________________
| અધ્ય–૮: મલ્લી
| ૨૦૯ ]
लवणसमुदं पोयवहणेणं ओगाहित्तए त्ति कटु अण्णमण्णं एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च भंडगं गेण्हइ, गेण्हित्ता सगडीसागडियं च सज्जेंति, सज्जेत्ता गणिमस्स च धरिमस्स च मेज्जस्स च पारिच्छेज्जस्स च भंडगस्स सगडसागडियं भरेंति, भरेत्ता । सोहणंसि तिहि करणणक्खत्तमुहत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेति, मित्तणाइणियग-सयण-संबंधि-परियणं भोयणवेलाए भुजावेति जाव आपुच्छति, आपुच्छित्ता सगडीसागडिय जोयति, चपाए णयरीए मझमज्झेणं णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति;
उवागच्छित्ता सगडीसागडियं मोयंति, मोइत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता गणिमस्स य धरिमस्स य मेज्जस्स य पारिच्छेज्जस्स य चउव्विहस्स भंडगस्स पोयवहणं भरेंति, भरित्ता तंडुलाण य समियस्स य तेल्लयस्स य गुलस्स य घयस्स य गोरसस्स य उदयस्स य उदयभायणाण य ओसहाण य भेसज्जाण य तणस्स य कट्ठस्स य पावरणाण य पहरणाण य अण्णेसिं च बहूणं पोयवहणपाउग्गाणं दव्वाणं पोयवहणं भरेंति । सोहणंसि तिहि-करण-णक्खत्त-मुहुत्तसि विउलं असणं पाणं खाइम साइमं उवक्खडावेति, उवक्खडावित्ता मित्तणाइ-णियग-सयण-संबंधि-परियणं भुंजावेंति जाव आपुच्छंति, आपुच्छित्ता जेणेव पोयट्ठाणे तेणेव उवागच्छंति । ભાવાર્થ:- ત્યાર પછી અહંન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એકવાર, એક જગ્યાએ એકઠા થયા અને પરસ્પર મળીને તેઓએ આ પ્રમાણે વિચાર વિનિમય કર્યો.
નારિયેળ, સોપારી વગેરે ગણીને ક્રય-વિક્રય કરવા યોગ્ય ગણિમ વસ્તુઓ, ધાન્ય વગેરે ત્રાજવાથી તોળીને, જોખીને કય-વિક્રય કરવા યોગ્ય પરિમ વસ્તુઓ, તેલ વગેરે મળી આદિથી માપીને ક્રય-વિક્રિય કરવા યોગ્ય મેયવસ્તઓ, રત્ન(વસ્ત્ર) વગેરે ગુણપરીક્ષા કરીને ક્રય-વિક્રય કરવા યોગ્ય પરિછેદ્ય વસ્તુઓ, આ ચાર પ્રકારનો માલ લઈને આપણે જહાજ દ્વારા લવણ સમુદ્રમાં પ્રવેશ કરીએ, તે આપણા માટે લાભદાયી છે. આ પ્રમાણે વિચારવિનિમય કરીને, એક બીજાની વાતનો સ્વીકાર કરીને ગણિમ, ધરિમ, મેય, પરિછેદ્યાદિ ચાર પ્રકારનો માલ ગ્રહણ કર્યો અને ગાડા-ગાડીઓમાં ભર્યો.
- ત્યાર પછી શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહુર્તે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવ્યો, તૈયાર કરાવીને ભોજનની વેળાએ મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોને જમાડ્યા વાવ તેની અનુમતિ લીધી(આશીર્વાદ લીધા), ગાડી-ગાડા જોતર્યા અને ચંપાનગરીના મધ્યે થઈને બહાર નીકળ્યા અને ગંભીર નામના પોતપટ્ટન- બંદરે આવ્યા.
ગંભીર નામના બંદરે આવીને તેઓએ ગાડી-ગાડા છોડ્યાં, જહાજ તૈયાર કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય-ચાર પ્રકારનો માલ ભરાવ્યો. તે ઉપરાંત તેમાં ચોખા, લોટ, તેલ, ગોળ, ઘી, ગોરસ-દૂધદહીં આદિ, પાણી, પાણીના વાસણ, એક દ્રવ્યરૂપ ઔષધ, અનેક દ્રવ્ય મિશ્રિત હોય તેવા ભેષજ, ઘાસ, લાકડા, વસ્ત્ર, શસ્ત્ર તથા જહાજમાં લઈ જવા યોગ્ય બીજી પણ ઘણી વસ્તુઓ જહાજમાં ભરાવી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં અશન, પાન, ખાધ અને સ્વાધ તૈયાર
નો માલ ગ્રહણ કર્યા અનશન અને મુહૂર્વે વિપુલ 32 જ્ઞાતિજનો, નિજકી