________________
| २२० ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નજીક આવ્યો છે, તેમ જાણીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! કાલે સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ થશે, તેથી તમે રાજ્યમાર્ગની મધ્યમાં, ચોકમાં, પુષ્પ મંડપમાં જલીય સ્થલીય પાંચવર્ણના ફૂલો લાવીને એક મોટો સુગંધી શ્રીદામકાંડ ચંદરવામાં લટકાવો. તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કાર્ય કર્યું ७४ तएणंरुपी कुणालाहिवई सुवण्णगास्सेणिसावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! रायमग्गमोगाढंसि पुप्फमंडवंसि णाणाविहपंच वण्णेहिं तंदुलेहिं णगरं आलिहह । तस्स बहुमज्झदेसभाए पट्टयं रएह, रइत्ता जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી કુણાલાધિપતિ રુમિ રાજાએ સોનીની શ્રેણીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર રાજમાર્ગના મધ્યમાં, પુષ્પમંડપમાં વિવિધ પ્રકારના પંચરંગી ચોખાથી નગરનું ચિત્રણ કરો અને તેની વચ્ચોવચ એક બાજોઠ રાખો યાવત્ તે પ્રમાણે કાર્ય કરીને સોનીઓએ રાજાને કાર્ય થઈ ગયાની જાણ કરી. ७५ तए णं से रूप्पि कुणालाहिवई हत्थिखंधवरगए चाउरंगिणीए सेणाए महया भडचडकर-रह-पहकरविंद-परिक्खित्ते अंतेउस्परियाल-संपरिवुडे सुबाहुं दारियं पुरओ कटु जेणेव रायमग्गे, जेणेव पुप्फमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पुप्फमंडवं अणुपविसइ, अणुपविसित्ता सीहासणवरगएपुरत्थाभिमुहेसण्णिसण्णे। ભાવાર્થ:- ત્યાર પછી કુણાલાધિપતિ રુમિ રાજા શ્રેષ્ઠ હાથી ઉપર સવાર થઈને, અનેક મોટા મોટા યોદ્ધાઓ આદિ ચતુરંગિણી સેના અને અંતઃપુરના પરિવાર આદિથી પરિવૃત્ત થઈને સુબાહુકુમારીને આગળ કરીને, રાજમાર્ગ પાસેના પુષ્પમંડપમાં આવીને, હાથી ઉપરથી નીચે ઉતર્યા અને પુષ્પમંડપમાં પ્રવેશીને પૂર્વદિશાની તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન પર બેઠા. ७६ तओ णं ताओ अंतेउरियाओ सुबाहुं दारियं पट्टयंसि दुरूहेति, दुरूहित्ता सेयपीयएहिं कलसेहिं ण्हाणेति, सव्वालंकारविभूसियं करेंति, करित्ता पिउणो पायं वंदिउं उवर्णेति। तए णं सुबाहू दारिया जेणेव रुप्पी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पायग्गहणं करेइ । ભાવાર્થ :- ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓ સુબાહુકુમારીને બાજોઠ પર બેસાડીને, ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવીને, સર્વ અલંકારોથી વિભૂષિત કરીને પિતાના ચરણોમાં પ્રણામ કરવા માટે લઈ આવ્યાં. સુબાહુકુમારી રુમિ રાજા પાસે આવીને પિતાને પગે લાગી. ७७ तए णं से रुप्पी राया सुबाहुं दारियं अंके णिवेसेइ, णिवेसित्ता सुबाहुए दारियाए रूवेण जोव्वणेण य लावण्णेण य जायविम्हए वरिसधरं सदावेइ, सदावित्ता एवं वयासीतुमंणं देवाणुप्पिया ! ममदोच्चेणं बहूणि गामागरणगर जावगिहाणि अणुपविससि, तं अत्थियाई से कस्सइ रण्णो वा ईसरस्स वा कहिचि एयारिसए मज्जणए दिट्ठपुव्वे, जारिसए णं इमीसे सुबाहुदारियाए मज्जणए ? ભાવાર્થ-તે સમયે રુક્મિરાજાએ સુબાહુકુમારીને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને સુબાહુકુમારીના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને તેણે વર્ષધરને(રાણીવાસના રક્ષક નપુંસક કંચુકીને) બોલાવીને