________________
૨૫૦ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- જે સમયે મલ્લી અરહંતે ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્દોષ (શબ્દ-કોલાહલ)ને વાદ્યોના, ગીતોના તથા વાજિંત્રોના ધ્વનિને શક્રેન્દ્ર(પોતાના આદેશથી) બંધ કરાવી દીધો. તેથી ચારિત્ર ગ્રહણ કરતી વખતે પૂર્ણ નીરવતા વ્યાપી ગઈ.
જે સમયે મલ્લી અરહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, તે જ સમયે મલ્લી અરહંતને મનુષ્ય ધર્મથી ઉપરના અર્થાત્ સાધારણ અવ્રતી મનુષ્યોને નહીં થનારું એવું લોકોત્તર, મનુષ્ય સંબંધી ઉત્તમ મન:પર્યવજ્ઞાન (અઢીદ્વીપમાં સ્થિત સંજ્ઞી જીવોના મનના પર્યાયોને સાક્ષાત્ જાણનારું જ્ઞાન) ઉત્પન્ન થયું. १७१ मल्ली णं अरहा जे से हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोससुद्धे तस्स णं पोससुद्धस्स एक्कारसीपक्खेणंपुव्वण्हकालसमयंसि अट्ठमेणं भत्तेणं अपाणएणं, अस्सिणीहिं णक्खत्तेणं जोगमुवागएणं तिहिं इत्थीसएहिं अभितरियाए परिसाए, तिहिं पुरिससएहिं बाहिरियाए परिसाए सद्धिं मुंडे भवित्ता पव्वइए । ભાવાર્થ:- મલ્લી અરહંતે હેમંત ઋતુના બીજા મહિનામાં, ચોથા પખવાડીયે અર્થાત્ પોષમાસના સુદ (શુક્લ) પક્ષમાં અને તે પોષમાસના શુક્લ પક્ષની એકાદશીના પૂર્વાર્ધ ભાગના દિવસે નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને, અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે, આત્યંતર પરિષદની ત્રણસો સ્ત્રીઓ અને બાહ્ય પરિષદના ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી. १७२ मल्लि अरहं इमे अट्ठ णायकुमारा अणुपव्वइंसु, तं जहा
णंदे य णंदिमित्ते, सुमित्त बलमित्त भाणुमित्ते य ।
अमरवइ अमरसेणे, महसेणे चेव अट्ठमए ॥ ભાવાર્થ - મલ્લી અરહતે દીક્ષા ધારણ કરી ત્યારે તેમનું અનુસરણ કરીને આઠ જ્ઞાતકુમારો(રાજકુમારો) પણ તેમની સાથે દીક્ષિત થયા. તેના નામ આ પ્રમાણે છે
- (૧) નંદ (૨) નંદમિત્ર (૩) સુમિત્ર (૪) બલમિત્ર (૫) ભાનુમિત્ર (૬) અમરપતિ (૭) અમરસેન અને (૮) મહાસેન. १७३ तएणं भवणवझ्वाणमंतस्जोइसियवेमाणिया देवा मल्लिस्स अरहओ णिक्खमण महिमं करेंति, करित्ता जेणेवणंदीसरवरे दीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अट्ठाहियं महिमं करेंति, करित्ता जावपडिगया । ભાવાર્થ:- ત્યાર પછી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર નિકાયના દેવોએ મલ્લી અરહંતનો દીક્ષા મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ પર જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો યાવતુ પોત-પોતાના સ્થાન પર પાછા ફર્યા. મલ્લી પ્રભુને કેવળજ્ઞાન:१७४ तए णं मल्ली अरहा जं चेव दिवसं पव्वइए, तस्सेव दिवसस्स पच्छावरणहकालसमयसि असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहासणवरगयस्स सुभेण