________________
| २३० ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
માટીથી શુદ્ધ પવિત્ર કરાય છે, થાવતુ આ સ્નાનાદિ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિબે સ્વર્ગે જઈએ છીએ. १११ तए णं मल्ली विदेहरायवरकण्णा चोक्खं परिव्वाइयं एवं वयासी- चोक्खा ! से जहाणामए केइ पुरिसे रुहिरकयं वत्थं रुहिरेण चेव धोवेज्जा, अत्थि णं चोक्खा! तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं धोव्वमाणस्स काई सोही ? णो इणढे समटे । एवामेव चोक्खा ! तुब्भे णं पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं णत्थि काई सोही, जहा व तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं धोव्वमाणस्स । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીએ ચોલા પરિવ્રાજિકાને પૂછ્યું- હે ચોક્ષા ! જેમ કોઈ પુરુષ લોહીથી રંગાયેલા વસ્ત્રને લોહીથી જ ધુએ, તો હે ચોક્ષા! તે રુધિરલિપ્ત વસ્ત્રને રુધિરથી જ ધોતાં શુદ્ધિ થાય ખરી ? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો – ના, એમ થઈ શકે નહીં. મલ્લીએ કહ્યું- હે ચોક્ષા! જેમ રુધિરલિપ્ત વસ્ત્રની શુદ્ધિ રુધિરથી થતી નથી તેમ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના ૧૮ પાપના સેવનથી પણ તમારી શુદ્ધિ થતી નથી. ११२ तए णं सा चोक्खा परिव्वाइया मल्लीए विदेहरायवरकण्णाए एवं वुत्ता समाणा संकिया कंखिया विइगिच्छया भेयसमावण्णा जाया यावि होत्था, मल्लीए णो संचाएइ किंचिवि पामोक्खमाइक्खित्तए, तुसिणीया संचिट्ठइ । ભાવાર્થઃ- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ચોક્ષા પરિવ્રાજિકાને હવે હું વાત રજૂ કરું તે સાચી લાગશે કે નહીં તેવી શંકા, મારો જવાબ સાચો નહીં હોય તો બીજો શો જવાબ આપીશ તેવી કાંક્ષા અને મારા જવાબમાં મલ્લીને વિશ્વાસ આવશે કે નહીં? તેવી વિતિગિચ્છા થઈ અને આ પરિસ્થિતિમાં મારે શું કરવું? તેવી વિવેક શક્તિ નાશ પામવારૂપ ભેદને પ્રાપ્ત થઈ(તેના મનમાં તર્ક-વિતર્ક થવા લાગ્યા. તે મલ્લીકુમારીને જવાબમાં કાંઈ કહી શકી નહીં) તે મૌનભાવે બેસી રહી. ११३ तएणंतंचोक्खं मल्लीए बहूओ दासचेडीओ हीलंति, जिंदंति, खिसंति, गरहंति, अप्पेगइयाओ, हेरुयालंति, अप्पेगइयाओ मुहमक्कडियाओ करेंति, अप्पेगइयाओ वग्घाडीओ करेंति, अप्पेगइयाओ तज्जेमाणीओ णिच्छुभंति । ભાવાર્થ - ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોલા પરિવ્રાજિકાની તિરસ્કારરૂપ હીલના, જાતિ આદિ પ્રકટ કરવારૂપ નિંદા, ઉપહાસરૂપ ખિંસના, અવર્ણવાદરૂપ ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ચીડવવા લાગી, કેટલીક દાસીઓ મોઢું મચકોડવા લાગી, કેટલીક દાસીઓ મશ્કરી કરવા લાગી, કેટલીક આંગળીઓથી તર્જના-તાડના કરવા લાગી અને કેટલીક દાસીઓએ હાથથી ધક્કા મારીને તેને બહાર કાઢી મૂકી. ११४ तए णं सा चोक्खा मल्लीए विदेहरायवरकण्णाए दासचेडियाहिं हीलिज्जमाणी जावमिसमिसेमाणी मल्लीए विदेहरायवरकण्णाए पओसमावज्जइ, भिसियं गेण्हइ, गेण्हित्ता कण्णंतेउराओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता मिहिलाओ णिग्गच्छइ,णिग्गछित्ता परिव्वाइयासंपरिवुडा जेणेव पंचालजणवए जेणेव कंपिल्लपुरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूणं राईसर जाव परूवेमाणी विहरइ ।