________________
| અધ્ય–૮: મલી
[ ૨૪૧ ]
સંસારના ભયથી (જન્મ-જરા-મરણથી) ઉદ્વિગ્ન થયેલી છું યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. તો તમે શું કરશો? કેવી રીતે રહેશો? આપની હાર્દિક ઇચ્છા અને સામર્થ્ય શું છે? १४१ तए णं जियसत्तुपामोक्खा छप्पि य रायाणो मल्लि अरहं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! संसारभयउव्विगा जाव पव्वयह, अम्हाणं देवाणुप्पिया ! के अण्णे आलंबणे वा आहारे वा पडिबंधे वा? जह चेव णं देवाणुप्पिया ! तुब्भे अम्हे इओ तच्चे भवग्गहणे बहुसु कज्जेसु य मेढी पमाणं जाव धम्मधुरा होत्था, तहा चेव णं देवाणुप्प्यिा ! इण्हि पि जाव भविस्सह। अम्हे वि यणंदेवाणुप्पिया ! संसारभयउव्विग्गा जाव भीया जम्ममरणाणं, देवाणुप्पियाणं सद्धिं मुंडा भवित्ता जाव पव्वयामो । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ આદિજીએ રાજાઓએ મલ્લી અરહંતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! જો આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવત દીક્ષા ગ્રહણ કરો છો, તો હે દેવાનુપ્રિયે ! અમારા માટે અન્ય કોણ આલંબન, આધાર કે પ્રતિબંધરૂપ છે? હે દેવાનુપ્રિયે! જેમ આપ આ ભવથી પૂર્વના ત્રીજાભવમાં ઘણા કાર્યોમાં અમારા માટે મેઢીભૂત, પ્રમાણભૂત અને ધર્મની ધુરા રૂપ હતા. તે જ રીતે હે દેવાનુપ્રિયે ! અત્યારે(આ ભવમાં) પણ થાઓ. હે દેવાનુપ્રિયે! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છીએ પાવત જન્મ મરણથી ભયભીત છીએ. તેથી આપ દેવાનુપ્રિયાની સાથે જ મુંડિત થઈને યાવત્ પ્રવ્રજિત થશું. १४२ तए णं मल्ली अरहा ते जियसत्तुपामोक्खे छप्पिरायाणो एवं वयासी-जंणं तुब्भे संसारभउव्विगा जाव मए सद्धिं पव्वयह, तं गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सएहिंसएहिं रज्जेहिं जेट्टे पुत्ते रज्जे ठावेह, ठावेत्ता पुरिसहस्सवाहिणीओ सीयाओ दुरुहह, दुरूढा समाणा मम अंतियं पाउब्भवह । तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो मल्लिस्स अरहओ एयमटुं पडिसुर्णेति । ભાવાર્થ:- ત્યાર પછી અરહંત મલ્લીએ તે જિતશત્રુ આદિ છએ રાજાઓને કહ્યું– જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો યાવત મારી સાથે દીક્ષિત થવા ઇચ્છતા હો, તો હે દેવાનુપ્રિયો ! તમે પોત-પોતાના રાજ્યોમાં જાઓ અને મોટા પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. ત્યાર પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યાર પછી તે જિતશત્રુ આદિ રાજાઓએ મલ્લી અરહંતનું આ કથન સ્વીકાર્યું. १४३ तए णं मल्ली अरहा ते जितसत्तुपामोक्खे गहाय जेणेव कुंभए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पाएसु पाडेइ । तए णं कुंभए राया ते जियसत्तुपामोक्खा विउलेणं असण-पाण-खाइमसाइमेणं-पुप्फ-वत्थगंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત તે જિતશત્રુ વગેરે રાજાઓને સાથે લઈને કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભરાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યા. ત્યારે કુંભરાજાએ તે જિતશત્રુ વગેરે રાજાઓનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, પછી તેઓને વિદાય કર્યા.