SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૮: મલી ૨૩૩ ] ત્યારે કૂવાના દેડકાએ કહ્યું- હે દેવાનુપ્રિય!તે સમુદ્ર કેવડો છે? ત્યારે સાગરના દેડકાએ કૂપમંડુકને કહ્યું- હે દેવાનુપ્રિય ! સમુદ્ર ઘણો વિશાળ છે. ત્યારે કૂપમંડૂકે પોતાના પગથી એક લીટી દોરીને પૂછ્યું- હે દેવાનુપ્રિય ! શું સમુદ્ર આટલો મોટો છે? સામુદ્રિક દેડકો બોલ્યો- ના, તેમ નથી અર્થાત્ સમુદ્ર આના કરતાં ઘણો મોટો છે. ત્યારે કૂપમંડૂકે પૂર્વ કિનારેથી પશ્ચિમી કિનારા સુધી કૂદકો મારીને પછી પૂછયું- શું તે સમુદ્ર આટલો મોટો છે? સામુદ્રિક દેડકાએ કહ્યું- ના, તેમ પણ નથી, સમુદ્ર આના કરતાં પણ ઘણો મોટો છે. તે પ્રમાણે હે જિતશત્ર ! બીજા ઘણા રાજેશ્વરો યાવતુ સાર્થવાહ આદિની પત્નીઓ, ભગિનીઓ, પુત્રીઓ અથવા પુત્રવધૂઓને તમે જોઈ નથી, તેથી જ તમે માનો છો કે મારા જેવું અંતઃપુર બીજે કયાંય નથી. હે જિતશત્ર ! મિથિલા નગરીમાં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી નામની વિદેહરાજની શ્રેષ્ઠકન્યાના રૂપ, યૌવનાદિ સામે દેવકન્યા વગેરે પણ કંઈ જ નથી. તમારું આ અંતઃપુર વિદેહરાજની તે શ્રેષ્ઠ કન્યાના કપાયેલા પગના અંગૂઠાના લાખમાં અંશ બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને તે પરિવ્રાજિકા જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ११९ तए णं जियसत्तू परिव्वाइयाजणियहरिसे दूयं सद्दावेइ, सदावित्ता जाव पहारेत्थ માણા ભાવાર્થ - ત્યાર પછી પરિવ્રાજિકા દ્વારા ઉત્પન અનુરાગયુક્ત આનંદથી પ્રેરાઈને જિતશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો યાવત્ તે દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. વિવેચનઃ મલ્લીકુમારી તીર્થકર હોવાથી અનુપમ સૌંદર્યના સ્વામી હતા. કરોડો દેવો તેમની સેવામાં હોવાથી તેઓનો શ્રીદામકાંડ આદિ સર્વ વસ્તુઓ સર્વશ્રેષ્ઠ અને અનુપમ હતી.પૂર્વ ભવના સ્નેહના કારણે છે એ રાજાઓ પ્રસંગોપાત મલ્લીકુમારીનું નામ સાંભળતા જ તેના પ્રતિ અનુરાગી બની, તેને પરણવા ઉત્સુક બન્યા અને મલ્લીકમારીની માગણી માટે છએ રાજાઓના દૂત પોતપોતાના નગરમાંથી એક જ સમયે રવાના થયા. છએ રાજાઓનો કુંભરાજાને સંદેશ અને સંઘર્ષ:१२० तए णं तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया जेणेव मिहिला तेणेव पहारेत्थ गमणाए । तए णं छपि य दूयगा जेणेव मिहिला तेणेव उवागच्छंति, उवागच्छित्ता मिहिलाए अग्गुज्जाणंसि पत्तेयंपत्तेयं खंधावारणिवेसं करेंति, करित्ता मिहिलं रायहाणिं अणुपविसंति, अणुपविसित्ता जेणेव कुंभए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता पत्तेयं पत्तेयं करयल परिग्गहियं सिरसावत्तं दसणहं मत्थए अंजलिं कटु साणंसाणं राईण वयणाई णिवेदेति । ભાવાર્થ - આ પ્રમાણે તે જિતશત્રુ વગેરે છએ રાજાઓના દૂતોએ મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. ત્યાર પછી તે છએ દૂતો મિથિલામાં આવીને, મિથિલાના પ્રધાન ઉદ્યાનમાં બધાએ પોત-પોતાના પડાવ નાંખ્યા. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરીને કુંભરાજાની પાસે આવીને, તે બધાએ હાથ જોડીને,
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy