________________
| २३८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અંદર પ્રવેશ કરાવો, પ્રવેશ કરાવીને મિથિલા રાજધાનીના દરવાજા બંધ કરાવીને નગર રક્ષા માટે તૈયાર રહો. ત્યાર પછી કુંભરાજાએ તે જ પ્રમાણે કર્યું કાવત્ છ એ રાજાઓને મિથિલાની અંદર પ્રવેશ કરાવ્યો અને નગર રક્ષા કરવા લાગ્યા. १३२ तए णं जियसत्तुपामोक्खा छप्पि य रायाणो कल्लं पाउप्पभायाए जावजालंतरेहिं कणगमयंमत्थयछिड्डपउमुप्पलपिहाणं पडिमंपासंति, "एसणंमल्ली विदेहरायवरकण्ण" त्तिकटु मल्लीए विदेहरायवरकण्णाए रूवे यजोव्वणे य लावण्णे यमुच्छिया गिद्धा जाव अज्झोववण्णा अणिमिसाए दिट्ठीए पेहमाणा पेहमाणा चिट्ठति। ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્ર આદિ છએ રાજાઓ બીજે દિવસે પ્રાતઃ કાલે (તેમને જે મોહનગૃહમાં રાખ્યા હતા તેની) જાળીઓમાંથી સુવર્ણમયી, મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મલ્લીની પ્રતિમા જોવા લાગ્યા. “આ જ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે” એવું જાણીને વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂચ્છિત, ગૃદ્ધ કાવત્ અત્યંત આસક્ત બનીને અનિમેષ દૃષ્ટિથી વારંવાર તેને જોવા લાગ્યા. १३३ तए णं सा मल्ली विदेहरायवरकण्णा ण्हाया जाव सव्वालंकारविभूसिया बहूहिं खुज्जाहिं जाव परिक्खित्ता जेणेव जालघरए, जेणेव कणगपडिमा तेणेव उवागच्छइ, उवागच्छित्ता तीसे कणगपडिमाए मत्थयाओ तं पउमं पिहाणं अवणेइ । तए णं गंधे णिद्धावइ से जहाणामए अहिमडे इ वा जाव असुभतराए चेव । ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ સ્નાન કર્યું કાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને ઘણી કુન્જા આદિ દાસીઓથી યાવત્ પરિવૃત્ત થઈને જાલગૃહમાં સુવર્ણની પ્રતિમા સમીપે આવીને, તે સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરનું કમલનું ઢાંકણું ઉઘાડ્યું. ઢાંકણું ઉઘડતાં જ તેમાંથી અત્યંત ખરાબ મરેલા સની દુર્ગધ કરતાં પણ વધુ અશુભ(અનિષ્ટ) દુર્ગધ ફેલાવા લાગી. १३४ तए णं जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं सएहिं उत्तरिज्जेहिं आसाइं पिहेंति, पिहित्ता परम्मुहा चिटुंति ।
तए णं सा मल्ली विदेहरायवरकण्णा ते जियसत्तुपामोक्खे एवं वयासी-किं णं तुब्भं देवाणुप्पिया ! सएहिं सएहिं उत्तरिज्जेहिं जाव परम्मुहा चिट्ठह ? ।
तएणं ते जियसत्तुपामोक्खा मल्लि विदेहरायवरकण्णं एवं वयंति- एवं खलु देवाणुप्पिए ! अम्हे इमेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं सएहिं उत्तरिज्जेहिं जावचिट्ठामो । ભાવાર્થ-ત્યાર પછી જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકીને યાવત મુખ ફેરવી લીધા.
ત્યારે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! શા માટે તમે પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવત મુખ ફેરવીને બેઠા છો?