________________
[ ૨૧૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને જમાડીને તેમની અનુમતિ મેળ વીને નૌકા સ્થાને (સમુદ્ર કિનારે) આવ્યા. ५१ तए णं तेसिं अरहण्णगपामोक्खाणं संजुत्ता णावावाणियगाणं परिजणा ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं वग्गूहिं अभिणदंता य अभिसंथुणमाणा य एवं वयासी- अज्ज! ताय! भाय! माउल! भाइणेज्ज! भगवया समुद्देणं अभिरक्खिज्जमाणा अभिरक्खिज्जमाणा चिरं जीवह, भदं च भे, पुणरवि लद्धटे कयकज्जे अणहसमग्गे णियगं घरं हव्वमागए पासामो त्ति कटु ताहिं सोमाहि णिद्धाहिं दीहाहिं सप्पिवासाहिं पप्पुयाहिं दिट्ठीहिं णिरिक्खमाणा मुहुत्तमेत्तं संचिट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી તે અહંનક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોના પરિવારના લોકો ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોરમ અને ઉદાર મંગળ વચનોથી અભિનંદન અને શુભેચ્છા આપતા આ પ્રમાણે બોલ્યા
હે આર્ય (પિતામહ) ! હે તાત! હે ભ્રાત ! હે મામા ! હે ભાણેજ ! આપ આ ભગવાન સમુદ્ર દ્વારા પુનઃ પુનઃ સુરક્ષિત થઈને ચિરંજીવી હો, આપનું કલ્યાણ થાઓ. અમે આપને લાભાન્વિત થયેલા, કાર્યને પાર પામેલા; ધન, પરિવાર, સ્વાથ્યનો હ્રાસ થયા વિના અર્થાત્ પરિપૂર્ણ ધન, પરિવાર, સ્વાથ્ય સાથે પોતાના ઘરે પાછા આવેલા શીઘ્ર જોઈએ. આ પ્રમાણે કહીને સૌમ્ય, સ્નેહમય, દીર્ઘ સમય સુધી દર્શનની ઇચ્છાવાળી અને અશ્રુ-પ્લાવિત દષ્ટિથી જોતાં તે લોકો મુહૂર્ત સુધી ત્યાં જ ઊભા રહ્યાં. ५२ तओ समाणिएसु पुप्फबलिकम्मेसु, दिण्णेसु सरसरत्तचंदण-दद्दरपंचंगुलितलेसु, अणुक्खित्तंसि, धूवंसि, पूइएसु समुद्दवाएसु संसारियासु वलयबाहासु, ऊसिएसु सिएसु झयग्गेसु, पडुप्पवाइएसुतुरेसु, जइएसुसव्वसउणेसु, गहिएसुरायवरसासणेसु, महया उक्किट्ठ सीहणाय बोलकलकल रवेणं पक्खुभियं-महासमुद्द रवभूयं पिव मेइणिं करेमाणा ए गदिसिं एगाभिमुहा अरहण्णग पामोक्खा संजत्ता णावा वाणियगा णावाए दुरूढा । ભાવાર્થ - ત્યાર પછી પુષ્પ બલિ(પૂજા) કાર્ય પરિપૂર્ણ થઈ ગયું, સરસ રક્ત ચંદનના થાપા લગાવાઈ ગયા, ધૂપ કાર્ય અને સામુદ્રિક વાયુની પૂજા થઈ ગઈ, વલયવાહા(સુકાન વગેરે) યથાસ્થાને મુકાઈ ગયા, અગ્રભાગ ઉપર શ્વેત પતાકાઓ ફરકાવી, વાદ્યોનો મધુર ધ્વનિ પ્રસારિત થવા લાગ્યો, વિજય સૂચક સર્વ શુભ શુકન થઈ ગયા, યાત્રા માટે રાજાનો પરવાનગી પત્ર પ્રાપ્ત થઈ ગયો, મહાન અને ઉત્કૃષ્ટ સિંહનાદ, કલકલ ધ્વનિ તથા અત્યંત ક્ષુબ્ધ કરનારી મહાસમુદ્રની ગર્જનાઓની જેમ પૃથ્વીને શબ્દાયમાન કરતાં તે અન્નક વગેરે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એક તરફથી નૌકા ઉપર ચડ્યા. ५३ तओ पुस्समाणवो वक्कमुदाहु-हं भो ! सव्वेसिमवि भे अत्थसिद्धी, उवट्ठियाई कल्लाणाई, पडिहयाइं सव्वपावाई, जुत्तो पूसो, विजओ मुहुत्तो अयं देसकालो। ભાવાર્થ:- ત્યારપછી પંસમાનવો–મંગલપાઠકોએ–ચારણોએ મંગલકારી વચનો કહ્યા- હે વ્યાપારીઓ! આપ સર્વને અર્થની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. આપનું કલ્યાણ થાઓ. આપના સર્વ વિઘ્નો નાશ પામો. અત્યારે ચંદ્ર સાથે પુષ્ય નક્ષત્રનો યોગ છે અને વિજય નામનું મુહુર્ત છે. તેથી આ દેશ અને કાળ યાત્રા માટે ઉત્તમ છે.