________________
[ ૨૧૪ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - અન્નક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને આવતા જોયું. તેને જોઈને તે નિર્ભય, અત્રસ્ત, અચલિત, અસંભ્રાન્ત, અનાકુળ, અનુદ્વિગ્ન રહ્યા; તેના મોઢાનો રંગ અને નેત્રોનો વર્ણ પણ બદલાયો નહીં. તેના મનમાં દીનતા કે ખિન્નતા ઉત્પન્ન થઈ નહીં; તેણે વહાણના એક ભાગમાં જઈને વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું પ્રમાર્જન કરીને તે સ્થાન ઉપર બેસી ગયા અને બન્ને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંત યાવસિદ્ધિગતિને પ્રાપ્તસિદ્ધ ભગવાનને નમસ્કાર હો“જો હું આ ઉપસર્ગથી બચી જાઉં તો મારે આ કાયોત્સર્ગ પાળવો કહ્યું છે અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો આહારાદિ સર્વના પ્રત્યાખ્યાન છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવો કલ્પતો નથી.” આ પ્રમાણે કહીને તેણે સાગારી અનશનવ્રત ગ્રહણ કર્યું. ५९ तएणं से पिसायरूवे जेणेव अरहण्णए समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहण्णगं एवं वयासी
हं भो अरहण्णगा ! अपत्थियपत्थिया ! जाव परिवज्जिया ! णो खलु कप्पइ तव सीलव्वयगुण-वेरमण-पच्चक्खाणपोसहोववासाई चालित्तए वा खोभित्तए वा खंडित्तए वा, भंजित्तए वा उज्झित्तए वा परिच्चइत्तए वा । तं जइ णं तुमं सीलव्वयं जाव ण परिच्चयसि तो ते अहं एवं पोयवहणं दोहिं अंगुलियाहिं गेण्हामि, गेण्हित्ता सत्तट्ठतलप्पमाणमेत्ताई उड्ढे वेहासे उव्विहामि, उव्विहित्ता अंतो जलंसि णिच्छोलेमि, जेणं तुम अट्टदुहट्टवसट्टे असमाहिपत्ते अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ - ત્યાર પછી તે પિશાચરૂપધારી દેવ અઈનક શ્રમણોપાસક પાસે આવ્યો અને અહંનકને આ પ્રમાણે કહેવા લાગ્યો' અરે ! ઓ મૃત્યુની પ્રાર્થના કરનારા યાવતુ લક્ષ્મીથી પરિવર્જિત હે અહંન્નક! તને શીલવ્રત, અણુવ્રત, ગુણવ્રત, વિરમણ–મિથ્યાત્વ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી ચલાયમાન થવું, “ આ વ્રતને પાળું કે છોડી દઉં, આવા વિચારથી ક્ષુબ્ધ થવું, એક દેશથી વ્રત ખંડિત કરવું; સર્વથા ખંડન કરવું, દેશવિરતિનો સર્વથા ત્યાગ કરવો કલ્પતો નથી; પરંતુ જો તું શીલવ્રત આદિનો પરિત્યાગ નહીં કરે તો હું તારા આ જહાજને બે જ આંગળીઓથી ઉઠાવી સાત-આઠ તલની (માળની) ઊંચાઈ સુધી આકાશમાં ઉછાળીને પાણીમાં અંદર ડૂબાડી દઈશ; તેથી તું આર્ત ધ્યાનને વશીભૂત અને અસમાધિને પ્રાપ્ત થઈ અકાલમાં જ જીવનથી રહિત થઈ જઈશ અર્થાત્ મોતનો કોળિયો બની જઈશ. ६० तए णं से अरहण्णए समणोवासए तं देवं मणसा चेव एवं वयासी- अहं णं देवाणुप्पिया! अरहण्णए णामं समणोवासए अभिगयजीवाजीवे । णो खलु अहं सक्का केणइ देवेण वा जाव णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभेत्तए वा विपरिणामेत्तए वा, तुमंणं जा सद्धा तं करेहि त्ति कटु अभीए जाव अभिण्णमुहरागणयणवण्णे अदीणविमणमाणसे णिच्चले णिप्फंदे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ - ત્યારે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હું અહંન્નક