________________
| २१८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
मोगाढे य आवासे वियरइ, वियरित्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યાર પછી કંભરાજાએ તે અહંન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકા વણિકોનો વિપુલ અશન, પાન, ખાધ, સ્વાદિમ તથા વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી સત્કાર કર્યો, તેનો કર માફ કરી દીધો. રાજમાર્ગ પર તેઓને ઉતારો-આવાસ આપ્યો અને પછી તેમને વિદાય કર્યા. ६८ तए णं अरहण्णगपामोक्खा संजत्ता णावा वाणियगा जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छति, उवागच्छित्ता भंडववहरणं करेति, करित्ता पडिभंडं गेण्हति, गेण्हित्ता सगडीसागडं भरेंति, भरित्ता जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता भंडं संकाति, दक्खिणाणुकूलेणं वारणं जेणेव चंपाए पोयट्ठाणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयं लंबेंति, लंबित्ता सगडिसागडं सजेति, सज्जित्ता तं गणिमं धरिमं मेज्जं पारिच्छेज्जंसगडीसागडं संकाति, संकामित्ता जाव महत्थं पाहुडं दिव्वं च कुंडलजुयलं गेण्हंति, गेण्हित्ता जेणेव चंदच्छाए अंगराया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं महत्थं जाव उवणेति । ભાવાર્થ:- ત્યાર પછી તે અહંનક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો, રાજમાર્ગ ઉપરના આવાસે આવ્યા, આવીને પોતાના માલનો વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરીને તે માલને બદલે બીજો માલ ખરીદવા લાગ્યા. ખરીદીને તે માલ ગાડી-ગાડામાં ભરીને ગંભીર નામના બંદર પર આવ્યા. પોતાના જહાજ તૈયાર કરીને, તેમાં બધો માલ ભરીને, દક્ષિણાનુકૂલ વાયુ વહેવા લાગ્યો ત્યારે ત્યાંથી પ્રસ્થાન શરૂ કર્યું અને ચંપાનગરી નામના બંદરે આવ્યા; આવીને વહાણ લાંગર્યું, ગાડી-ગાડાઓ તૈયાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય, આ ચાર પ્રકારનો માલ તેમાં ભર્યો યાવત્ બહુમૂલ્ય ભેટ અને દિવ્યકુંડલની એક જોડ ગ્રહણ કરીને અંગ દેશના રાજા ચંદ્રગ્બાય પાસે આવ્યા અને તે બહુમૂલ્ય ભેટ રાજાને આપી. ६९ तए णं चंदच्छाए अंगराया तं दिव्वं महत्थं च कुंडलजुयलं पडिच्छइ, पडिच्छित्ता ते अरहण्णगपामोक्खे एवं वयासी-तुब्भेणंदेवाणुप्पिया ! बहूणि गामागर जावसण्णिवेसाई आहिंडह, लवणसमुदं च अभिक्खणं अभिक्खणं पोयवहणेहिं ओगाहेह, तं अत्थियाई भे केइ कहिंचि अच्छेरए ट्ठिपुव्वे? । ભાવાર્થ-ત્યાર પછી અંગદેશના રાજા ચંદ્રચ્છાયે તે દિવ્ય અને મહામૂલ્યવાન ભેટનો અને કુંડલયુગલનો સ્વીકાર કર્યો અને અહંન્નક આદિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે ઘણા ગામો, આકરો, સન્નિવેશ આદિમાં ભ્રમણ કરો છો તથા જહાજ દ્વારા વારંવાર લવણસમુદ્રમાં પ્રવેશ કરો છો, તો તમોએ કોઈ જગ્યાએ કોઈ આશ્ચર્ય જોયું છે? ७० तएणंते अरहण्णगपामोक्खा चंदच्छायं अंगरायंएवं वयासी-एवं खलु सामी ! अम्हे इहेव चंपाए णयरीए अरहण्णगपामोक्खा बहवे संजत्तगा णावावाणियगा परिवसामो, तए णं अम्हे अण्णया कयाई गणिमं च धरिमं च मेज्जं च परिच्छेजं च गेण्हामो तहेव अहीणमइरित्तं जावकुंभगस्सरण्णो उवणेमो । तएणंसे कुंभए मल्लीए विदेहरायवरकण्णाए