________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
करेइ, करित्ता एवं वयासी एवं च सरिसए णं तुमे देवाणुप्पिया ! तस्स अगडददुरस्स । सणं देवाप्पि ! से अगडदद्दुरे ? जियसत्तू ! से जहानामए अगडदद्दुरे सिया । से णं तत्थ जाए तत्थेव वुड्ढे अण्णं अगडं वा तलागं वा दहं वा सरं वा सागरं वा अपासमाणे एवं मण्णइ - अयं चेव अगडे वा जाव सागरे वा ।
२३२
तए णं तं कूवं अण्णे सामुद्दए दद्दुरे हव्वमागए । तए णं से कूवददुरे तं सामुद्दददुरं एवं वयासी- से केस णं तुमं देवाणुप्पिया ! कत्तो वा इह हव्वमागए ? तए णं से सामुद्दए ददुरे तं कूवददुरं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अहं सामुद्द दद्दुरे ।
तणं से कूवदुरे तं सामुद्दयं ददुरं एवं वयासी - केमहालए णं देवाणुप्पिया ! से समुद्दे? तए णं सामुद्दए ददुरे तं कूवददुरे एवं वयासी - महइ महालए णं देवाणुप्पिया ! मुद्दे ।
तणं से कूवदुरे पाएणं लीहं कड्डेइ, कड्डित्ता एवं वयासी- ए महालए णं देवाणुप्पिया ! से समुद्दे ? णो इणट्ठे समट्ठे, महालए णं से समुद्दे । तए णं से कूवददुरे पुरच्छिमिल्लाओ तीराओ उप्फिडित्ता णं पच्चत्थिमिल्लं तीरं गच्छइ, गच्छित्ता एवं वयासी - ए महालए णं देवाणुप्पिया ! से समुद्दे ? णो इणट्ठे समट्ठे ।
एवामेव तुमं पि जियसत्तू ! अण्णेसिं बहूणं राईसर जाव सत्थवाहपभिईणं भज्जं वा भगिणिं वा धूयं वा सुण्हं वा अपासमाणे जाणसि- जारिसए मम चेव णं ओरोहे तारिस णो अण्णस्स ।
तं एवं खलु जियसत्तु ! मिहिलाए णयरीए कुंभगस्स धूया पभावईए अत्तया मल्ली णामं विदेहवररायकण्णा रूवेण य जोव्वणेण जाव णो खलु अण्णा काई देवकण्णा वा जारिसिया मल्ली विदेहरायवरकण्णाए; तीसे छिण्णस्स वि पायंगुटुस्स इमे तवोरोहे सयसहस्सइमं पि कलं ण अग्घइ ति कट्टु जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થ :- જિતશત્રુ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચોક્ષા પરિવ્રાજિકા માર્મિક હાસ્ય કરતાં બોલી– હે દેવાનુપ્રિય ! તમે તો પેલા કૂવાના દેડકા જેવા છો.
જિતશત્રુરાજાએ પૂછ્યું– હે દેવાનુપ્રિય ! તે કૂવાનો દેડકો કેવો હોય છે ? ચોક્ષાએ કહ્યું– હે જિતશત્રુ! જેમ કે કોઈ એક કૂવાનો દેડકો તે કૂવામાં જન્મ્યો હતો અને તેમાં જ મોટો થયો હતો. તેણે બીજા કૂવા, તળાવ, દ્રહ, સરોવર કે સમુદ્ર જોયા ન હતા, તે માનતો હતો કે આ જ કૂવો છે અને આ જ સાગર છે.
ત્યાર પછી કોઈ સમયે તે કૂવામાં એક સમુદ્રિક દેડકો અચાનક આવી ચડયો, ત્યારે કૂપમંડુકે(કૂવાના દેડકાએ) કહ્યું– હે દેવાનુપ્રિય ! તમે કોણ છો ? અચાનક અહીં ક્યાંથી આવ્યા છો ? ત્યારે સમુદ્રમંડુકે કૂપમંડુકને કહ્યું– હે દેવાનુપ્રિય ! હું સમુદ્રનો દેડકો છું.