________________
અધ્ય−૮ : મલ્લી
૨૩૫
ભાવાર્થ :- ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ દૂતો પાસેથી આ વાત સાંભળીને, સમજીને કુપિત થયા. તેઓએ એકબીજા પાસે દૂત મોકલ્યા અને આ પ્રમાણે સંદેશો મોકલ્યો કે– હે દેવાનુપ્રિય ! આપણા છએ રાજાઓના દૂતો એક સાથે જ મિથિલા નગરીમાં પહોંચ્યા યાવત્ કાઢી મુકાયા છે; તેથી હે દેવાનુપ્રિય! આપણે કુંભરાજા ઉપર ચઢાઈ કરવી જોઈએ. આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કરીને, સ્નાન કરીને યાવત્ કવચ આદિ ધારણ કરી, સજ્જ થઈને હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાયુક્ત છત્ર ધારણ કર્યું. શ્વેત ચામર તેના પર ઢોળાવા લાગ્યા. મોટા મોટા હાથીઓ, રથો અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સર્વ ઋદ્ધિની સાથે યાવત્ દુંદુભિના નાદ સાથે પોત-પોતાના નગરોમાંથી નીકળીને, એક જગ્યાએ એકઠા થયા અને મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. | १२४ त णं कुंभ राया इमीसे कहाए लट्ठे समाणे बलवाउयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! हयगय-रह-पवर- जोह - कलियं सेण्णं सा जाव पच्चप्पिणंति ।
ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ, આ છએ રાજાઓની ચઢાઈના સમાચાર જાણીને પોતાના સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જલદીથી ઘોડાઓ, હાથીઓ, રથો અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગણી સેના તૈયાર કરો યાવત્ સેનાપતિઓએ સેનાને તૈયાર થઈ જવાની સૂચના આપી. १२५ तए णं कुंभए राया ण्हाए जाव सण्णद्धे हत्थिखंधवरगए सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणे चाउरंगिणी सेणाए सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव मिथिलं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता विदेहं जणवयं मज्झमज्झेणं जेणेव देसअंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता खंधावारणिवेस करेइ, करिता जियसत्तुपामोक्खा छप्पि य रायाणो पडिवालेमाणे जुज्झसज्जे पडिचिट्ठइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કુંભરાજાએ સ્નાન કર્યું, કવચ ધારણ કર્યું અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાયુક્ત છત્ર ધારણ કર્યું. તેના ઉપર શ્રેષ્ઠ અને શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. ચતુરંગિણી સેનાની સાથે સર્વઋદ્ધિ સહિત યાવત્ મિથિલા રાજધાનીમાં થઈને વિદેહ જનપદમાં પસાર થતાં પોતાના દેશના સીમાંતે આવીને પડાવ નાંખ્યો, પડાવ નાંખીને જિતશત્રુ આદિ છએ રાજાઓની પ્રતિક્ષા કરતાં, યુદ્ધને માટે સજ્જ થઈને ત્યાં રહ્યા.
| १२६ तए णं ते जियसत्तुपामोक्खा छप्पि य रायाणो जेणेव कुंभए तेणेव उवागच्छंति, उवागच्छित्ता कुंभएणं रण्णा सद्धिं संपलग्गा यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છએ રાજાઓ, જ્યાં કુંભરાજા હતા, ત્યાં આવી પહોંચ્યા. આવીને કુંભરાજાની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થઈ ગયા.
१२७ त णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो कुंभयं रायं हय-महिय-पवरवीरघाइयणिवडियचिंधद्धय-प्पडागं- किच्छप्पाणोवगयं दिसो दिसिं पडिसेहिंति।
कुंभ राया जियसत्तुपामोक्खेहिं छहिं-राईहिं हयमहिय जावपडिसेहिए