________________
| અધ્ય–૮: મલી
૨૩૭ ]
પર્વતની અનેક દાસીઓથી પરિવત્ત થઈને કુંભરાજા પાસે આવી, તેણે કુંભરાજાના ચરણોનો સ્પર્શ કર્યો(પગે લાગી) ત્યારે કંભરાજાએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીનો આદર કર્યો નહીં, અત્યંત ચિંતામાં વ્યગ્ર હોવાના કારણે તેના આવવાની ખબર પણ રહી નહીં, તેથી તે મૌન જ બેસી રહ્યા. १३० तए णं मल्ली विदेहरायवरकण्णा कुंभयं रायं एवं वयासी-तुब्भेणं ताओ! अण्णया मम एज्जमाणं जावणिवेसेह, किं णं तुब्भं अज्ज ओहयमणसंकप्पे जाव झियायह?
तए णं कुंभए राया मल्लि विदेहरायवरकण्णं एवं वयासी- एवं खलु पुत्ता ! तव कज्जे जियसत्तुपामोक्खेहिं छहिं राईहिं दूया संपेसिया, ते णं मए असक्कारिया जाव णिच्छूढा । तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा परिकुविया समाणा जाव मिहिलं रायहाणिं णिस्संचारं चिटुंति । तए णं अहं पुत्ता ! तेसि जियसत्तुपामोक्खाणं छण्हं राईणं अंतराणि अलभमाणे जाव झियामि । ભાવાર્થ - ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ કુંભ રાજાને આ પ્રમાણે પૂછ્યું- હે તાત ! પહેલા તો મને આવતી જોઈને આપ મારો આદર કરતા, પ્રસન્ન થતા યાવતુ ખોળામાં બેસાડતા હતા પરંતુ આજે તમે ઉદાસ થઈને શા માટે ચિંતા કરી રહ્યા છે?
ત્યારે રાજા કુંભે વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! જિતશત્રુ આદિ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાના વિચારથી મારી પાસે દૂતો મોકલ્યા હતા, મેં તે દૂતોને અપમાનિત કરીને યાવત્ કઢાવી મૂક્યા. તે દૂતો પાસેથી આ વૃત્તાંત સાંભળીને જિતશત્રુ વગેરે રાજાઓ ગુસ્સે થઈને થાવત તેઓએ મિથિલા રાજધાનીને નિઃસંચાર બનાવી દીધી છે અર્થાતુ ચારેબાજુ ઘેરો નાંખીને બેઠા છે, તેથી હે પુત્રી ! હું તે જિતશત્ર આદિ નરેશોના અંતર–છિદ્ર આદિ ન મળતાં અર્થાત્ તેમને દૂર કરવાનો માર્ગ ન મળતાં યાવત્ ચિંતામાં ડૂળ્યો છું. १३१ तए णं सा मल्ली विदेहरायवरकण्णा कुंभयं रायं एवं वयासी- मा णं तुब्भे ताओ! ओहयमणसंकप्पा जाव झियायह, तुब्भे णं ताओ ! तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं पत्तेयंपत्तेयं रहसियं दूयसंपेसे करेह, एगमेगं एवं वयह- तव देमि मल्लि विदेहरायवरकण्णं, तिकटु संझाकालसमयंसि पविरलमणूसंसि णिसंतंसि पडिणिसंतंसि पत्तेयं-पत्तेयं मिहिलं रायहाणिं अणुप्पवेसेह, अणुप्पवेसित्ता गब्भघरएसु अणुप्पवेसेह, मिहिलाए रायहाणीए दुवाराई पिहेह, पिहेत्ता रोहासज्जे चिट्ठह । तए णं कुंभए राया ए वं तं चेव जाव पवेसेइ, रोहसज्जे चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ કુંભરાજાને આ પ્રમાણે કહ્યું- હે તાત ! તમે ઉદાસ થઈને ચિંતા ન કરો. હે તાત ! તમે તે જિતશત્રુ આદિ છએ રાજાઓમાંથી દરેકે દરેકની પાસે ગુપ્તરૂપથી એક-એક દૂત મોકલીને, તે દરેક રાજાને સંદેશો આપો કે “હું વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી તમને આપુ છું.” એમ કહીને સંધ્યાકાળના સમયે અત્યલ્પ વિરલ મનુષ્યો જ અવર જવર કરતા હોય, મોટા ભાગના મનુષ્યો પોત-પોતાના ઘરોમાં વિશ્રામ કરતા હોય, લોકોનો કોલાહલ શાંત થઈ ગયો હોય અને રસ્તા નિઃસંચાર બની ગયા હોય ત્યારે તે રાજાઓને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવીને, ગર્ભગૃહની