________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सुवण्णगारभिसियासु णिवेसेइ, णिवेसित्ता बहूहिं आएहिं य जाव परिणामेमाणा इच्छंति तस्स दिव्वस कुंडलजुयलस्स संधि घडित्तए, णो चेव णं संचाएंति संघडित्तए । ભાવાર્થ :- સુવર્ણકારોએ ‘તહત્તિ’ કહીને તે આજ્ઞાનો સ્વીકાર કરીને, તે દિવ્ય કુંડલ-યુગલને ગ્રહણ કર્યા અને સુવર્ણકારો પોતાના સ્થાને આવ્યા. પોતાના સ્થાને બેસીને ઘણા પ્રયત્નો અને ઉપાયોથી તે કુંડલ-યુગલને સાંધવા પુરુષાર્થ કર્યો પરંતુ તેને સાંધવામાં સમર્થ થઈ શક્યા નહીં.
૨૨૨
८३ तए णं सा सुवण्णगारसेणी जेणेव कुंभए तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी एवं खलु सामी ! अज्ज तुब्भे अम्हे सद्दावेह, सद्दावेत्ता जाव संधिं संघाडेत्ता एयमाणत्तियं पच्चप्पिणह । तए णं अम्हे तं दिव्वं कुंडलजुयलं गेण्हामो जेणेव सुवण्णगारभिसियाओ जाव णो संचाएमो संघाडित्तए । तणं अम्हे सामी ! यस्स दिव्वस्स कुंडलस्स अण्णं सरिसयं कुंडलजुयलं घडेमो । ભાવાર્થ:- ત્યાર પછી તે સોનીઓએ કુંભરાજાની પાસે આવીને, બન્ને હાથ જોડીને જય-વિજય શબ્દોથી રાજાને વધાવીને આ પ્રમાણે નિવેદન કર્યું– હે સ્વામિન્ ! તમે આજે અમને બોલાવીને આદેશ આપ્યો હતો કે કુંડલ-યુગલની સાંધ ખૂલી ગઈ છે તેને રેણ કરીને મને પાછા સોંપો. અમે તે દિવ્ય કુંડલ-યુગલ લઈને અમારા સ્થાને જઈને ઘણા ઉપાય કર્યા પરંતુ તે સાંધ જોડવા માટે અમે શક્તિમાન થઈ શક્યા નથી. હે સ્વામિન્! શું અમે આ દિવ્ય કુંડલ યુગલ જેવું બીજું કુંડલ યુગલ બનાવી દઈએ ?
८४ त णं से कुंभ राया तीसे सुवण्णगारसेणीए अंतिए एयमट्ठे सोच्चा णिसम्म आसुरुत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे तिवलियं भिउडिं णिडाले साहट्टु एवं वयासी - केस णं तुब्भे कलाया णं भवह, जे जे तुब्भे इमस्स दिव्वस्स कुंडलजुयलस्स णो संचाएह संधि संघाडेत्तए ? ते सुवण्णगारे णिव्विस आणवेइ ।
ભાવાર્થ :- સોનીઓનું આ કથન સાંભળીને અને હૃદયંગમ કરીને કુંભરાજા તત્કાલ ગુસ્સે થઈ ગયા, કપાળમાં ત્રણ રેખા થઈ જાય તે રીતે ગુસ્સામાં ભૃકુટિ ચડાવીને સોનીઓને આ પ્રમાણે કહ્યું– અરે ! તમે કેવા સોની છો ? જે આ દિવ્ય કુંડલ યુગલની જોડ પણ સાંધી શકતા નથી ? આમ કહીને તેઓને દેશ
નિકાલની આજ્ઞા આપી દીધી.
८५ सुवणारा कुंभेण रण्णा णिव्विसया आणत्ता समाणा जेणेव साई-साइं गिहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सभंडमत्तोवगरणमायाए मिहिलाए रायहाणीए मज्झमज्झेण णिक्खमंति, णिक्खमित्ता विदेहस्स जणवयस्स मज्झमज्झेणं जेणेव कासी जणवए, जेणेव वाणारसी णयरी तेणेव उवागच्छंति, उवागच्छित्ता अग्गुज्जाणंसि सगडी सागड मोएंति, मोइत्ता महत्थं जाव पाहुडं गेण्हंति, गेण्हित्ता वाणारसीए णयरीए मज्झमज्झेणं जेणेव संखे कासीराया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धार्वेति, वद्धावित्ता पाहुडं पुरओ ठावेंति, ठावित्ता संखरायं एवं वयासी
अम्हे णं सामी ! मिहिलाओ णयरीओ कुंभएणं रण्णा णिव्विसया आणत्ता