________________
| २३४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
મસ્તક પર આવર્તન કરી, દસ નખ યુક્ત અંજલિ મસ્તકે રાખીને પોત-પોતાના રાજાઓનો સંદેશ કહી સંભળાવ્યો. १२१ तए णं से कुंभए राया तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा आसुरत्ते जाव एवं वयासी- ण देमि णं अहं तुब्भं मल्लि विदेहरायवरकण्णं ति कटु ते छप्पि दूये असक्कारिय असम्माणिय अवदारेणं णिच्छुभावेइ । ભાવાર્થ:- છ દૂતો પાસેથી તે વાત સાંભળીને કુંભરાજા એકદમ ગુસ્સે થઈ ગયા થાવત આ પ્રમાણે કહ્યું કે હું તમોને વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી આપીશ નહીં; તેમ કહીને છ એ દૂતોને સત્કાર-સન્માનાદિ કર્યા વિના પાછળના દરવાજેથી કાઢી મૂક્યા. १२२ तए णं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया कुंभएणं रण्णा असक्कारिया असम्माणिया अवदारेणं णिच्छुभाविया समाणा जेणेव सया सया जणवया, जेणेव सयाई सयाई णगराइं जेणेव सया सया रायाणो तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव एवं वयासी
एवं खलु सामी ! अम्हे जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया जमगसमगं चेव जेणेव मिहिला तेणेव उवागया जाव अवदारेणं णिच्छुभावेइ । तं ण देइ णं सामी ! कुंभए राया मल्लि विदेहरायवरकण्णं, साणं-साणं राईणं एयमटुं णिवेदेइ । ભાવાર્થ - કુંભરાજા દ્વારા અસત્કારિત, અસન્માનિત અને પાછળના દરવાજાથી કાઢી મૂકાયેલા જિતશત્રુ આદિ છએ રાજાઓના દૂતોએ પોત-પોતાના દેશ અને પોત-પોતાના નગરમાં આવીને પોત-પોતાના રાજાઓ સમીપે પહોંચીને હાથ જોડી આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ! અમે, જિતશત્ર વગેરે છએ રાજાઓના દૂતો એક સાથે જ મિથિલાનગરીમાં પહોંચ્યા. થાવત કુંભ રાજાએ અમોને પાછળના દરવાજેથી કાઢી મૂક્યા છે. હે સ્વામિનું! કુંભરાજા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી આપને આપશે નહીં. આ રીતે દૂતોએ પોત-પોતાના રાજાઓ પાસે નિવેદન કર્યું.
१२३ तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म आसुरत्ता अण्णमणस्स दूयसंपेसणं करेंति, करित्ता एवं वयासी
एवं खलुदेवाणुप्पिया ! अम्हं छण्हं राईणंदूया जमगसमगंचेव जावणिच्छूढा, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं कुंभगस्स जत्तं गेण्हित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता ण्हाया जाव सण्णद्धा हत्थिखंधवरगया सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणा महयाहयगयरह-पवरजोह-कलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडा सव्विड्डीए जाव दुंदुभिणाइयरवेणं सएहितो सए हिंतो णगरेहितो णिग्गच्छंति, णिग्गच्छित्ता एगयओ मिलायंति, मिलाइत्ता जेणेव मिहिला तेणेव पहारेत्थ गमणाए ।