________________
[ ૨૧૨ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હોઠ લાંબા અને આગળના દાંત મુખથી બહાર નીકળેલા હતા. તેના મોઢામાંથી બે જીભો બહાર લબડતી હતી તેના ગાલ બેસી ગયેલા હતા. તેનું નાક નાનું અને ચપટું હતું. ભૂટી બિહામણી અને વાંકી-ચૂકી હતી. તેની આંખોની લાલાશ આગિયા જેવી ચમકતી લાલ હતી. તે જોનારાને ઘોર ત્રાસ પહોંચાડનારો હતો. તેની છાતી પહોળી, કુક્ષિ(પડખા) વિશાળ અને લાંબી હતી. હસતા અને ચાલતા સમયે તેના અવયવો ઢીલા દેખાતા હતા. તે નાચી રહ્યો હતો, પોતાની બંને ભુજાઓને આફલન કરતો(અફળાવતો) ગર્જના કરતો, અટ્ટહાસ્ય કરતો સામે આવી રહ્યો હોય તેમ લાગતું હતું. તેવા કાળા કમલ, ભેંસના શીંગડા, ગળી, અળસીના ફૂલની સમાન કાળી તથા છરાની ધાર જેવી તીક્ષ્ણ તલવાર લઈને સન્મુખ આવતા પિશાચને તે વણિકોએ જોયો. _ [तएणं ते अरहण्णगवज्जा संजत्ताणावावाणियगा एगं चणं महंतालपिसायं पासंतितालजंघ, दिवंगयाहिं बाहाहिं फुट्टसिरं भमणिगर वरमासरासि महिसकालगं भरिय मेहवण्णं सुप्पणहं फालसरिस जीए, लंबोट्ट, धवल वट्ट असिलिट्ठ-तिक्ख-थि-पीण-कुडिलदाढोवगूढवयणं, विकोसियधारासिजुयल समसरिसतणुयचंचलगलंतरसलोलचवल-फुरुंफुरतणिल्लालियग्गजीहं अवयत्थिय-महल्ल-विगय- वीभच्छ-लालपगलंत-रत्ततालय हिंगुलय-सगब्भकंदरबिलं व अंजणगिरिस्स, अग्गिजालुग्गिलं- तवयणं आऊसिय-अक्खचम्म उइट्टगंडदेसं चीण चिमिढ -वंक भग्गंणासं, रोसागयधम धर्मतमारुय-णिठुर-खर- फरुसझुसिर, ओभुग्ग-णासियपुडं घाडुब्भङरइभीसणमुहं, उद्धमुहकण्ण सक्कुलिक्महंतविगक्लोम संखालग-लंबंतचलियकण्णं, पिंगलदिप्पं तलोयणं, भिउङितडियणिडालं णरसिरमालपरिणद्धचिंधं, विचित्तगोणससुबद्धपरिकर अवहोलंतपुप्फुयायंत सप्पविच्छुक् गोधुंदरणउ ल सरङविरइयविचित वेयच्छमालियागं, भोगकूस्कण्हसप्पधमधमेतलंबंतकण्णपूर, मज्जारसियाललइयखंधं, दित्तघुघुयंतघू कक्कुंभरसिरं, घंटारवेणं भीमं, भयंकर, कायरजणहिययफोडणं, दित्तं अट्टहासं विणिम्मुयंतं वसा-रुहिर पूयभसमलमलिणपोच्चडतणुं उत्तासणयं, विसालवच्छं पेच्छंता भिण्णणहमुहणयणकण्णं वरवग्ध चित्तकत्ती-णिवसणं, सरस हिस्गयचम्मवितत ऊसविम्बाहुजुयलं ताहि य खस्फरुस असिणिद्ध अणिदित्त असुभअप्पिक्अकंतवग्गहि य तज्जयंतं पासंति। ભાવાર્થ:- ત્યાર પછી અહંન્નક સિવાયના અન્ય દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એક મોટા તાલ પિશાચને જોઈને ભયભીત બન્યા. તે તાલપિશાચની બંને જાંઘ તાડવૃક્ષની સમાન લાંબી હતી. તેની બંને ભુજાઓ આકાશને સ્પર્શતી હતી. તેના મસ્તકના વાળ વિખરાયેલા હતા. તે પિશાચ ભમરાઓના ટોળા, શ્રેષ્ઠ અડદનો ઢગલો અને પાડાના શિંગડાં સમાન કાળો અને જળથી પરિપૂર્ણ મેઘોની જેવો શ્યામ હતો. તેના નખો સૂપડા જેવા હતા, જીભ અગ્નિમાં તપાવેલા(લાલચોળ) હળના કોશ જેવી લાલ હતી. તેના હોઠ લાંબા હતા. તેનું મોટું સફેદ, ગોળ મટોળ; વિરલ, તીક્ષ્ણ, મજબૂત, મોટી તેમજ ત્રાંસી દાઢોવાળું હતું. તેના મોઢામાંથી બે જીભ બહાર લપકારા મારતી હતી. તે જીભ માનમાંથી બહાર કાઢેલી તલવાર જેવી ધારદાર, પાતળી, ચંચળ, લાળ ટપકાવતી, રસલોલુપી, ચપળ-કંપિત અને લાંબી હતી. તેણે મોં ફાડેલું રાખ્યું હતું, તેથી તેનું તાળવું દેખાતું હતું, તે તાળવું મહાવિકૃત, બીભત્સ લાળથી ભીનું અને લાલ હતું. તેના મોઢાની બખોલ હિંગળાથી વ્યાપ્ત અંજનગિરિની ગુફા જેવી લાગતી હતી. તેના મોઢામાંથી અગ્નિની જવાળાઓ નીકળી રહી હતી. તેના ગાલ પાણી ખેંચતા કોશની જેમ બેસી થયેલા હતા. તેનું નાક નાનું ચપટું, વાંકું અને ભગ્ન અર્થાતુ લોઢાના ઘણથી ટીપી નાંખ્યું હોય તેવું લાગતું હતું. તેના વાંકા બંને નસ્કોરામાંથી ક્રોધના કારણે (ધમણમાંથી નીકળતા વાયુની જેમ) ધમધમાયમાન, નિષ્ફર અને અત્યંત