________________
| અધ્ય–૮: મલ્લી
૨૨૭]
एवं खलु सामी ! तस्स चित्तगरस्स इमेयारूवा चित्तगर-लद्धी लद्धा पत्ता अभिसमण्णागया- जस्स णं दुपयस्स वा जावणिव्वत्तेइ । तं मा णं सामी ! तुब्भे तं चित्तगरं वज्झं आणवेह। तं तुब्भेणं सामी ! तस्स चित्तगरस्स अण्णं तयाणुरूवं दंड णिव्वत्तेह । ભાવાર્થ - ત્યાર પછી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને ચિત્રકારોની તે મંડળી મલ્લદિન કુમાર પાસે આવી બન્ને હાથ જોડીને વાવત કુમારને વધાવીને આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ ! ખરેખર તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રલબ્ધિ લબ્ધ છે, પ્રાપ્ત થયેલી છે અને તે તેનો અભ્યાસી છે કે તે કોઈ દ્વિપદ આદિના કોઈપણ એક અવયવને જુએ તોપણ તેનું આબેહૂબ રૂપ બનાવી શકે છે. તેથી હે સ્વામિન્ ! આપ તે ચિત્રકારના વધની આજ્ઞા આપો નહીં. હે સ્વામિન્ ! આપ તે ચિત્રકારને બીજો કોઈ યોગ્ય દંડ આપો.' १०२ तए णं से मल्लदिण्ण कुमारे तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ, छिंदावित्ता णिव्विसयं आणवेइ । तए णं से चित्तगरए मल्लदिण्णेणं णिव्विसए आणत्ते समाणे सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्खमइ, णिक्खमित्ता विदेहस्स जणवयस्स मझमज्झेणं णिक्खमित्ता जेणेव कुरुजणवए, जेणेव हत्थिणाउरे णयरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करित्ता चित्तफलगं सज्जेइ, सज्जित्ता मल्लीएविदेहरायवरकण्णगाए पायंगुट्ठाणुसारेणं रूवं णिव्वत्तेइ, णिव्वत्तित्ता कक्खंतरंसि छुब्भइ, छुब्भइत्ता महत्थं जावपाहुडं गेण्हइ, गेण्हित्ता हत्थिणाउरस्स णयरस्स मज्झमज्झेणं जेणेव अदीणसत्तू राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता पाहुडं उवणेइ, उवणित्ता एवं वयासी- एवं खलु अहं सामी ! मिहिलाओ रायहाणीओ कुंभगस्स रण्णो पुत्तेणं पभावईए देवीए अत्तएणं मल्लदिण्णेणं कुमारेणं णिव्विसए आणत्ते समाणे इह हव्वमागए, तं इच्छामि णं सामी ! तुब्भ बाहुच्छाया परिग्गहिए जाव परिवसित्तए । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની પ્રાર્થના સ્વીકારીને તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવીને, તેને દેશ નિકાલની આજ્ઞા આપી.
મલ્લદિન દ્વારા દેશ નિકાલની આજ્ઞા પામેલો તે ચિત્રકાર વાસણાદિ ઘરવખરી લઈને મિથિલા નગરમાંથી બહાર નીકળીને, વિદેહ દેશની મધ્યમાં થઈને કુરુ દેશના હસ્તિનાપુર નગરમાં આવ્યો, પોતાનો સામાન આદિ રાખીને ચિત્ર ફલક તૈયાર કર્યું અને વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીના પગના અંગૂઠાના આધારે તેનું આબેહૂબ ચિત્ર ચિત્રિત કર્યું.
ચિત્ર દોર્યા પછી તે ચિત્રને પોતાની બગલ(કખ)માં દબાવીને રાજાને યોગ્ય મહામૂલ્યવાન ભેટ લઈને તે ચિત્રકારે હસ્તિનાપુરનગરની મધ્યમાં થઈને અદીનશત્ર રાજાની પાસે આવીને, બે હાથ જોડીને, રાજાને વધાવીને, ભેટ અર્પણ કરી અને કહ્યું- હે સ્વામિન્ ! મિથિલા રાજધાનીમાં કુંભરાજાના પુત્ર અને પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિન કુમારે મને દેશનિકાલની આજ્ઞા આપી છે તેથી હું અહીં આવ્યો છું. હે સ્વામિનુ ! આપની ભુજાઓની છત્ર છાયા ગ્રહણ કરીને યાવતુ હું અહીં રહેવા ઇચ્છું છું.