________________
| અધ્ય–૮: મલી
[ ૨૩૧ ]
ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતુ અપમાનિત થતી તે ચોક્ષા અત્યંત ક્રોધથી ધુંવાપુવા થતી, વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્લી પ્રત્યે દ્વેષ કરતી, પોતાનું આસન ઉપાડી કન્યાઓના અંતઃપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરીમાંથી પણ નીકળી ગઈ. પરિવ્રાજિકાઓની સાથે પંચાલ દેશના કપિલ્યપુર નગરમાં આવી અને ઘણા રાજાઓ, ઈશ્વરો આદિની સામે વાવતું દાનધર્મ, શૌચ ધર્મ આદિની પ્રરૂપણા કરવા લાગી. ११५ तए णं से जियसत्तू अण्णया कयाइ अंतेउस्परियालसद्धिं संपरिवुडे एवं जाव सीहासण-वरगए यावि विहरइ । तएणंसा चोक्खा परिव्वाइया-संपिरवुडा जेणेव जियसत्तुस्स रण्णो भवणे, जेणेव जियसत्तू तेणेव उवागच्छइ, उवागच्छित्ता जियसत्तुं जएणं विजएणं वद्धावेइ । तएणं से जियसत्तु चोक्खं परिव्वाइयं एज्जमाणे पासइ, पासित्ता सीहासणाओ अब्भुटेइ, अब्भुट्टित्ता चोक्खं परिव्वाइयं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ:- એકવાર જિતશત્રુરાજા પોતાના અંતઃપુર અને પરિવારથી પરિવૃત થઈને સિંહાસન પર બેઠા હતા. ત્યારે પરિવ્રાજિકાઓથી પરિવૃત્ત તે ચોક્ષા પરિવ્રાજિકા જિતશત્રુ રાજાના ભવનમાં જિતશત્રુરાજા સમીપે આવી. રાજસભામાં પ્રવેશ કરીને તેણે જય-વિજયના શબ્દોથી જિતશત્રુ રાજાને વધાવ્યા. ચોક્ષા પરિવ્રાજિકાને આવતી જોઈને જિતશત્રરાજા સિંહાસન પરથી ઊભા થઈને ચોક્ષા પરિવ્રાજિકાનો સત્કાર ક્યો, સન્માન કર્યું અને આસન ઉપર બિરાજમાન થવા માટે કહ્યું. ११६ तए णं सा चोक्खा उदगपरिफासियाए दब्भोवरि पच्चत्थुयाए भिसियाए णिविसइ, जियसत्तुं रायं रज्जे य जावअंतेउरे य कुसलोदंतं पुच्छइ । तए णं सा चोक्खा जियसत्तुस्स रण्णो दाणधम्मं च जावविहरइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ચોક્ષા પરિવ્રાજિકા જળ છાંટીને ડાભપર પોતાનું આસન પાથરી તેના ઉપર બેઠી અને જિતશત્રુ રાજાને રાજ્ય તેમજ અંતઃપુરના કુશલ સમાચાર પૂછયા. ત્યાર પછી ચોક્ષા પરિવ્રાજિકાએ જિતશત્રુ રાજાને દાનધર્મ આદિનો ઉપદેશ આપ્યો. ११७ तए णं से जियसत्तू अप्पणो ओरोहंसि जाय विम्हए चोक्खं परिव्वाइयं एवं वयासी- तुमं णं देवाणुप्पिए ! बहूणि गामागर जाव आहिंडसि, बहूंण य राईसरसत्थवाहप्पभिइणं गिहाइ अणुपविससि, तं अत्थियाई ते कस्स वि रण्णो वा जाव एरिसए ओरोहे दिट्ठपुव्वे जारिसए णं इमे मम ओरोहे ? ભાવાર્થ:- ત્યાર પછી પોતાના અંતઃપુની રાણીઓના સૌંદર્યથી વિસ્મિત જિતશત્રુ રાજાએ ચોક્ષા પરિવ્રાજિકાને પૂછ્યું- હે દેવાનુપ્રિય! તમે ઘણા ગામ, આકર આદિમાં પર્યટન કરો છો અને ઘણા રાજાઓ, ઈશ્વરો(ધનવાનો)ના ઘરોમાં પ્રવેશ કરો છો, તો તમે કોઈપણ રાજાદિ પાસે, મારા અંતઃપુર જેવું અંતઃપુર પહેલા ક્યારે ય જોયું છે? ११८ तए णं सा चोक्खा परिव्वाइया जियसत्तुणा एवं वुत्ता समाणी ईसिं अवहसियं