________________
| અધ્ય–૮: મલી
૨૧૭ ]
સત્ય સિદ્ધ થયો.(તેમણે જે કહ્યું હતું તે બરાબર જ કહ્યું હતું, મેં તમારા ગુણોની સમૃદ્ધિ, આંતરિક તેજ રૂપી ધતિ, યશ, શારીરિક બળ, આત્મિકબળ જોઈ લીધા છે. ધર્મદઢતારૂપી પુરુષાકાર અને ધર્મારાધનરૂપ પરાક્રમ આદિ ગુણોને તમે સારી રીતે મેળવ્યા છે. પ્રાપ્ત કર્યા છે અને તેનું આપે સારી રીતે સેવન કર્યું છે. તો હે દેવાનુપ્રિય ! હું આપને ખમાવું છું, આપ મને ક્ષમાપ્રદાન કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવા સમર્થ છો. હવે ફરી ક્યારેય હું આવું કરીશ નહીં,” આ પ્રમાણે કહીને બન્ને હાથ જોડીને અહંન્નક શ્રમણોપાસકના પગમાં પડીને આ ઘટના માટે વારંવાર વિનયપૂર્વક ક્ષમાયાચના કરી અને અહંન્નકને કંડલોની બે જોડ ભેટ આપીને જે દિશામાંથી પ્રગટ થયો હતો તે જ દિશામાં પાછો ફર્યો અર્થાત્ દેવલોકમાં ગયો.
६५ तए णं अरहण्णए णिरुवसग्गमित्ति कटु पडिमं पारेइ । तए णं ते अरहण्णग पामोक्खा संजत्ता णावा वाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयं लंबंति, लंबित्ता, सगडिसागडं सज्जेंति, सज्जित्ता तं गणिमं धरिमं मेज परिच्छेज्जं सगडिसागडं संकाति, संकामित्ता सगडिसागडं जोएंति, जोइत्ता जेणेव मिहिला णगरी तेणेव उवागच्छंति उवागच्छित्ता मिहिलाएरायहाणीए बहिया अग्गज्जाणंसि सगडिसागडं मोएति.मोइत्ता महत्थं महग्धं विउलं रायरिहं पाहडं दिव्वं कुंडलजुयलंचगेण्हंति, गेण्हित्ता मिहिलाएरायहाणीए अणुपविसंति, अणुपविसित्ता जेणेव कुंभए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु तं महत्थं दिव्वं कुंडलजुयलं उवणेति जाव पुरओ ठवेति । ભાવાર્થ - ત્યાર પછી અહંનક શ્રાવકે ઉપસર્ગ દૂર થયો છે તેમ જાણીને પડિમા અર્થાત્ કાયોત્સર્ગ પાળ્યો અને અન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકો દક્ષિણ દિશાના અનુકૂળ પવનના કારણે ગંભીર નામના બંદરે આવ્યા, ત્યાં આવીને જહાજ લાંગર્યા. ગાડી-ગાડા તૈયાર કર્યા અને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય આદિ ચારે ય પ્રકારના માલને ગાડામાં ભરીને ગાડી-ગાડા જોતરીને મિથિલા નગરીમાં આવ્યા. મિથિલા નગરીની બહાર ઉત્તમ ઉદ્યાનમાં ગાડી-ગાડા છોડીને, તે મહાન અર્થવાળી, મહામૂલ્યવાળી, વિપુલ અને રાજાને યોગ્ય ભેટ અને કુંડલોની જોડી લઈને, મિથિલા નગરીમાં પ્રવેશીને, કુંભ રાજા સમીપે આવ્યા. બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને તે મહાન અર્થવાળું ભેટછું અને દિવ્યકુંડલ યુગલની રાજાને ભેટ ધરી.
६६ तएणं कुंभए राया तेसिं संजत्तगाणं णावावाणियगाणं जावपडिच्छइ, पडिच्छित्ता मल्लि विदेहवररायकण्णं सद्दावेइ, सद्दावित्ता तं दिव्वं कुंडलजुयलं मल्लीए विदेहवररायकण्णगाए पिणद्धेइ, पिणद्धत्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યાર પછી કુંભરાજાએ તે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોની તે બહુમૂલ્ય ભેટ યાત સ્વીકારી અને વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીને બોલાવીને તે દિવ્યકુંડલ યુગલ તેને પહેરાવ્યાં, પહેરાવીને તેને વિદાય કરી. ६७ तए णं से कुंभए राया ते अरहण्णगपामोक्खे जाव वाणियगे विउलेणं असण-पाणखाइमसाइमेणं वत्थगंध-मल्लालंकारेणं जाव उस्सुक्कं वियरेइ, वियरित्ता रायमग्ग