમાં નિયુક્ત કરી.
દેવી દ્વારા માર્કદી પુત્રોને સૂચના :
१९ तणं सा रयणद्दीवदेवया ते माकंदिय दारए एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! सक्कवयणसंदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा तं चेव जाव णिउत्ता । तं जाव अहं देवाणुप्पिया ! लवणसमुद्दे जाव एडेमि ताव तुब्भे इहेव पासायवडिसए सुहंसुहेणं अभिरममाणा चिट्ठह । जइ णं तुब्भे एयंसी अंतरंसि उव्विग्गा वा, उस्सुया वा, उप्पुया वा भवेज्जाह तो णं तुब्भे पुरच्छिमिल्लं वणसंडं गच्छेज्जाह । ભાવાર્થ:- ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદીપુત્રોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! શક્રેન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત નામના લવણ સમુદ્રના અધિપતિ દેવે યાવત્ મને સમુદ્રની સફાઈ માટે નિયુક્ત કરી છે. તો હે દેવાનુપ્રિયો ! હું લવણ સમુદ્રમાંથી કચરા આદિ દૂર કરવા જાઉં છું, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે આ ઉત્તમ પ્રાસાદમાં સુખપૂર્વક આનંદ-પ્રમોદ કરતાં રહેજો. અહીં રહેતાં તમે કંટાળી જાઓ, મનોરંજનની ઇચ્છા થાય કે ક્રીડા કરવાની અભિલાષા જાગે તો પૂર્વદિશાના વનખંડમાં જજો.