________________
| અધ્ય–૮: મલી
૨૪૭]
महत्थं महग्धं महरिहं विउलं तित्थयराभिसेयं उवट्ठवेह । जाव उवट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યું– શીધ્ર એક હજાર આઠ સુવર્ણ કળશ, એક હજાર આઠ રજત કળશ, તેટલા જ સુવર્ણરજતમય, મણિમય, સુવર્ણમણિમય, રજતમણિમય અને સુવર્ણ રજત મણિમય કળશ અને એક હજાર આઠ માટીના કળશ લાવો. અન્ય પણ મહાન અર્થ- વાળી, મહાન મૂલ્યવાળી, મહાન જનોને યોગ્ય, તીર્થકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સાંભળીને કર્મચારી પુરુષોએ અભિષેકની સમસ્ત સામગ્રી તૈયાર કરી. १५७ तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे जाव अच्चुयपज्जवसाणा आगया । ભાવાર્થ - તે કાલે અને તે સમયે અમર નામના અસુરેન્દ્રથી લઈને અશ્રુત સ્વર્ગ સુધીના બધા ઇન્દ્ર અર્થાત્ ચોસઠ ઇન્દ્ર ત્યાં આવ્યા. १५८ तएणं सक्के देविंदे देवराया आभिओगिए देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव अट्ठसहस्सं सोवण्णियाणं कलसाणं जाव अण्णं च तं विउलं उवट्ठवेह । जाव उवट्ठति । तेवि कलसा ते चेव कलसे अणुपविट्ठा । ભાવાર્થ:- ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- એક હજાર આઠ સુવર્ણ કળશ આદિ યાવતુ બીજી અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. આ સાંભળીને આભિયોગિક દેવોએ પણ બધી સામગ્રી ઉપસ્થિત કરી. દેવોના તે કળશો મનુષ્યોના કળશોમાંદૈવી શક્તિથી સમાઈ ગયા. (તેથી કુંભરાજાના કળશોની શોભા વધી ગઈ.) १५९ तए णं से सक्के देविदे देवराया कुंभराया यमल्लि अरहं सीहासणंसि पुरत्थाभिमुहं णिवेसेइ, अट्ठसहस्सेणं सोवण्णियाणं जाव अभिसिंचइ । तए णं मल्लिस्स भगवओ अभिसेए वट्टमाणे अप्पेगइया देवा मिहिलं च सब्भितरं बाहिरियं जाव सव्वओ समंता आधावंति परिधावंति । ભાવાર્થઃ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર અને કુંભ રાજાએ મળીને મલ્લી અરહંતને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસાડ્યા અને સુવર્ણ આદિના એક હજાર આઠ કળશોથી યાવત તેમનો અભિષેક કર્યો. મલ્લી ભગવાનનો અભિષેક થઈ રહ્યો હતો, તે સમયે કેટલાક દેવો હર્ષાતિરેકથી મિથિલા નગરીની અંદર અને બહાર લાવત્ સર્વ દિશાઓ-વિદિશાઓમાં હર્ષોલ્લાસથી દોડાદોડ કરવા લાગ્યા. १६० तएणं कुंभए राया दोच्चं पिउत्तरावक्कमणं सीहासणं रयावेइ जावसव्वालंकारविभूसियं करेइ, करित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवायुप्पिया ! मणोरमं सीयं उवट्ठवेह जाव ते वि उवट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી કંભરાજાએ બીજીવાર ઉત્તરદિશામાં સિંહાસન રખાવ્યું યાવતુ મલ્લી અરહંતને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભૂષિત કરીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– શીધ્ર મનોરમા નામની શિબિકા(તૈયાર કરીને) લાવો યાવતુ કર્મચારી પુરુષો મનોરમા શિબિકા તૈયાર કરીને લઈ આવ્યા.