________________
[ ૨૨૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
णिव्वत्तियं पासइ, पासित्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एस णं मल्ली विदेहवररायकण्ण त्ति कटु लज्जिए वीडिए वेडे सणियंसणियं पच्चोसक्कइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને, અંતઃપુર અને પરિવાર સહિત, ધાવમાતાને સાથે લઈને, ચિત્રસભા સમીપે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને, હાવભાવ-વિલાસ અને બિમ્બોકથી યુક્ત ચિત્રોને જોતા-જોતા જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીનું ચિત્ર હતું તે તરફ ગયો.
વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના આબેહુબ ચિત્રને જોતા જ મલ્લદિન કુમારને વિચાર આવ્યો કે અરે, આ તો વિદેહવર રાજકન્યા મલ્લી છે !!' આ વિચાર આવતા જ તે લજ્જિત, વીડિત અને અત્યંત લજ્જિત બનીને ધીરે-ધીરે ત્યાંથી પાછો ફર્યો. ९८ तए णं मल्लिदिण्णकुमारं अम्मधाई सणियं-सणियं पच्चोसक्कंतं पासित्ता एवं वयासी-किं णं तुमं पुत्ता ! लज्जिए वीडिए वेड्डे सणियंसणियं पच्चोसक्कइ?
तए णं से मल्लदिण्णकुमारे अम्मधाई एवं वयासी- जुत्तं णं अम्मो ! मम जेट्ठाए भगिणीए गुरूदेवभूयाए लज्जणिज्जाए समं चित्तसभं अणुपविसित्तए? ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિનકુમારને પાછા ફરતાં જોઈને ધાવમાતાએ પૂછ્યું- હે પુત્ર! તું શા માટે લજ્જિત, વીડિત અને અત્યંત લજ્જિત થઈને ધીરે-ધીરે પાછો ફરી રહ્યો છો ?
ત્યારે મલ્લદિનકુમારે ધાવમાતાને આ પ્રમાણે કહ્યું- હે માતા ! આ ચિત્રસભામાં ગુરુ અને દેવ જેવા પૂજનીય મારા મોટા બહેન બેઠા હોય, ત્યારે તેમની સામે અંતઃપુર સહિત ચિત્ર સભામાં પ્રવેશ કરવો, તે શું મારા માટે યોગ્ય છે? અર્થાત્ યોગ્ય નથી. તેથી હું લજ્જિત થાઉં છું. ९९ तए णं अम्मधाई मल्लदिण्णकुमारे एवं वयासी- णो खलु पुत्ता ! एस मल्ली विदेहवररायकण्णा । चित्तगरएणं तयाणुरूवे रूवे णिव्वत्तिए । ભાવાર્થ - તે સમયે ધાવમાતાએ મલ્લદિનકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! આ વાસ્તવિક વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી નથી પરંતુ ચિત્રકારે આ હૂબહૂ ચિત્રિત કરી છે, આ તેનું ચિત્ર છે. १०० तए णं मल्लदिण्णे कुमारे अम्मधाईए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ते एवं वयासीकेस णं भो ! से चित्तगरए अप्पत्थियपत्थिए जाव परिवज्जिए, जेण मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए जाव णिव्वत्तिए? त्ति कटु तं चित्तगरं वज्झं आणवेइ । ભાવાર્થ:- ધાવમાતાનું આ વચન સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને મલ્લદિનકુમાર એકદમ ગુસ્સે થઈ ગયો અને આ પ્રમાણે કહ્યું – મૃત્યુની ઇચ્છા કરનારો આ ચિત્રકાર કોણ છે યાવતુ જેણે ગુરુ અને દેવ સમાન પૂજનીય મારી મોટી બહેનનું ચિત્ર અહીં બનાવ્યું છે? આ રીતે વિચારીને કુમારે તે ચિત્રકારનો વધ કરવાની આજ્ઞા આપી. १०१ तए णं सा चित्तगरसेणी इमीसे कहाए लट्ठा समाणा जेणेव मल्लदिण्णे कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता एवं वयासी