________________
અધ્ય—૯ : માર્કદીય
૨૫૭
ભાવાર્થ:- તે બન્ને માકંદીપુત્રોએ એકવાર સાથે મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે–
આપણે જહાજ દ્વારા અગિયાર વખત લવણ સમુદ્રનું અવગાહન કર્યું છે. દરેક વખતે ઘણું ધન કમાયા છીએ, કરવા યોગ્ય કાર્ય સંપન્ન કરીને વિઘ્ન વિના જ યથા સમયે પોતાના ઘેર પાછા આવી ગયા છીએ. તો હે દેવાનુપ્રિય ! બારમી વાર પણ જહાજ દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરવું અર્થાત્ એક ખેપ કરવી તે આપણા માટે શ્રેયકારી બનશે. આ પ્રમાણે વિચાર કરીને, તેઓ એક બીજાની વાતમાં સંમત થઈ, બારમી ખેપનો નિશ્ચય કરીને માતા-પિતા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે માતા-પિતા ! અમે અગિયાર વખત લવણ સમુદ્રની યાત્રા કરી લીધી છે અને યાવત્ ઘેર પાછા ફર્યા છીએ. તો હવે ફરી આપની અનુમતિ પ્રાપ્ત કરીને અમે બારમી વખત લવણ સમુદ્રની યાત્રા કરવા ઇચ્છીએ છીએ.
1
५ तए णं ते माकंदियदारए अम्मापियरो एवं वयासी - इमे भे जाया ! अज्जग जाव परिभाएउं । तं अणुहोह ताव जाया ! विउले माणुस्सए इड्डीसक्कारसमुदए । किं भेसपच्चवाए णं णिरालंबणेणं लवणसमुद्दोत्तारेणं ? एवं खलु पुत्ता ! दुवालसमी जत्ता सोवसग्गा यावि भवइ । तं माणं तुब्भे दुवे पुत्ता ! दुवालसमं पि लवणसमुद्दे पोयवहणेणं ओगाहेह । मा हु तुब्भं सरीरस्स वावत्ती भविस्स ।
ભાવાર્થ :- ત્યારે માતા-પિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું– હે પુત્રો ! તમારી પાસે બાપ દાદા આદિ પાસેથી પ્રાપ્ત ઘણી સંપત્તિ છે જે દાનમાં આપવા, ભોગવવા અને વહેંચવા માટે પર્યાપ્ત છે. તેથી હે પુત્રો ! મનુષ્યસંબંધી વિપુલ ઋદ્ધિ અને સત્કારના સમુદાયવાળા સુખોને ભોગવો. વિઘ્ન બાધાઓથી યુક્ત અને રક્ષા ન મેળવી શકાય એવા નિરાધાર લવણ સમુદ્રમાં શા માટે ખેપ કરવી છે ? તેમજ હે પુત્રો ! બારમી વખતની યાત્રા સોપસર્ગ(કષ્ટકારી) પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બન્ને બારમી વખત લવણસમુદ્રમાં પ્રવેશ ન કરો, જેથી તમારા શરીરનો વિનાશ(પીડા) ન થાય.
६ तए णं माकंदियदारगा अम्मापियरो दोच्चंपि तच्वंपि एवं वयासी एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारा लवणसमुद्दे ओगाढा जाव ओगाहित्तए ।
-
ભાવાર્થ :- ત્યાર પછી માકંદીપુત્રોએ માત-પિતાને બીજીવાર અને ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું– હે માતા-પિતા! અમે અગિયાર વખત લવણ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે યાવત્ બારમી વખત પ્રવેશ કરવાની અમારી ઇચ્છા છે.
७
| तए णं माकंदीयदारए अम्मापियरो जाहे णो संचाएंति बहूहिं आघवणाहि य पण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा, ताहे अकामा चेव एयमट्टं अणुजाणित्था । ભાવાર્થ:- ત્યાર પછી માતા-પિતા માકંદીપુત્રોને સામાન્ય અને વિશેષ કથનથી સમજાવવામાં સમર્થ ન થયા(તેમના નિશ્ચયને ફેરવી શક્યા નહીં), ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેઓએ સમુદ્રની યાત્રા માટે અનુમતિ આપી.
८ तए णं ते माकंदियदारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं चमेज्जं