________________
| અધ્ય–૮: મલ્લી
[ ૨૦૫ ]
एवं खलु पउमावईए देवीए कल्लं णागजण्णए भविस्सइ, तं तुब्भे णं देवाणुप्पिया! जलथलयभासरप्पभूयं दसद्धवणं मल्लं णागघरयंसि साहरह, एगं च णं महं सिरिदामगंडं उवणेह । तए णं जलथलयभासुरप्पभूएणं दसद्धवण्णेणं मल्लेणं णाणाविहभत्तिसुविरइयं करेह । तसि भत्तिसिहसमियमयूस्कोंचसारसचक्कवायमयणसालकोइलकुलोववेयंईहामिय जाव भत्तिचित्तं महग्धं महरिहं विउलं पुष्फमंडवं विरएह । तस्स णं बहुमज्झदेसभाए एगं महं सिरिदामगंडं जावगंधद्धर्णिमुयंतंउल्लोयसि ओलंबेह,पउमावइंदेविंपडिवालेमाणा पडिवालेमाणा चिट्ठह । तए णं ते कोडुबिय पुरिसा जाव चिट्ठति । ભાવાર્થ - ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી દેવીની આ વાતનો સ્વીકાર કર્યો. પદ્માવતી દેવીએ પ્રતિબુદ્ધિ રાજાની અનુમતિ મળવાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યુંહે દેવાનુપ્રિયો ! કાલે મારે નાગપૂજા કરવાની છે, તેથી તમે માળીઓને બોલાવો અને તેઓને આ પ્રમાણે કહો
પદ્માવતી દેવી કાલે નાગપુજા કરશે; તેથી હે દેવાનુપ્રિયો ! તમે જલીય અને સ્થલીય પાંચ રંગના તાજાફૂલો અને એક શ્રીદામકાંડ(લટકતી માળાઓનો સમૂહ) બનાવીને નાગગૃહમાં પહોંચાડો, ત્યાર પછી જલીય અને સ્થલીય પંચરંગી પુષ્પોથી અને વિવિધ પ્રકારના ચિત્રોની રચનાથી શોભિત એક પુષ્પમંડપ તૈયાર કરો. તે પુષ્પમંડપની દિવાલોને હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મેના અને કોયલના ચિત્ર સમૂહથી શણગારો તથા ઈહામૃગાદિના ચિત્રોથી મંડપને સુશોભિત કરો. તે પુષ્પમંડપ મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય અને વિશાળ હોવો જોઈએ. તે પુષ્પમંડપની મધ્યમાં મંડપના ચંદરવા ઉપર એક મોટો, અત્યંત સુગંધિત શ્રીદામકાંડ લટકાવો. ત્યાર પછી પદ્માવતી દેવીની (મારી) પ્રતીક્ષા કરો.(માળી પાસે આ કાર્ય કરાવીને) તે કર્મચારી પુરુષો પદ્માવતી દેવીની પ્રતીક્ષા કરતાં ત્યાં રોકાયા. ३७ तए णं सा पउमावई देवी कल्लं जाव कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता ए वं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सागेयं णगरं सबिभतरबाहिरियं आसित्त-सम्मज्जियोवलित्तं करेह जाव पच्चप्पिणति । ભાવાર્થ :- ત્યાર પછી બીજે દિવસે સવારે પદ્માવતી દેવીએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર સાકેત નગરની અંદર અને બહાર પાણી છાંટો, નગરને સાફ કરો અને લીંપણ કરો થાવત્ કર્મચારી પુરુષોએ તે પ્રમાણે કાર્ય કરીને, કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપ્યા. ३८ तए णं सा पउमावई देवी दोच्चंपि कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- लहुकरणजुत्तं जावजुत्तामेव उवट्ठति । तए णं सा पउमावई अंतो अंतेउरंसि ण्हाया जाव लहुकरणजुत्त(धम्मियं) जाणं दुरूढा । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીએ બીજીવાર કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રગતિગામિની સાધનોથી સંપન્ન રથમાં દ્વતગામી અશ્વોને જોડી ઉપસ્થિત કરો. ત્યારે તેઓએ તે પ્રમાણે રથ ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવી અંતઃપુરની અંદર સ્નાન કરીને યાવતું તૈયાર થઈને દ્વતગામી અશ્વવાળા(ધાર્મિક) રથમાં બેઠી.