________________
| અધ્ય–૮: મલ્લી
૨૨૩]
समाणा इहं हव्वमागया । तं इच्छामो णं सामी ! तुब्भं बाहुच्छायापरिग्गहिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं परिवसिडें । ભાવાર્થ:- ત્યાર પછી કંભરાજા દ્વારા દેશ નિકાલની આજ્ઞા(સજા) પામેલા તે સુવર્ણકારો પોત-પોતાના ઘેર આવ્યા. આવીને પોતાના વાસણ વગેરે ઘરવખરી લઈને મિથિલા નગરીમાંથી બહાર નીકળીને વિદેહ દેશમાં થઈને કાશીદેશની વાણારસી નગરીમાં આવ્યા, આવીને અગ્ર(ઉત્તમ) ઉદ્યાનમાં ગાડી-ગાડા છોડ્યા, છોડીને મહાન અર્થવાળી રાજાને યોગ્ય બહુમૂલ્ય ભેટ ગ્રહણ કરીને વાણારસી નગરીમાં થઈને કાશી દેશના શંખ રાજા સમીપે આવી, રાજાને ભેટ આપીને, બન્ને હાથ જોડીને યાવતુ જય-વિજય શબ્દોથી રાજાને વધાવીને આ પ્રમાણે નિવેદન કર્યું
હે સ્વામિનું! કુંભ રાજાની મિથિલા નગરીમાંથી દેશ નિકાલની સજા મળવાથી અમે અહીં આવ્યા છીએ. હે સ્વામિન્ ! અમે આપની ભુજાઓની છાયા ગ્રહણ કરીને અર્થાત્ આપના આશ્રયે અમે નિર્ભય અને નિરુદ્વેગ થઈને, સુખ-શાંતિપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ. ८६ तए णं संखे कासीराया ते सुवण्णगारे एवं वयासी-किं णं तुब्भे देवाणुप्पिया ! कुंभएणं रण्णा णिव्विसया आणत्ता?
तए णं ते सुवण्णगारा संखं एवं वयासी- एवं खलु सामी ! कुंभगस्स रण्णो धूयाए पभावईएदेवीए अत्तयाए मल्लीए विदेहरायवरकण्णाएकुंडलजुयलस्ससंधी विसंघडिए । तए णं से कुंभए राया सुवण्णगारसेणिं सदावेइ, सदावित्ता जावणिव्विसया आणत्ता । ભાવાર્થ:- ત્યારે કાશી દેશના શંખ રાજાએ તે સુવર્ણકારોને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! કુંભરાજાએ તમોને દેશનિકાલની આજ્ઞા શા માટે આપી?
સુવર્ણકારોએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીકુમારીના કંડલયુગલની સાંધ ખુલ્લી ગઈ હતી. ત્યારે કુંભ રાજાએ (અમને) સુવર્ણકારોને બોલાવીને યાવતું તેને સાંધવા માટે કહ્યું. અમે અનેક ઉપાય કરવા છતાં પણ તેને સાંધી શક્યા નહીં. તેથી રાજાએ અમોને દેશનિકાલની આજ્ઞા આપી છે. ८७ तए णं से संखे राया सुवण्णगारे एवं वयासी- केरिसिया णं देवाणुप्पिया ! कुंभगस्स धया पभावईए देवीए अत्तया मल्ली विदेहरायवरकण्णा? तएणं तेसवण्णगारा संखरायं एवं वयासी- णो खलु सामी ! अण्णा काई तारिसिया देवकण्णा वा जाव जारिसिया णं मल्ली विदेहरायवरकण्णा । तए णं कुंडल-जुयल-जणिय-हरिसे दूयं सद्दावेइ जाव तहेव पहारेत्थ गमणाए। ભાવાર્થ - ત્યાર પછી શંખરાજાએ સુવર્ણકારોને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી કેવી છે? ત્યાર સુવર્ણકારોએ શંખરાજાને કહ્યું- હે સ્વામિનું જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે, તેવી તો દેવ કન્યા પણ નથી. ત્યાર પછી કુંડલયુગલની વાત દ્વારા ઉત્પન અનુરાગયુક્ત આનંદથી પ્રેરાઈને શંખરાજાએ દૂતને બોલાવ્યો યાવતું દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું.