________________
| २२८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१०३ तए णं से अदीणसत्तू राया तं चित्तगरदारय एवं वयासी-किं णं तुम देवाणुप्पिया! मल्लदिण्णेणं णिव्विसए आणत्ते? ભાવાર્થ:- ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારપુત્રને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય ! મલ્લદિનકુમારે તમને કયા કારણે દેશનિકાલની આજ્ઞા આપી? १०४ तएणं से चित्तयरदारए अदीणसत्तुराय एवं वयासी- एवं खलु सामी ! मल्लदिण्णे कुमारे अण्णया कयाइ चित्तगरसेणि सद्दावेइ, सदावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया! मम चित्तसभं, तं चेव सव्वं भाणियव्वं जाव मम संडासंग छिंदावेइ छिदावित्ता णिव्विसयं आणवेइ । तं एवं खलु सामी ! मल्लदिण्णेणं कुमारेणं णिव्विसए आणत्ते । ભાવાર્થ - ત્યાર પછી ચિત્રકાર પુત્રે અદીનશત્રુ રાજાને કહ્યું- હે સ્વામિન્! મલ્લદિનકુમારે એકવાર ચિત્રકાર મંડળીને બોલાવીને આ પ્રમાણે કહ્યું હતું - હે દેવાનુપ્રિયો ! તમે મારી ચિત્રસભાને ચિત્રિત કરો; ઇત્યાદિ સર્વવૃત્તાંત પૂર્વવત્ કહ્યો યાવતકુમારે મારો જમણો અંગૂઠો કપાવીને દેશ-નિકાલની આજ્ઞા આપી. હે સ્વામિન્ ! આ પ્રમાણે મલ્લદિનકુમારે મને દેશ-નિર્વાસનની આજ્ઞા આપી છે. १०५ तए णं अदीणसत्तू राया तं चित्तगरं एवं वयासी-से केरिसए णं देवाणुप्पिया ! तुमे मल्लीए तयाणुरूवे रूवे णिव्वत्तिए ?
___ तए णं से चित्तगरे कक्खंतराओ चित्तफलयं णीणेइ, णीणित्ता अदीणसत्तुस्स उवणेइ, उवणित्ता एवं वयासी-एसणं सामी !मल्लीए विदेहरायवरकण्णाए तयाणुरूवस्स रूवस्स केइ आगार-भावपडोयारे णिव्वत्तिए । णो खलु सक्का केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकण्णगाए तयाणुरूवे रूवे णिव्वत्तित्तए। ભાવાર્થ - ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય ! તમે મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર કેવું બનાવ્યું હતું?
ત્યારે ચિત્રકારે પોતાની બગલમાં રાખેલુંચિત્રફલક બહાર કાઢીને અદીનશત્રુ રાજાની સામે રાખીને કહ્યું- હે સ્વામિન્ ! વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના આબેહૂબ લાગતા આ ચિત્રમાં હું કિંચિત્માત્રામાંજ તેના આકાર, ભાવ આદિ ચિત્રિત કરી શકયો છું. વિદેહરાજની શ્રેષ્ઠ કુમારી મલ્લીનું હૂબહૂ રૂ૫ તો દેવાદિ પણ ચિત્રિત કરવા સમર્થ નથી. १०६ तए णं अदीणसत्तू राया पडिरूवजणियहरिसे दूयं सद्दावेइ जाव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- ત્યાર પછી પ્રતિરૂપ(ચિત્ર) દ્વારા ઉત્પન્ન અનુરાગ યુક્ત આનંદથી પ્રેરાઈને અદીનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો યાવતુ દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. જિતશત્રુ રાજા અને ચોક્ષા પરિવારિકા - १०७ तेणं कालेणं तेणं समएणं पंचाले नाम जणवए होत्था, वण्णओ । कंपिल्ले पुरे णयरे होत्था, वण्णओ । तत्थ णं जियसत्तू णामं राया होत्था पंचालाहिवई, वण्णओ ।