________________
અધ્ય−૮ : મલ્લી
૨૫૧
परिणामेणं पसत्थेहिं अज्झवसाणेणं, पसत्थाहिं लेसाहिं विसुज्झमाणीहिं, तयावरणकम्मरय-विकरणकरं अपुव्वकरणं अणुपविट्ठस्स अणंते जाव केवलणाणदंसणे समुप्पण्णे । ભાવાર્થ :- મલ્લી અરહંતે જે દિવસે દીક્ષા અંગીકાર કરી, તે જ દિવસના ઉત્તરાર્ધ ભાગમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે, પૃથ્વીશિલાપટ્ટકની ઉપર બિરાજમાન હતા, તે સમયે શુદ્ધ પરિણામો અને પ્રશસ્ત અધ્યવસાય તેમજ પ્રશસ્ત લેશ્યાઓ અત્યંત વિશુદ્ધ થવાથી, તદાવરણ(ચાર ઘાતિ) કર્મોની રજને દૂર કરનારા અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાન)ને પ્રાપ્ત થયા. ત્યાર પછી ક્રમશઃ ચાર ઘાતિ કર્મોનો ક્ષય થતાં મલ્લી અરહંતને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થઈ.
| १७५ तेणं कालेणं तेणं समएणं सव्वदेवाणं आसणाइं चलंति, समोसढा, धम्मं सुर्णेति, अट्ठाहियमहिमा णंदीसरे, जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । कुंभ वि णिग्गच्छइ ।
ભાવાર્થ :– તે કાલે અને તે સમયે સર્વ દેવોના(ઇન્દ્રોના) આસન ચલાયમાન થયા, ત્યારે તે બધા દેવો ત્યાં આવ્યા, બધાએ ધર્મોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો અને પછી જે દિશામાંથી પ્રગટ થયા હતા તે જ દિશામાં પાછા ફર્યા. કુંભરાજા પણ વંદન કરવા માટે નીકળ્યા.
મલ્લી પ્રભુની શિષ્ય સંપદા :
| १७६ त णं ते जियसत्तुपामोक्खा छप्पिय रायाणो जेट्ठपुत्ते रज्जे ठावित्ता पुरिससहस्सवाहिणीयाओ सीयाओ दुरूढा समाणा सव्विड्डिए जेणेव मल्ली अरहा जाव पज्जुवासंति । ભાવાર્થ:- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છએ રાજાઓ પોત-પોતાના જયેષ્ઠ પુત્રોને રાજ્ય પર સ્થાપિત કરીને, સહસ્રવાહિની શિબિકાઓ પર આરૂઢ થઈને સમસ્ત ઋદ્ધિ સાથે મલ્લી અરિહંત સમીપે પહોંચીને યાવત્ તેમની ઉપાસના કરવા લાગ્યા.
| १७७ त णं मल्ली अरहा तीसे महइ महालियाए परिसाए कुंभगस्स रण्णो, तेसिं च जियसत्तुपामोक्खाणं छण्हं राईणं धम्मं कहेइ । परिसा जामेव दिसिं पाउब्भूआ तामेव दिसिं पडिगया । कुंभए समणोवासए जाए जाव पडिगए, पभावई य समणोवासिया जाया जाव पडिगया ।
ભાવાર્થ :- ત્યાર પછી મલ્લી અરિહંતે તે વિશાળ જનસમુદાયને, કુંભરાજાને અને જિતશત્રુ આદિ છએ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. કુંભરાજા શ્રમણોપાસક થયા, રાણી પ્રભાવતી શ્રમણોપાસિકા થઈ. તેઓ પણ પાછા ફર્યા.
-
१७८ तए णं जियसत्तुपामोक्खा छप्पिय रायाणो धम्मं सोच्चा णिसम्म एवं वयासीआलित्ते णं भत्ते जाव पव्वइया । चोद्दसपुव्विणो, अनंते केवले, सिद्धा ।
ભાવાર્થ :- ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આ સંસાર જરા અને મરણથી બળી રહ્યો છે, વગેરે કથન પૂર્વવત્ જાણવું યાવત્