________________
| २०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
३९ तए णं सा पउमावई णियग-परिवालसंपरिखुडा सागेयं णगरं मज्मज्ञणं णिज्जइ, जेणेव पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुक्खरिणिं ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ जाव परम सुइभूया उल्लपडसाडया जाइं तत्थ उप्पलाइं जाव गेण्हइ, गेण्हित्ता जेणेव णागघरए तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીએ પોતાના સંપૂર્ણ પરિવારની સાથે સાકેતનગર મધ્યે પસાર થઈને, પુષ્કરિણી (વાવ) સમીપે આવીને, પુષ્કરિણીમાં ઉતરીને સ્નાનાદિ કરીને યાવત અત્યંત પવિત્ર થઈને, ભીની સાડી પહેરીને કમળ ચૂંટયા અને પછી નાગગૃહ તરફ જવા પ્રસ્થાન કર્યુ.
४० तएणं पउमावईए देवीए दासचेडीओ बहूओ पुप्फपडलग-हत्थगयाओ धूवकडुच्छुयहत्थगयाओ पिट्ठओ समणुगच्छंति।।
तएणं पउमावई सब्बिड्डीएजेणवणागघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता णागघरयं अणुपविसइ, अणुपविसित्ता लोमहत्थगं परामुसइ जावधूवं डहइ, डहित्ता पडिबुद्धिं रायं पडिवालेमाणी पडिवालेमाणी चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણી દાસીઓ ફૂલોની છાબડીઓ તથા ધૂપની કડછીઓ (ધૂપદાનીઓ) હાથમાં લઈને તેની પાછળ-પાછળ ચાલવા લાગી.
ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે નાગગૃહ હતું, ત્યાં પહોંચી અને નાગગૃહમાં પ્રવિષ્ઠ થઈ અને મોરપીંછી હાથમાં લઈને પ્રતિમાનું પ્રમાર્જન કર્યું કાવત્ ધૂપ દઈને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી. ४१ तएणं पडिबुद्धी राया हाए जाव अलंकिय सरीरे हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणंधरिज्जमाणेणंसेयवरचामराहिंवीइज्जमाणेहयगयरहपवस्जोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिखुमहयाभङचडगरहपहकरविंद-परिक्खित्तेसाकेयंणयरमझमझेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेवणागघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता आलोए पणामं करेइ, करित्ता पुप्फमंडवं अणुपविसइ, अणुपविसित्ता पासइ तं एगं महं सिरिदामगंडं। ભાવાર્થ:- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા સ્નાન કરીને યાવત્ વિભૂષિત થઈને શ્રેષ્ઠ હાથી પર સવાર થયા. કોરંટના ફૂલોની માળાઓથી શોભતું છત્ર મસ્તક પર ધારણ કરેલા અને ઉત્તમ શ્વેત ચામર ઢોળાતાં હતા, તેવા તે રાજા અનેક ઘોડા, હાથી, રથ અને પાયદળ યોદ્ધારૂપ ચતુરંગી સેના અને સુભટોના મોટા સમૂહની સાથે સાકેતનગરમાં થઈને નાગગૃહ તરફ પ્રયાણ કર્યું અને નાગગૃહ સમીપે પહોંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતરીને પ્રતિમા પર દષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા, પ્રણામ કરીને પુષ્પ-મંડપમાં પ્રવેશ કરતાં જ એક મહાન શ્રીદામકાંડ જોયો. ४२ तए णं पडिबुद्धी तं सिरिदामगंडं सुइरं कालं णिरिक्खइ, णिरिक्खित्ता तसि सिरिदामगंडंसि जायविम्हए सुबुद्धिं अमच्चं एवं वयासी