________________
| અધ્ય—૯ઃ માર્કદીય
[ ૨૫૯]
मोडियज्झयदंडा वलयसयखंडिया करकरस्स तत्थेव विद्दवं उवगया । तए णं तीए णावाए भिज्जमाणीए ते बहवे पुरिसा विउलपणियभंडमायाए अंतोजलंम्मिणिमज्जाविया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી તે નાવ(જહાજ-વહાણ) વાવાઝોડા ના કારણે હાલક-ડોલક થતી, વારંવાર ચલિત થતી, અથડાતી-પછડાતી, પાણીના તીવ્ર વેગના કારણે ઘુમરીઓ લેતી, હાથની થપાટ ખાઈને ધરતીપર પછડાતા દડાની જેમ તે નાવ ઉપર-નીચે પછડાવા લાગી.
પિચ્ચીતલથી ઉપર ઉઠતી વિધાસિત વિધાધર કન્યાની જેમ મોજા સાથે ઊંચી ઉછળવા લાગી, આકાશમાંથી નીચે પટકાતી વિધાભ્રષ્ટ વિધાધર કન્યાની જેમ નીચે પછડાવા લાગી, ગરુડના તીવ્રવેગથી ત્રાસ પામીને નાસભાગ કરતી નાગકન્યાની જેમ(સુકાન હાથમાં ન રહેવાથી) ઘડીક એક દિશામાં તો ઘડીક બીજી દિશામાં ગોળાવા લાગી, મનુષ્યોના ઘોઘાટથી ભડકીને તબેલામાંથી બંધન તોડી ઉછળતી-કુદતી ઘોડીની વછેરીની જેમ ચારેબાજુ ઉછળવા લાગી, વડીલો દુરાચાર જાણી લે ત્યારે લજજાથી નીચું જોઈ જતી કળકન્યાની જેમ તે પાણીમાં નમવા લાગી, હજારો મોજાઓના પ્રહારના કારણે થરથર ધ્રુજતી હોય તેમ તે ઘુમરીઓ ખાવા લાગી, બંધન-દોરી કપાઈ જવાથી આકાશમાંથી નીચે પડતી વસ્તુની જેમ ઉપરથી નીચે પટકાવા લાગી, પતિના મૃત્યથી રડતી નવવધુની જેમ પાણીથી ભીના થયેલા તે વહાણની સંધીઓ દ્વારા અશ્રુધારા (પાણીની ધારા) વહાવવા લાગી, શત્રુ બની ગયેલા અન્ય રાજાઓ દ્વારા ઘેરાઈ જવાથી ભયત્રસ્ત બની વિલાપ કરતી મહાનગરીની જેમ(નગરીના લોકો હાયવોય કરતાં વિલાપ કરે તેમ) તે વિલાપ કરવા લાગી અર્થાત્ નાવના લોકો ભયથી હાયકાર કરવા લાગ્યા, કપટ ધ્યાન(કપટ કરી થોડીવાર ધ્યાનમાં સ્થિર થવું) કરતી યોગ પરિત્રાજિકાની જેમ તે ધ્યાન કરતી હોય તેમ વચ્ચે વચ્ચે થોડીવાર સ્થિર બની પુનઃ અસ્થિર બની જવા લાગી. મહા અટવીને પાર કરતા લથડિયા ખાતી, નિસાસા નાખતી વૃદ્ધ માતાની જેમ લડથડિયા લેવા લાગી, તપશ્ચર્યાના ફળ સ્વરૂપે પ્રાપ્ત દેવલોકના ભોગ ક્ષીણ થઈ જાય તેવા ચ્યવન સમયે શોક કરતી દેવીની જેમ તે શોક કરવા લાગી અથત ચંચળ બની ગઈ, અથડાતી-કુટાતી તે નાવના લાકડા અને કુબેર–મુખ(આગળના ભાગ) ના ચૂરેચૂરા થઈ ગયા, તેનો આધાર સ્તંભ તૂટી ગયો અને હજારો માણસોના આધારભૂત ઉપરનો ભાગ પણ તૂટવા લાગ્યો. શુળી પર ચડાવવામાં આવેલા માણસની જેમ તેનું પરિમાંસ નામન કાષ્ટ વિશેષ ત્રાસ થઈ ગયું, એકબીજા સાથે જોડાયેલા તેના પાટિયાઓ તડતડ તૂટવા લાગ્યા, સાંધાઓ ખૂલવા લાગ્યા અને ખીલાઓ બહાર નીકળી ગયા, તેના બધા અંગો છુટા પડી ગયા, બાંધેલા દોરડા ગળી ગયા, સર્વ અવયવો નાશ પામ્યા, તે નાવ કાચા કોડિયાની જેમ ઓગળી ગઈ પાયકાર્ય કર્યું નથી તેવા મનુષ્યના મનોરથની જેમ નિષ્ફળ બની ગઈ આફતનો સામનો કેમ કરીશ, તેવી ચિંતાથી તે ભારે થઈ ગઈ અર્થાતું પાણી ભરાઈ જવાથી ભારે થઈ પાણીમાં બેસી ગઈ હાયવોય અને વિલાપ કરતાં નાવના કર્ણધારો. નાવિકો, વેપારીઓ, નોકર-ચાકરોથી જાણે તે નાવ વિલાપ કરતી હોય તેવી દેખાવા લાગી.]
| વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી, રૂદન-આજંદ અને વિલાપ કરતાં સેંકડો માણસોથી યુક્ત તે નાવ પાણીની અંદર રહેલા પર્વતના શિખર સાથે અથડાવાથી તેના કૂપ સ્તંભ, તોરણો, ધ્વજાઓ અને લાંબાલાંબા કાષ્ઠો તૂટી ગયા અને કડાકા સાથે તે નાવ પાણીમાં ડૂબી ગઈ. તે નાવ સાથે ઘણા લોકો તથા વિપુલ પ્રમાણમાં રત્નો, ભાંડાદિ માલસામાન પણ પાણીમાં ગરક થઈ ગયા.