________________
| અધ્ય—૯ માર્કદીય
[ ૨૪૧ ]
णिसीयंति, णिसीइत्ता आसत्था वीसत्था सुहासणवरगया चंपाणयरिं अम्मापिउआपुच्छणं च लवणसमुद्दोत्तारं च कालिय वायसमुत्थणं च पोयवहणविवत्तिं च फलयखंडस्सासायणं च रयणदीवुत्तारं च अणुचिंतेमाणा अणुचिंतेमाणा ओहयमणसंकप्पा जाव झियाएंति । ભાવાર્થ :- ત્યાર પછી બન્ને માકંદીપુત્રો પાટિયાના સહારે તરતા-તરતાં રત્નદ્વીપ સમીપે આવી પહોંચ્યા. ત્યાર પછી તે માકંદી પુત્રોએ સ્થાન (કિનારો) જોતા હાશ અનુભવી. મુહૂર્ત માત્રમાં આશ્વસ્ત બનીને તેઓએ પાટિયાને છોડી દીધું અને રત્નદ્વીપમાં ઉતર્યા. રત્નદ્વીપમાં પહોંચીને ફળોની શોધ કરી અને ફળો આરોગ્યા. ત્યાર પછી નાળિયેરની શોધ કરી, નાળીયેર ગ્રહણ કરીને, વધેરીને તેના તેલથી બન્નેએ પરસ્પર એક-બીજાના શરીરને માલિશ કર્યું. માલિશ કર્યા પછી વાવડીમાં ઉતરી, સ્નાન કરી, બહાર નીકળીને, એક પૃથ્વીશિલા ઉપર(વિપત્તિથી મુક્ત થવાથી) રાહતનો શ્વાસ લઈ વિશ્રામપૂર્વક શ્રેષ્ઠ સુખાસને બેસીને ચંપાનગરી, માતા-પિતા પાસેથી યાત્રાની હા પડાવવી, લવણ સમુદ્રમાં પ્રવેશવું તોફાની પવન યુક્ત વાવાઝોડાનું ત્રાટકવું, વહાણનું ભાંગી જવું અને ડૂબી જવું, પાટિયાનું મળવું અને રત્નદ્વીપમાં આવવું, વગેરે અતીત ઘટનાઓનો વારંવાર વિચાર કરતાં પોતાના મનોરથની નિષ્ફળતા જોતા આર્તધ્યાનમાં, ચિંતામાં ડૂબી ગયા. १५ तए णं सा रयणद्दीवदेवया ते माकंदियदारए ओहिणा आभोएइ, असिफलगवग्गहत्था सत्तटुतालप्पमाणं उड्डे वेहासं उप्पयइ, उप्पइत्ता ताए उक्किट्ठाए जावदेवगईए वीइवयमाणी वीइवयमाणी जेणेव माकंदियदारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता आसुरुत्ता माकंदियदारए खस्फरुस-णिठुस्वयणेहिं एवं वयासी__हंभो माकंदियदारया ! अप्पत्थियपत्थिया ! जइणंतुब्भेमए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा विहरह, तो भे अत्थिजीवियं । अहण्णं तुम्भेमए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा णो विहरह. तो भे इमेणं णीलप्पलगवलगलियअयसिकसमप्पगासेणं खरधारेण असिणा रत्तगंडमंसुयाइं माउयाहिं उवसोहियाइं तालफलाणि व सीसाइं एगंते एडेमि।। ભાવાર્થ :- ત્યાર પછી તે રત્નદ્વીપ દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા, જોતાવેંત હાથમાં ઢાલ અને તલવાર લઈને(તે દેવી), સાત-આઠ તાડ વૃક્ષ પ્રમાણ ઊંચે આકાશમાં ઉપર ઊડીને(સાત-આઠ તાડ જેટલી ઊંચાઈએ પહોંચીને) ઉત્કૃષ્ટ દેવગતિથી ચાલતી ચાલતી માર્કદીય પુત્રો પાસે આવી. ક્રોધથી રાતી-પીળી થતી, કર્કશ-કઠોર-રૂક્ષ વચનોથી માકંદીપુત્રોને આ પ્રમાણે કહેવા લાગી.
ઓ માકંદીપુત્રો ! અપ્રાર્થિત(મોત)ની ઇચ્છા કરનારા, જો તમે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા રહેશો તો તમારું જીવન છે અર્થાત્ તો તમે જીવતા રહેશો અને જો તમે મારી સાથે વિપુલ કામભોગ નહીં ભોગવો તો આ નીલકમલ, ભેંસના શીંગડા, નીલ દ્રવ્યની ગોળી અને અળસીના ફૂલની સમાન કાળી અને છરાના ધારની સમાન તીક્ષ્ણ તલવારથી તમારા બંનેના આ મસ્તક કે જે લાલ-લાલ ગાલ, કાળી દાઢી, મૂંછ અને માતા દ્વારા ઓળાયેલા વાળથી શોભી રહ્યા છે, તેને તાડફળની જેમ કાપીને તમને નિર્જન સ્થાનમાં ફેંકી દઈશ. રત્નદ્વીપની દેવી સાથે સુખોપભોગ - १६ तए णं ते माकंदियदारगा रयणदीवदेवयाए अंतिए एयमढे सोच्चा णिसम्म भीया