________________
| ૨૩s ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
समाणे अत्थामे अबले अवीरिए अपुरिसक्कास्परक्कम्मे अधारणिज्जमिति कटु सिग्धं तुरियं चवलं चंडं जइणं वेइयं जेणेव मिहिला णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मिहिलं अणुपविसइ, अणुपविसित्ता, मिहिलाए दुवाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिटुइ । ભાવાર્થ:- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ કુંભરાજાની સેનામાંથી કેટલાક યોદ્ધાઓને હણી નાખ્યા, કેટલાક યોદ્ધાઓને ભયંકર રીતે ઘાયલ કર્યા, કેટલાક અત્યુત્તમ યોદ્ધાઓનો ઘાત કર્યો, તેમની ચિહ્નરૂપ ધ્વજા અને પતાકાઓને તોડી-ફોડીને કરીને નીચે પાડી દીધી. તેમના પ્રાણ સંકટમાં આવી ગયા, તેથી તેમની સેના ચારે દિશાઓમાં ભાગી ગઈ.
જિતશત્રુ રાજા આદિ છએ રાજાઓ દ્વારા હત, માનમર્દિત પાવત જેની સેના ચારેબાજુ ભાગી ગઈ છે, તેવા આત્મબળ અને સૈન્યબળ વિનાના કુંભરાજા નિવીર્ય-નિરુત્સાહી બની ગયા યાવત્ શત્રુપક્ષને અજેય સમજીને શીધ્ર, ત્વરિત, વેગયુક્ત ગતિથી મિથિલા નગરી તરફ આવ્યા, મિથિલા નગરીમાં પ્રવેશીને મિથિલાના દરવાજા બંધ કરાવી દીધા, દ્વાર બંધ કરીને કિલ્લાની રક્ષા કરતા રહ્યા. १२८ तएणंतेजियसत्तुपामोक्खा छपिरायाणोजेणेव मिहिला तेणेव उवागच्छंति, उवागच्छित्ता मिहिलं रायहाणिं णिस्संचारं णिरुच्चारं सव्वओ समंता ओरुभित्ता णं चिटुंति।
तए णं कुंभए राया मिहिलं रायहाणिं ओरुद्धं जाणित्ता अब्भंतरियाए उवट्ठाणसालाए सीहासणवरगए तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं अंतराणि य छिदाणि य विवराणि य मम्माणि य अलभमाणे, बहुहिं आएहि य उवाएहि य उप्पित्तियाहि य बुद्धीहिं परिणामेमाणे परिणामेमाणे किंचि आयं वा उवायं वा अलभमाणे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ આદિ છએ નરેશો મિથિલા નગરી સમીપે આવ્યા અને મિથિલા રાજધાનીને ચારેબાજુથી એવી ઘેરી લીધી કે તે મનુષ્યોના સંચાર રહિત થઈ ગઈ, માણસોની અવર-જવર સદંતર બંધ થઈ ગઈ.
ત્યાર પછી કુંભરાજા મિથિલા રાજધાનીને ઘેરાયેલી જાણીને આશ્વેતર ઉપસ્થાન શાળા (અંદરની સભા)માં શ્રેષ્ઠ સિંહાસન પર બેસીને તે જિતશત્રુ આદિ રાજાઓને હટાવવા માટેના અવસરોને, છિદ્રોદૂષણોને, રહસ્યોને, ગુપ્ત દોષોને શોધવા માટે તક શોધવા લાગ્યા પરંતુ તેને તેવી એક પણ તક ન મળી અને ઘણા પ્રયત્નો, ઉપાયો તથા ઔત્પાતિકી આદિ ચારે પ્રકારની બુદ્ધિથી પણ વિચાર કરતાં-કરતાં તેઓ કોઈ યુક્તિ કે ઉપાય પામી શક્યા નહીં ત્યારે તેના(કુંભરાજાના) મનનો સંકલ્પ ક્ષીણ થઈ ગયો યાવતું તે હથેળી પર મુખ રાખીને આર્તધ્યાન કરવા લાગ્યા(ચિંતામાં ડૂબી ગયા.) મલ્લીકુમારી દ્વારા છ રાજાઓને પ્રતિબોધ - १२९ इमं च णं मल्ली विदेहरायवरकण्णा ण्हाया जाव बहूहिं खुज्जाहिं जाव पारसीहिं परिवुडा जेणेव कुंभए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पायग्गहणं करेइ । तए णं कुंभए राया मल्ली विदेहरायवरकण्णं णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिठुइ । ભાવાર્થ - આ સમય દરમ્યાન વિદેહરાજાની કન્યા મલ્લીએ સ્નાન કર્યું યા કુન્જા આદિ પારસ દેશ