________________
૨૪૬ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बुज्झाहि भयवं ! लोगणाहा ! पवत्तेहि धम्मतित्थं, जीवाणं हियसुहाणिस्सेयसकरं भविस्सइ त्ति कटु दोच्चं पि तच्चं पि एवं वयंति, वइत्ता मल्लि अरहं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી પ્રત્યેક લોકાંતિક દેવોના આસન ચલાયમાન થયા યાવતું આસન ચલિત થતા તેઓએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને મલ્લી અરહંતના પ્રવ્રજ્યાના સંકલ્પને જાણ્યો અને તેઓએ વિચાર કર્યો કે– દીક્ષા લેવાની ઇચ્છા કરનારા તીર્થકરોને સંબોધન કરવું(દીક્ષા ગ્રહણ કરો. તે પ્રમાણે વિનંતી કરવી), તે આપણો જીત વ્યવહાર છે. માટે આપણે જઈએ અને અરહંત મલ્લીને સંબોધન કરીએ; આવો વિચાર કરીને તેઓએ ઈશાન દિશામાં જઈને વૈક્રિય સમુદુઘાતથી વિક્રિયા કરી, સંખ્યાતા યોજનાનો દંડ કરીને, ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરીને, જjભકદેવોની જેમ મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં મલ્લી અરહંત સમીપે આવીને અંતરિક્ષમાં સ્થિત રહીને ઘૂઘરીઓના ઘમકારવાળા તથા પાંચવર્ણના શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરીને, બન્ને હાથ જોડીને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, અત્યંત મનોહર વાણીથી આ પ્રમાણે બોલ્યા
- “હે લોકનાનાથ ! હે ભગવનું ! બૂઝો–બોધ પામો ! ધર્મતીર્થનું પ્રવર્તન કરો. તે ધર્મતીર્થ જીવોને માટે હિતકારી, સુખકારી અને નિશ્રેયસ્કારી(મોક્ષકારી) થશે.” આ પ્રમાણે બીજીવાર અને ત્રીજીવાર પણ કહ્યું. ત્યાર પછી મલ્લી અરહંતને વંદના નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ફર્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોકાંતિક દેવોના જીતવ્યવહાર-પરંપરાગત વ્યવહારનું કથન છે. તીર્થકર તો સ્વયંબુદ્ધ જ હોય છે. અન્ય કોઈ વ્યક્તિના બોધની તેઓને આવશ્યકતા હોતી નથી. તેમ છતાં તીર્થકર પરમાત્મા વર્ષીદાન આપીને જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે લોકાંતિક દેવો “દીક્ષા ગ્રહણ કરો, તીર્થ પ્રવર્તાવો’ આ પ્રમાણે વિનંતી કરે છે. આ પ્રકારના પરંપરાનુગત વ્યવહારથી લોકાંતિક દેવો તીર્થકરોના સંયમમાર્ગની અનુમોદનાનો મહાન લાભ પ્રાપ્ત કરે છે અને તીર્થકરો પ્રતિ પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. તીર્થકર મલ્લી ભગવતીની દીક્ષા:१५५ तए णं मल्ली अरहा तेहिं लोगंतिएहिं देवेहिं संबोहिए समाणे जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता जाव पव्वइत्तए ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । ભાવાર્થ :- ત્યાર પછી લોકાંતિક દેવો દ્વારા સંબોધિત થયેલા મલ્લી અરહંત માતા-પિતાની પાસે આવ્યા, આવીને બન્ને હાથ જોડીને કહ્યું- હે માતા-પિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને, મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને, અણગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મારી ઈચ્છા છે.
ત્યારે માતા-પિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. १५६ तए णं कुंभए राया कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव अट्ठसहस्सं सोवण्णियाणं कलसाणं जाव अट्ठसहस्साणं भोमेज्जाणं कलसाणं, अण्णं च