________________
| अध्य-८ : मी
| २४९
તેને વહન કરી. II૧ ચલાયમાન ચંચળ કુંડલોને તથા પોતાની ઇચ્છા અનુસાર વિક્રિયાથી બનાવેલા આભરણોને ધારણ કરનારા દેવેન્દ્રો(જ્યોતિષી અને વૈમાનિક ઇન્દ્રો) અને દાનવેન્દ્રોએ(ભવનપતિ અને વ્યંતર) જિનેન્દ્રદેવની શિબિકા વહન કરી..રી. १६६ तए णं मल्लिस्स अरहओ मणोरमं सीयं दुरूढस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए एवं णिग्गमो जहा जमालिस्स। ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત જ્યારે મનોરમા શિબિકા પર આરૂઢ થયા, ત્યારે તેની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. ભગવતી સૂત્રમાં વર્ણિત જમાલિના મહાભિનિષ્ક્રમણની જેમ અહીં મલ્લી અરહંતના મહાભિનિષ્ક્રમણનું વર્ણન સમજી લેવું જોઈએ. १६७ तए णं मल्लिस्स अरहओ णिक्खममाणस्स अप्पेइगया देवा मिहिलं रायहाणिं अभित-बाहिरं आसियसंमज्जियसंमट्ठ-सुइरत्यंतरावणवीहियं करेंति जाव परिधावंति। ભાવાર્થ:- ત્યાર પછી મલ્લી અરહંત જ્યારે દીક્ષા ધારણ કરવા માટે નીકળ્યા ત્યારે કેટલાક દેવોએ મિથિલા રાજધાનીની અંદર અને બહાર પાણી છાંટયું, કચરો દૂર કરી સ્વચ્છ બનાવી યાવત્ દેવો મિથિલા રાજધાનીની ઉપર આકાશમાં નાચવા-કૂદવા લાગ્યા. १६८ तए णं मल्ली अरहा जेणेव सहस्संबवणे उज्जाणे, जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता आभरणालंकारं ओमुयइ । तए णं पभावई हंसलक्खणेणं पडसाडएणं आभरणालंकारे पडिच्छइ । ભાવાર્થઃ- ત્યાર પછી મલ્લી અરહંત સહસામ્રવન નામના ઉદ્યાનમાં, શ્રેષ્ઠ અશોક વૃક્ષ સમીપે આવીને શિબિકામાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સમસ્ત આભરણોને ઉતાર્યા. માતા પ્રભાવતી દેવીએ હંસના લક્ષણવાળા અર્થાતુ શ્વેત અને કોમળ વસ્ત્રમાં આભૂષણ, માળા અને અલંકાર ગ્રહણ કર્યા. १६९ तए णं मल्ली अरहा सयमेव पंचमुट्ठियं लोयं करेइ । तए णं सक्के देविंदे देवराया मल्लिस्स केसे पडिच्छइ, पडिच्छित्ता खीरोदगसमुद्दे पक्खिवइ ।
तए णं मल्ली अरहा णमोत्थुणं सिद्धाणं ति कटु सामाइयचरित्तं पडिवज्जइ । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લી અરહંત સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો. દેવેન્દ્ર દેવરાજ શકે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને તે કેશોને ક્ષીર સાગરમાં પ્રક્ષેપ કરી દીધા.
ત્યાર પછી મલ્લી અરહંતે “સિદ્ધોને નમસ્કાર હો” આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. १७० जं समयं च णं मल्ली अरहा सामाइय चरितं पडिवज्जइ, तं समयं च देवाण य मणुस्साण य णिग्घोसे तुरियणिणायगीयवाइयणिग्घोसे य सक्कस्स वयणसंदेसेणं णिलुक्के यावि होत्था ।
जं समयं च णं मल्ली अरहा सामाइयं चरित्तं पडिवण्णे तं समयं च णं मल्लिस्स अरहओ माणुसधम्माओ उत्तरिए मणपज्जवणाणे समुप्पण्णे ।