________________
| અધ્ય–૮: મલી
[ ૨૧૩ ]
કર્કશ વાયુ નીકળતો હતો. તેનું મુખ કદરૂપા અવયવોથી દુર્દર્શ અને ભયંકર દેખાતું હતું. તેના બંને કાનની કાનપટી ઊંચી ઉપસેલી હતી, કાન પર મહા વિકરાળ રૂવાંટી(વાળ) હતી, તેના કાન આંખના ખૂણા સુધી લાંબા અને ચંચળ હતા. તેની આંખ પીળી અને ચમકદાર હતી.(ક્રોધના કારણે) તેની ભ્રકુટી ચડેલીહતી અને તે કપાળ ઉપર વિજળીની જેમ ચમકતી હતી.
તેણે પિશાચરૂપને યોગ્ય નરસંડોની માળાઓ પહેરેલી હતી; તેણે વિવિધ રંગી ગોનસ જાતિના સાપોને બખ્તર ધારણ કર્યું હતું. આજુ-બાજુ સરકતા, ફૂંફાડા મારતા સાપો, વીંછીઓ, ઘો, ઉંદરો, નોળીયાઓ અને કાકીડાની અનેકરંગી માળાઓ ઉત્તરાસંગ(એસ)ના સ્થાને ધારણ કરી હતી. તેણે ફેણ ચડાવવાથી દૂર દેખાતા ફૂફાડો મારતા બે કાળા સર્પોના લાંબાકુંડળ ધારણ કર્યા હતા. તેણે પોતાના બંને ખંભા ઉપર બિલાડા અને શિયાળ બેસાડ્યા હતા. તેણે થૂ-થૂ કરતાં ઘુવડોનો મસ્તકના આભૂષણરૂપ મુકુટ બનાવ્યો હતો. ઘંટના ભયાનક શબ્દોના કારણે તે પિશાચ ભયંકર પ્રતીત થતો હતો.તે ડરપોક લોકોના હૃદયનું વિદારણ કરે તેવું અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી, લોહી, પરું, માંસ અને મળથી મલિન અને લિપ્ત હતું. તેનું વક્ષ:સ્થળ ત્રાસજનક ખૂબ પહોળું હતું. તેણે ચિત્ર-વિચિત્ર વ્યાઘ્રચર્મ ધારણ કર્યું હતું, તેમાં વાધના નખ, રોમ, મુખ, નેત્ર અને કાનાદિ અવયવો સ્પષ્ટ દેખાતા હતા અર્થાત્ તેણે અખંડ વ્યાધ્ર ચર્મ ધારણ કર્યું હતું. ઊંચા કરેલા હાથોમાં રુધિરથી લિપ્ત લાંબા હાથીના ચામડાં વીંટાળ્યા હતા. તે પિશાચ નૌકામાં બેઠેલા લોકોનો અત્યંત કઠોર, સ્નેહહીન, અનિષ્ટ, ઉત્તાપજનક અશુભ, અપ્રિય, અમનોહર, એકાંત, બીભત્સ વાણીથી તિરસ્કાર કરતો હતો. આવો ભયાનક પિશાચ તે લોકોને દેખાયો. – પિશાચનું વર્ણન કરતો આ પાઠ કેટલીક પ્રતોમાં પ્રાપ્ત થાય છે.] ५७ तएणं ते अरहण्ण्णवज्जा संजत्ता-णावावाणियगा तंतालपिसायरूवं जावअभिमुहमावायमाणंपासंति, पासित्ता भीया संजायभया अण्णमण्णस्सकायंसमतुरंगेमाणा-समतुरंगेमाणा बहूणं इंदाण य खंदाण य रूद्दसिक्वेसमण-णागाणं भूयाण य जक्खाण य अज्जकोट्ट किरियाण य बहूणि उवाइयसयाणि ओवाइयमाणा चिट्ठति। ભાવાર્થ - તે સમયે અહંન્નકને છોડીને શેષ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો તે તાલપિશાચના રૂપને યાવત નૌકા તરફ આવતું જોઈને ડરી ગયા, અત્યંત ભયભીત થયા, ભયના કારણે એક બીજાને વળગી પડ્યા. તેમાંથી ઘણા લોકો ઇન્દ્રો, સ્કંધો(કાર્તિકેય), રુદ્ર, શિવ, વૈશ્રમણ, નાગદેવો, ભૂતો, યક્ષો, દુર્ગા તથા કોટ્ટકિયા(મહિષ વાહિની દુગ) દેવી; આ રીતે સેંકડો દેવ-દેવીઓની માનતા માનવા લાગ્યા. ५८ तएणं से अरहण्णए समणोवासए तं दिव्वं पिसायरूवं एज्जमाणं पासइ, पासित्ता अभीए अतत्थे अचलिए असंभंते अणाउले अणुव्विग्गे अभिण्णमुहरागणयणवण्णे अदीणविमणमाणसे पोयवहणस्स एगदेसंसि वत्थंतेणं भूमि पमज्जइ, पमज्जित्ता ठाणं ठाइ, ठाइत्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी
णमोत्थुणं अरहताणं भगवंताणं जावठाणं संपत्ताणं, जइ णं अहं एत्तो उवसग्गाओ मुंचामि तो मे कप्पइ पारित्तए, अह णंएत्तो उवसग्गाओ णमुंचामितो मे तहा पच्चक्खाएयव्वे त्ति कटु सागारं भत्तं पच्चक्खाइ ।