________________
[ ૨૪૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे जावसाइंसाइं रज्जाई उवसंपज्जित्ता णं विहरह । तए णं अहं देवाणुप्पिया ! ताओ देवलोयाओ आउक्खएणं जावदारियत्ताए पच्चायाया । ભાવાર્થ - ત્યાર પછી હે દેવાનુપ્રિયો ! તમે મૃત્યુના સમયે મૃત્યુ પામીને જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી કાંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ હતી. ત્યાર પછી તમે તે દેવલોકથી અનંતર (સીધા) દેવ શરીર છોડીને, ત્યાંથી ચ્યવને આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ઉત્પન્ન થયા યાવત્ પોત-પોતાના રાજ્યમાં વિચરી રહ્યા છો. હે દેવાનુપ્રિયો! હું તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થતાં કન્યાના રૂપમાં જન્મી છું.
[किंथ तयं पम्हटुं, जंथ तया भो जयंत पवरम्मि ।
ગુત્થા સમણિબદ્ધ, તેવા ! તું સંમર નાછું II અર્થ– આપણે બધા જયંત નામના અનુત્તર વિમાનમાં વાસ કરતા હતા. શું તમે તે ભૂલી ગયા છો ? ત્યાં આપણે એક બીજાને પ્રતિબોધિત કરશું, તેવો પરસ્પર સંકેત કર્યો હતો. તો તમે તે દેવભવનું સ્મરણ કરો]. १३८ तए णं तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं रायाणं मल्लीए विदेहरायवरकण्णाए अंतिए एयमढे सोच्चा णिसम्म सुभेणं परिणामेणं पसत्थेणं अज्झवसाणेणं, लेसाहिं विसुज्झमाणीहि, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहा-पोह-मग्गण-गवेसणं करेमाणाणं सण्णिपुव्वे जाइस्सरणे समुप्पण्णे । एयमटुं सम्मं अभिसमागच्छति । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી પાસેથી પૂર્વભવનો આ વૃત્તાંત સાંભળીને, સમજીને, શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી વેશ્યાઓ અને જાતિ સ્મરણને આચ્છાદિત કરનારા કર્મોના ક્ષયોપશમના કારણે, ઈહા, અપોહ તથા માર્ગણા અને ગવેષણા–વિશેષ વિચાર કરવાથી જિતશત્રુ આદિ છ એ રાજાઓને પૂર્વના સંજ્ઞી ભવોને જોઈ શકાય તેવું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાન ઉત્પન્ન થતાં મલ્લીકુમારી દ્વારા કથિત સર્વ વૃત્તાંતને તેઓએ સમ્યક પ્રકારે જાણી લીધો. १३९ तएणं मल्ली अरहा जियसत्तुपामोक्खे छप्पिरायाणो समुप्पण्णजाइसरणे जाणित्ता गब्भघराणंदाराइविहाडावेइ । तएणं जियसत्तपामोक्खा छप्पिरायाणो जेणेव मल्ली अरहा तेणेव उवागच्छति । तएणेमहब्बलपामोक्खा सत्तवियबालवयंसा एगयओ अभिसमण्णागया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી મલ્લી અરહતે જિતશત્ર આદિ છ એ રાજાઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયેલું જાણીને ગર્ભગૃહોના દરવાજા ખોલાવી નાંખ્યાં. ત્યારે જિતશત્રુ વગેરે છએ રાજાઓ મલ્લી અરહંતની પાસે આવ્યા. તે સમયે(પૂર્વ જન્મના) મહાબલ આદિ સાતે બાલમિત્રોનું પરસ્પર મિલન થયું. १४० तए णं मल्ली अरहा जियसत्तुपामोक्खे छप्पि य रायाणो एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! संसारभयउव्विग्गा जाव पव्वयामि । तं तुब्भेणं किं करेह ? किं वा ववसह ? किं वा भे हियइच्छिए सामत्थे(मते) य? ભાવાર્થ - ત્યાર પછી અરહંત મલ્લીએ જિતશત્રુ વગેરે છએ રાજાઓને કહ્યું- હે દેવાનુપ્રિય! હું