________________
૨૧૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અને વિપરિણમત કરવામાં સમર્થ થયો નહીં, ત્યારે તે શ્રાંત-થાકી ગયો, ખેદને પ્રાપ્ત થયો, અત્યંત ખેદને પ્રાપ્ત થયો, ઉપસર્ગ આપવારૂપ કાર્યથી પરિનિવૃત્ત થઈને અદ્ધર ઉપાડેલા વહાણને ધીરે—ધીરે ઉતારીને જળની સપાટી ઉપર રાખીને દિવ્ય પિશાચનું રૂપ સમેટી લીધું અને દિવ્ય દેવ રૂપની વિક્રિયા કરી. વિક્રિયા કરીને અંતરિક્ષમાં અધર સ્થિર થઈને ઘૂઘરીઓના ઘમકારવાળા પાંચ વર્ણના ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને અહંન્નક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–
હે અહંન્નક શ્રમણોપાસક! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય! તમારો જન્મ અને તમારું જીવન સફળ છે કારણ કે તમે નિગ્રંથ પ્રવચનમાં આ પ્રકારની પ્રતિપત્તિ(શ્રદ્ધા) મેળવી છે. પ્રાપ્ત કરી છે અને તે શ્રદ્ધાને અચળરૂપે વળગી રહ્યા છો. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા શકેન્દ્ર સુધર્મ નામના પ્રથમ કલ્પમાં, સૌધર્માવલંસક નામના વિમાનમાં અને સુધર્મા સભામાં, ઘણા દેવોની વચ્ચે મોટા સાદે આ પ્રમાણે કહ્યું હતું કે જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, ચંપા નગરીમાં અહંનક નામના શ્રમણોપાસક રહે છે તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા છે. તેને કોઈ પણ દેવ કે દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવામાં, ભિત કરવામાં કે સમ્યકત્વથી શ્રુત કરવામાં સમર્થ નથી. ६४ तए णं अहं देवाणुप्पिया ! सक्कस्स देविंदस्स एयमढें णो सदहामि, णो पत्तियामि णोरोययामि । तए णं मम इमेयारूवे अज्झथिए जाव गच्छामि णं अरहण्णयस्स अंतियं पाउब्भवामि, जाणामि ताव अहं अरहण्णगं? किं पियधम्मे णो पियधम्मे? दढधम्मे णो दढधम्मे? शीलव्वय गुणव्वय किं चालेइ णो चालेइ जावपरिच्चयइ णो परिच्चयइ?त्ति कटु एवं संपेहेमि, संपेहित्ता ओहिं पउंजामि, पउंजित्ता देवाणुप्पियं! ओहिणा आभोए मि, आभोइत्ता उत्तरपुरच्छिमं दिसिभागं अवक्कमामि उत्तरवेउव्वियं रूवं विउव्वामि विउव्वित्ता ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव लवणसमुद्दे जेणेव देवाणुप्पिए तेणेव उवागच्छामि, उवागच्छित्ता देवाणुप्पियाणं उवसग्गं करेमिणो चेवणं देवाणुप्पिया भीए जाव जाए । तं जं णं सक्के देविंदे देवराया वदइ, सच्चे णं एसमढे । तं दिढे णं देवाणुप्पियाणंइड्डी जुई जसो बलं वीरियं पुरिसक्कास्परक्कमे लद्धे पत्ते अभिसमण्णागए । तं खामेमिणं देवाणुप्पिया ! खमंतु णं देवाणुप्पिया ! खमंतुमरिहसि णं देवाणुप्पिया ! णाइ भुज्जो एवं करणयाए त्ति कटु पंजलिउडे पायवडिए एयमटुं विणएणं भुज्जो भुज्जो खामेइ, अरहण्णयस्स यदुवे कुंडलजुयले दलयइ, दलइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए। ભાવાર્થ:- ત્યારે હે દેવાનુપ્રિય! દેવેન્દ્ર શુક્રની આ વાત પર મને શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં અને મને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે- હું જાઉં અને અહંન્નકની સમક્ષ પ્રગટ થાઉં અને તપાસ કરું કે અહંન્નકને ધર્મપ્રિય છે કે ધર્મપ્રિય નથી ? તે દઢધર્મી છે કે દઢધર્મી નથી ? યાવત તે વ્રતાદિનો પરિત્યાગ કરે છે કે નહીં ?' આ પ્રમાણે વિચાર કરીને, અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા હે દેવાનુપ્રિય ! તમને જોઈને ઈશાનકોણમાં જઈને ઉત્તરક્રિય શરીર બનાવીને ત્યાર પછી ઉત્કૃષ્ટ દેવગતિથી લવણ સમુદ્રમાં જ્યાં હે દેવાનુપ્રિય ! તમે હતા, ત્યાં હું આવ્યો, આવીને મેં આપ દેવાનુપ્રિયને ઉપસર્ગ આપ્યો પરંતુ આપ દેવાનુપ્રિય ભયભીત ન થયા, ત્રાસ ન પામ્યા, તેથી દેવેન્દ્ર દેવરાજ શકે જે કહ્યું હતું, તે અર્થ