________________
| અધ્ય–૮: મલ્લી
| २२४ ।
तस्स णं जियसत्तुस्स धारिणीपामोक्खं देविसहस्सं ओरोहे होत्था, वण्णओ । ભાવાર્થ - તે કાલે અને તે સમયે પંચાલ નામના દેશમાં કામ્પિત્યપુર નામનું નગર હતું. પંચાલાધિપતિ જિતશત્રુ નામના રાજા હતા. તે જિતશત્રુ રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. આ સર્વનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. १०८ तत्थणं मिहिलाए चोक्खा णामं परिव्वाइया रिउव्वेय जाव यावि होत्था । तएणं सा चोक्खा परिव्वाइया मिहिलाए बहूणं राईसर जाव सत्थवाहपभिईणं पुरओ दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ । ભાવાર્થ :- ત્યાં મિથિલા નગરીમાં ઋગ્વદાદિ ચાર વેદ વગેરે શાસ્ત્રોને જાણનારી ચોક્ષા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે ચોક્ષા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણા રાજા, ઈશ્વર(ઐશ્વર્યશાલી ધનાઢ્ય અથવા યુવરાજ) યાવતું સાર્થવાહ આદિની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના, પ્રરૂપણા અને ઉપદેશ કરતી હતી. १०९ तए णं सा चोक्खा परिव्वाइया अण्णया कयाइ तिदंडं च कुंडियं च जाव धाउरत्ताओ य गिण्हइ, गिण्हित्ता परिव्वाइगावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पविरल- परिव्वाइया सद्धिं संपरिखुडा मिहिलं रायहाणि मज्झमज्झेणं जेणेव कुंभगस्स रणो भवणे. जेणेव कण्णंतेउरे, जेणेव मल्ली विदेहरायवरकण्णा तेणेव उवागच्छड उवागच्छित्ता उदय-परिफासियाए, दब्भोवरि पच्चत्थुयाए भिसियाए णिसीयइ, णिसीइत्ता मल्लीए विदेहरायवर- कण्णाए पुरओ दाणधम्मं जाव विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી એકવાર તે ચોક્ષા પરિવ્રાજિકા ત્રિદંડ, કમંડલ યાવતુ ગેરુથી રંગેલા વસ્ત્ર ધારણ કરીને પરિવ્રાજિકાઓના મઠમાંથી બહાર નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલા રાજધાનીના મધ્ય માર્ગ દ્વારા કુંભરાજાના ભવનમાં કન્યાઓના અંતઃપુરમાં વિદેહની ઉત્તમ રાજકન્યા મલ્લી હતાં, ત્યાં આવી અને ભૂમિ પર પાણી છાંટી, ડાભ પાથરી તેના પર આસન રાખીને બેઠી. બેસીને વિદેહવર રાજકન્યા મલ્લીની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનો ઉપદેશ આપવા લાગી. ११० तए णं सा मल्ली विदेहरायवरकण्णा चोक्खं परिव्वाइयं एवं वयासी- तुब्भे णं चोक्खे ! किंमूलए धम्मे पण्णत्ते?
तए णं सा चोक्खा परिव्वाइया मल्लि विदेहरायवरकण्णं एवं वयासी- अम्हंणं देवाणुप्पिया! सोयमूलए धम्मे पण्णवेमि, जंणं अम्हं किंचि असुई भवइ, तंणं उदएण य मट्टियाए य जाव अविग्घेणं सग्गं गच्छामो । ભાવાર્થ - ત્યારે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ ચોલા પરિવ્રાજિકાને પૂછ્યું – હે ચોક્ષા ! તમારા ધર્મનું મૂળ શું છે?
ત્યારે ચોક્ષા પરિવ્રાજિકાએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીને ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! હું શૌચમૂલક ધર્મનો ઉપદેશ કરું છું. અમારા મતમાં જે કોઈપણ વસ્તુ અપવિત્ર થઈ જાય, તેને જલથી અને