________________
| २२४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અદીનશત્રુ રાજા અને ચિત્રકાર:८८ तेणं कालेणं तेणं समएणं कुरु णामं जणवए होत्था । तत्थ णं हथिणाउरे णामं णयरे होत्था। तत्थ णं अदीणसत्तू णामं राया होत्था जाव रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ - તે કાલે અને તે સમયે કુરુ નામના દેશમાં હસ્તિનાપુર નામનું નગર હતું. અદીનશત્રુ નામના રાજા હતા યાવત્ તે રાજ્યશાસન કરતા સુખપૂર્વક વિચરતા હતા. ८९ तत्थणं मिहिलाए, तस्स कुंभगस्सरण्णो पुत्ते, पभावईए अत्तए, मल्लीए अणुजायए मल्लदिण्णए णाम कुमारे जावजुवराया यावि होत्था । ભાવાર્થ - તે મિથિલા નગરીમાં કુંભરાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લીકુમારીનો નાનોભાઈ મલ્લદિન નામનો કુમાર હતો. તે યુવરાજ હતો. ९० तए णं मल्लदिण्णे कुमारे अण्णया कयाइ कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे मम पमयवणंसि एगं महं चित्तसभं करेहअणेगखंभसयसण्णिविटुं जाव एयमाणत्तियं पच्चप्पिणह । ते वि तहेव पच्चप्पिणंति । ભાવાર્થ – એક દિવસ મલ્લદિન કુમારે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– તમે જાઓ અને મારા પ્રમદવન (ઘરના ઉદ્યાન)માં સેંકડો સ્તંભો પર સ્થિત એક મોટી ચિત્રસભાનું નિર્માણ કરો યાવતું તેઓએ તે પ્રમાણે ચિત્રસભાનું નિર્માણ કરીને રાજાને કાર્ય થઈ ગયાની ખબર આપી. ९१ तए णं मल्लदिण्णे कुमारे चित्तगरसेणिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- तुब्भेणं देवाणुप्पिया ! चित्तसभं हाव-भावविलासविब्बोयकलिएहिं रूवेहिं चित्तेह,चित्तित्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ - ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારની શ્રેણી (ચિત્રકારો)ને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે ચિત્રસભાને મુખના વિકારરૂપ હાવ, ચિત્તજન્ય વિકારરૂપભાવ, નેત્રના વિકારરૂપ વિલાસ અને ભ્રમરજન્ય વિકારરૂપ બિમ્બોકથી યુકત ચિત્રોથી ચિત્રિત કરો અને કાર્ય પૂર્ણ થાય એટલે મને તે સમાચાર આપો. ९२ तए णं सा चित्तगरसेणी एयमटुं तहत्ति पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सयाई, गिहाई तेणेव उवागच्छति, उवागच्छित्ता तूलियाओ, वण्णए य गेण्हति, गेण्हित्ता जेणेव चित्तसभा तेणेव अणुपविसइ, अणुपविसित्ता भूमिभागे विरचति, विरचित्ता भूमि सज्जइ, सज्जित्ता चित्तसभं हावभाव जावचित्तेउं पयत्ता यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી ચિત્રકારોએ “ભલે,” આ પ્રમાણે કહીને કુમારની આજ્ઞા શિરોધાર્ય કરી. તેઓ પોત-પોતાના ઘરે જઈને પીંછી અને રંગ લઈને, ચિત્રસભા સમીપે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને, ચિત્રોની ભૂમિકા તૈયાર કરીને હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્રો અંકિત કરવામાં લાગી ગયા. ९३ तए णं एगस्स चित्तगारस्स इमेयारूवे चित्तगर-लद्धी लद्धा पत्ता अभिसमण्णागया