________________
| અધ્ય–૯: અધ્યયન સાર
,
[ ૨૫૫]
નવમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
. .
. .
પ્રસ્તુત અધ્યયનનું નામ માર્કદીય છે. તેમાં માર્કદીય સાર્થવાહના બે પુત્રોની ઘટિત ઘટનાનું વિસ્તૃત વર્ણન છે. તેમની મુખ્યતાએ આ અધ્યયનનું નામ “માર્કદીય” છે.
ચંપાનગરીમાં માર્કદી સાર્થવાહ અને ભદ્રા નામની પત્નીના પુત્રો જિનપાલિત, જિનરક્ષિતે અગિયાર વાર દરિયો ખેડી વિપુલ પ્રમાણમાં ધન કમાણી કરી હતી. માતા-પિતાની ઇચ્છા ન હોવા છતાં આગ્રહપૂર્વક આજ્ઞા મેળવી બંને ભાઈઓ બારમીવાર દરિયાની ખેપે ઉપડયા. રસ્તામાં દરિયાઈ તોફાનમાં જહાજ ભાંગી ગયું અને પાટિયાના સહારે બંને ભાઈઓ રત્નદ્વીપ પર પહોંચ્યા અને રયણાદેવી નામની રત્નદ્વીપની દેવી દ્વારા અપાયેલી મૃત્યુની ધમકીથી બંને ભાઈઓ તેને વશ થઈને તેની સાથે સુખો ભોગવતાં ત્યાં રહેવા લાગ્યા.
એકવાર રત્નદ્વીપની દેવીને ઇન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રની સફાઈ માટે નિયુક્ત કરવામાં આવી. બંને ભાઈઓને મહેલમાં ન ગમે તો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશાના ઉદ્યાનમાં ફરવા જવાની અને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં ન જવાની સૂચના આપીને તેણી સફાઈ કાર્ય કરવા ગઈ.
રત્નાદેવીના ગયા પછી તેઓ ક્રમશઃ પૂર્વાદિ દિશાના અને અંતે દક્ષિણ દિશાના ઉધાનમાં પણ પહોંચી ગયા. ત્યાં શુળી પર ચડાવેલા એક માણસને જોઈને બંને ભાઈઓ ભયભીત થયા. રત્નાદેવીના હાથમાંથી છૂટવા તે પુરુષે બતાવેલા ઉપાયને સ્વીકારી બંને ભાઈઓએ શૈલક યક્ષની આરાધના કરી. અશ્વરૂપધારી યક્ષની પીઠ ઉપર બેસી તેઓ લવણ સમુદ્ર પાર કરવા લાગ્યા. રત્નાદેવી કાર્ય પૂર્ણ કરીને આવી અને અવધિજ્ઞાનથી બંને ભાઈને જતાં જોઈને તેની પાછળ આવી પહોંચી અને મોહપૂર્ણ હાવ ભાવોથી બંને ભાઈઓને રીઝવવા લાગી. જિનરક્ષિતના પરિણામોમાં મોહ ભાવ આવતાં યક્ષે પોતાની શરત પ્રમાણે તેને પીઠ ઉપરથી સરકાવી દીધો અને રત્નાદેવીએ તેના ટુકડે-ટુકડા કરી નાંખ્યા.
જિનપાલ દઢ રહ્યો, તેણે રત્નાદેવી સામે જોયું જ નહીં, તેથી યક્ષે તેને ચંપાનગરી (પોતાના નગરમાં) પહોંચાડી દીધો. કાલાંતરે જિનપાલ દીક્ષા લઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
આ દષ્ટાંતના માધ્યમે શાસ્ત્રકારે સમજાવ્યું છે કે જે પુરુષ પૂર્વે અનુભવેલા ઇન્દ્રિય વિષયો અને કામભોગોનું સ્મરણ કરી, સ્ત્રીના હાવ-ભાવોમાં લોભાય છે, તો તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે અને તે જિનરક્ષિતની સમાન દુઃખી થઈને સંસાર ભ્રમણ કરે છે.
જે સાધક પૂર્વે અનુભવિત ભોગો પ્રત્યે વિરક્ત રહીને, પોતાના સંયમ-તપમાં તલ્લીન રહે છે તે સાધક જિનપાલની સમાન અને પરમદયાળુ યક્ષ સમાન જિનેશ્વરદેવોની વાણીના અવલંબને, મોક્ષધામરૂપ આત્માના નિજ સ્થાનને મેળવીને પરમ સુખી થાય છે. માટે સાધકોએ પોતાના બ્રહ્મચર્યની વાડમાં સુરક્ષિત અને સ્થિર રહેવું જોઈએ.