________________
| २०४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पक्खिप्पमाणे पउमुप्पलपिहाणं पिहेइ । तओ गंधे पाउब्भवइ, से जहानामए अहिमडे इ वा जाव अमणामतराए । ભાવાર્થ:- ત્યાર પછી તે સુવર્ણમયી પ્રતિમામાં મસ્તક પર રહેલા છિદ્ર દ્વારા દરરોજ એક-એક કવલ તેમાં નાખીને પદ્મકમળનું ઢાંકણું બંધ કરી દેતા હતા. આ રીતે આહારનો એક-એક કોળિયો નાંખતાં-નાખતાં તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ. તે દુર્ગધ સર્પના મૃત કલેવર જેવી વાવ તેનાથી પણ વધુ અમનોજ્ઞ હતી. પ્રતિબુદ્ધિ રાજા અને સુબુદ્ધિ પ્રધાન :३३ तेणं कालेणं तेणं समएणं कोसले णाम जणवए होत्था । तत्थ णं सागेए णामं णयरे होत्था । तस्स णं उत्तरपुरथिमे दिसीभाए एत्थ णं महं एगे णागघरए होत्था । दिव्वे सच्चे सच्चोवाए संणिहियपाडिहेरे । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કોશલનામના દેશમાં સાકેત નામનું નગર હતું. તે નગરની ઉત્તર-પૂર્વ દિશામાં એક મોટું નાગગૃહ(નાગદેવની પ્રતિમાથી યુક્ત ચૈત્ય) હતું. તે દિવ્ય નાગદેવ દરેક માણસની ઇચ્છાપૂર્તિ કરતાં હોવાથી સત્ય, દરેક માણસની અભિલાષા, કામના સત્ય-સફળ કરતા હોવાથી સત્યાભિલાષ અને વ્યંતર દેવો તેના પ્રતિહાર્ય–દ્વારપાળ હોવાથી સંનિહિત પ્રાતિહાર્ય હતું અર્થાત્ તે ગૃહ દેવાધિષ્ઠિત હતું. ३४ तत्थ णं णयरे पडिबुद्धी णामं इक्खागराया परिवसइ । पउमावई देवी । सुबुद्धी अमच्चे सामदंङभेद-उपप्पयाणणीतिसुपउत्तणयविहण्णू जाव विहरइ । ભાવાર્થ:- તે સાકેતનગરમાં ઇક્વાકુવંશના પ્રતિબુદ્ધિ નામના રાજા નિવાસ કરતા હતા. તેમની પટરાણી પદ્માવતી દેવી હતી. સુબુદ્ધિ નામના પ્રધાન હતા. તે સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન નીતિઓમાં કુશલ, અનેક નયોના એટલે મત મતાંતરોના જાણકાર યાવત્ રાજધુરાની ચિંતા કરનારા હતા, રાજ્યનું સંચાલન કરતા હતા. ३५ तए णं पउमावईए अण्णया कयाइ णागजण्णए यावि होत्था । तए णं सा पउमावई णागजण्णमुवट्ठियं जाणित्ता जेणेव पडिबुद्धी राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- एवं खलु सामी ! मम कल्लं णागजण्णए यावि भविस्सइ । तं इच्छामिणं सामी ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी णागजण्णयं गमित्तए । तुब्भे विणंसामी ! ममणागजण्णयसि समोसरह । ભાવાર્થ:- કોઈ એક સમયે પદ્માવતી દેવીને ત્યાં નાગપુજા કરવાનો ઉત્સવ આવ્યો. નાગ મહોત્સવના દિવસની જાણ થતાં પદ્માવતી દેવીએ પ્રતિબુદ્ધિ રાજાની પાસે જઈને યાવતુ આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કાલે મારો ત્યાં નાગમહોત્સવ ઉજવાશે. હે સ્વામિનું ! આપની અનુમતિ હોય તો હું નાગપૂજા માટે જવા ઇચ્છું છું. હે સ્વામિન્ ! આપ પણ મારી નાગપૂજામાં પધારો, તેવી મારી ઇચ્છા છે. ३६ तएणं पडिबुद्धी पउमावईए देवीए एयमटुं पडिसुणेइ । तए णं पउमावई पडिबुद्धिणा रण्णा अब्भणुण्णाया हट्टतुट्ठा जावकोडुबिय पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-ए वं खलु देवाणुप्पिया! मम कल्लं णागजण्णए भविस्सइ, तं तुब्भे मालागारे सद्दावेह, सद्दावित्ता एवं वयह