________________
| २४२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१४४ तए णं जियसत्तुपामोक्खा छप्पि रायाणो कुंभएणं रण्णा विसज्जिया समाणा जेणेव साइं-साइं रज्जाई, जेणेव साइं-साइं णयराइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता सयाई-सयाई रज्जाई उवसंपज्जित्ताणं विहरति । ભાવાર્થ - ત્યાર પછી કુંભરાજા દ્વારા વિદાય કરાયેલા જિતશત્રુ આદિ રાજાઓ પોત-પોતાના રાજ્યમાં તેમજ નગરમાં આવ્યા અને પોત-પોતાના રાજ્યોનો ઉપભોગ કરતાં વિચરવા લાગ્યા. મલ્લીપ્રભુ દ્વારા સાંવત્સરિક દાન:१४५ तए णं मल्ली अरहा संवच्छरावसाणे णिक्खमिस्सामि त्ति मणं पहारेइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંતે પોતાના મનમાં એવી ધારણા કરી કે– એક વર્ષના અંતે હું દીક્ષા ગ્રહણ કરીશ. १४६ तेणं कालेणं तेणं समएणं सक्कस्स आसणं चलइ । तए णं सक्के देविंदे देवराया आसणं चलिय पासइ, पासित्ता ओहि पउजइ, पउजित्ता मल्लि अरह ओहिणा आभोएइ, आभोइत्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु जंबुद्दीवे दीवे भारहे वासे मिहिलाए रायहाणीए कुंभगस्स रण्णो धूया मल्ली अरहा णिक्खमिस्सामि त्ति मणं पहारेइ।
तंजीयमेयं तीयपच्चुप्पण्ण-मणागयाणं सक्काणं देविंदाणं देवरायाणं, अरहंताणं भगवंताणं णिक्खममाणाणं इमेयारूवं अत्थसंपयाणं दलित्तए । तं जहा
तिण्णेव य कोडिसया, अट्ठासीइं च होंति कोडीओ।
असिइं च सयसहस्सा, इंदा दलयंति अरहाणं ॥ एवं संपेहेइ, संपेहित्ता वेसमणं देवं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे जाव असीई च सयसहस्साई दलइत्तए, तं गच्छह णं देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे कुंभगस्स रण्णो भवणंसि इमेयारूवं अत्थसंपयाणं साहराहि, साहरित्ता खिप्पामेव मम एयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ - તે કાલે અને તે સમયે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થયું ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાના આસનને ચલાયમાન થતાં જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો– અવધિજ્ઞાનના પ્રયોગ દ્વારા તેણે મલ્લી અરહંતને જોયા. ત્યારે ઇન્દ્રને મનમાં એવો વિચાર આવ્યો કે જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાના પુત્રી મલ્લી અરહંત એક વર્ષ પછી દીક્ષા લઈશ એવો વિચાર કરી રહ્યાં છે.
અતીત, વર્તમાન અને ભવિષ્યકાલના દેવેન્દ્ર દેવરાજા શક્રનો આ પરંપરાગત આચાર છે કેતીર્થકર ભગવંત જ્યારે દીક્ષા અંગીકાર કરતા હોય ત્યારે તેમને(દાન દેવા માટે) આટલી અર્થ-સંપદા આપવી જોઈએ. તે આ પ્રમાણે છેअर्थ-त्रासो रोड (३९। सम४) अध्यासी शेऽ भने असा साप (3, ८८, ८0,00000) द्रव्य (सोनामडोरो) छन्द्र अरिहंतोन आपछे.